બાળકોની જીદ અને તેનું વર્તુણુક..
Aastha Magazine
બાળકોની જીદ અને તેનું વર્તુણુક..
એક્સકલુઝીવ સોશ્યિલ સ્ટોરી

બાળકોની જીદ અને તેનું વર્તુણુક..

( પિન્કી પરીખ-અમદાવાદ-380013-મો.99797 65758)
‘બાળકો એટલે કુમળુ કુલ’ જેમ સૂર્યના પ્રકાશમાં ફૂલ ખીલે છે તેવી જ રીતે આપણા બાળકોને પણ આપણે જ ખીલવવાના હોય છે.
બાળકો જીદ નહીં કરે તો કોણ કરશે? ‘હા’ પણ આપણે બાળકોની એ જ જીદ પુરી કરીશું. જે યોગ્ય હશે તેમની અનુચિત માંગણીઓનો આપણે એ રીતે અસ્વીકાર કરવાનો છે કે તેનો તેમને ખ્યાલ પણ નહી આવે.
પહેલા એવું કહેવાતું કે ઘરમાં જેવું વાતાવરણ હોય એજ રીતે છોકરાઓમાં સંસ્કાર પડે પણ આજે આની સાથે બીજી એક વાત જોડાઇ ગઇ છે કે આજે બાળક તેના ફ્રેન્ડસ અને આપણા આજુ બાજુવાળા તેમજ સગા સંબંધીઓનું અનુકરણ વધારે કરતું હોય છે. તેની જીદનું સૌથી મોટું કારણ આ જ છે અને માટે જ બાળક જયારે આ લોકોની કોઇ વસ્તુઓના વખાણ કરે ત્યારે આપણે તેને ધમકાવવાનો નથી પણ આપણે તેને સમજાય એવું યોગ્ય કારણ આપવાનું છે જે બાળકોના મનમાં બરાબર ઉતરી જાય. તે વાતને બરાબર સમજી જાય કે જે દેખાય એ બધું સારું જ નથી હોતું અને આપણી પાસે છે એ જ સૌથી વધારે બેસ્ટ છે. બાળકોને સમજાવવાના છે કે દેખા દેખી એ જીવનને પતન તરફ લઇ જાય છે જીવનમાં જો આગળ વધવું હોય તો જે છે તેનાથી સંતોષ માનવો પડે છે અને જે નથી તેના માટે મહેનત અને સમયની રાહ જોવી પડે છે.
બાળક જયારે કોઇ અનુચિત માંગણી કરે ત્યારે આપણે તેના પર ગુસ્સો કરીને તેને ચૂપ કરવાનો નથી તેને એવું ન લાગવું જોઇએ કે તેણે જે વસ્તુની જીદ કરી છે તે ખોટી છે તેને ખોટો પુરવાર નથી કરવાનો જેમકે બાળક થોડા – થોડા સમયના અંતરે નવી – નવી વસ્તુઓની ડિમાન્ડ કરતો હોય ત્યારે આપણા માટે આ તેની ખોટી જીદ હશે પણ તેના ઉકેલ રૂપે આપણે તેને એવા ગરીબ બાળકો પાસે લઇ લઇએ કે ત્યાં જઇને એ વસ્તુની કિંમતને સમજે. તે ગરીબ બાળકોને જોઇને તેને સમજાય જશે કે પોતાની પાસે કેટલું છે! આપણે તેને એ વાત સમજાવી જ નહીં પડે. બાળકો પોતાના જન્મદિવસે હંમેશા એ અપેક્ષા રાખતું હોય છે કે તેના માતા – પિતા તે દિવસે મોટી પાર્ટી રાખે આપણા માટે આ ફાલતુ ખર્ચ જ હોય છે. પણ આપણે જો તેને ના પાડી દઇએ તો તેને દુ:ખ થાય છે. માટે આપણે તેને ના પાડવાની નથી. પણ તે દિવસે તેને અનાથ આશ્રમમાં લઇ જઇને મા-બાપ વગરના બાળકો કેવી રીતે જીવે છે તે આપણે બતાવવાનું છે. એ બાળકોને હોટલમાં લઇને તેમના ચહેરા પરની ખુશી બતાવવાની છે. ભલે બાળક બહુ નહીં સમજે પણ તેને પોતાના પાસે કેટલું છે તેની કિંમત જરૂર સમજાઇ જાય છે. અનાથ આશ્રમમાં જઇને બાળકો માટે આપણા બાળકના હાથેથી ગિફટ અપાવીશું ત્યારે તેને પોતાની ખોટી જીદનો અહેસાસ થાય છે.
અમુક ઉંમર પછી બાળકમાં પરિવર્તન થતું હોય છે. આ સમયે બાળકોને વિશ્ર્વાસમાં લઇને તેને સાથે બેસાડીને એવી સારી સારી વાતો કરવાની છે જે વાતોમાંથી તેને કંઇક ઉદેશ મળે. આ ઉંમરે જ બાળકોમાં વિજાતીય આકર્ષક ઉભું થાય છે. ત્યારે જ તેને છોકરીઓ માટેનું માન-સન્માન વિશેની માહિતી આપવાની છે. કોઇ ખોટુ કામ કરે તે પહેલ જ બાળકોના મગજમાં સારા વિચારોના બીજ રોપી દેવાના છે. છતાં ઘણીવાર એવું બની જાય છે બાળકો એવું વર્તન કરી બેસે છે કે જે ખોટું છે તેમજ શરમ દાયક છે પણ આ જાણ્યા પછી આપણે તેના ઉપર ગુસ્સો કરીને કામ નથી લેવાનું કારણ કે આ ઉંમરમાં આપણો ગુસ્સો બાળકોને વધારે બગાડી મુકશે ભલે અમુક વાત તેને સીધી રીતે સમજાવવામાં થોડી તકલીફ પડે પણ તે બીજા પાસેથી ખોટી માહિતી મેળવે એના કરતા એ જ સારું છે કે આપણે જ આપણા સંત્તાનોને દરેક પ્રકારની માહિતી પુરી પાડીએ. બાળકોને હંમેશા પોતાના મા-બાપ ઉપર એક પ્રકારનો વિશ્વાસ હોય છે પહેલા આપણે જ કરવાની છે. પછી સંતાન પણ સમજી જાય છે અને જો એનાથી કંઇ ખોટું થાય તો તરત જ તે આપણી પાસે આવીને સ્વીકારી લેશે અને આ સમયે અપણે તેને માફ કરી દેવાનો છે.
સંતાનોની અમુક જીદ એવી હોય છે જે પુરી ના થવાથી તેમને આપણા ઉપર ગુસ્સો આવે છે. પણ આવા સમયે આપણે ગુસ્સાથી નહીં પરંતુ સમજદારીથી કામ લેવાનું છે. એ જીદ પુરી ના કરવાનું કારણ તેને ખૂબ પ્રેમથી સમજાવવાનું છે. જો આપણે એવી રીતે સમજાવીશું તો બાળક સમજવાનું છે મા- બાપ જ પોતાના સંતાનોને સૌથી વધારે સાચી અને સારી સલાહ આપી શકે છે જે બીજું કોઇ જ આપી નથી શકતું.

Related posts

મોટા ભાગના લોકો આજે વહેમના સુખમાં જીવે છે

aasthamagazine

અંધારું પણ ચાખવા જેવી ચીજ છે

aasthamagazine

Speed News – 31/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

શું તમે કમ્ફર્ટ ઝોન કોલોની માં રહો છો ?

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/03/2022

aasthamagazine

Speed News – 14/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment