



( ડો. પૂર્તિ ત્રિવેદી -રાજકોટ-Purtitrivedi@yahoo.in)
એક રાજય હતું જેની અંદર એવો નિયમ હતો કે જે કોઇ પણ રાજા બને તે માત્ર પાંચ વર્ષ માટે જ રાજા પછી તેને તે રાજય છોડી ને જતું રહેવાનું જંગલમાં.તેમાં કોઇ પણ પરિસ્થિતિ આવે, જંગલી જાનવર હોય, કંઇ ખાવા પીવાની વ્યવસ્થા ના હોય કોઇ પણ સંજોગો હોઇ શકે પ તે રાજા એ તે રાજયમાં કયારેય પાછું આવવાનું નહી અને પાંચ વર્ષના આન-બાન અને સાનથી જીવેલ જીવનને પાંચ વર્ષ પુરા થતાં જ તિલાંજલિ આપી દેવાની જે કોઇ પણ રાજા બને તેને હંમેશા ચિંત્તા કોરી ખાતી કે પાંચ વર્ષ પછી તેમની જિદગી નર્ક સામાન બની જશે અને તેમને તેમનું સ્વમાન, સત્તા, અને આરામવાળા જીનને છોડવું પડેશે. એટલે જે કોઇ પણ રાજાના પાંચ વર્ષ પુરા થાય કે સૈનિકનો કાફલો તેમને નદી પર જંગલમાં છુટ્ટા છોડી દેતો અને તે પછી તેમનું જેટલું આયુષ્ય હોય તેટલું રહેતું. બધા જ રાજાનો જયારે રાજ્ય ત્યાગનો દિવસ આવતો ત્યારે બધા રાજા રડતા અને આજીજી કરતા કે તેમને ત્યાં રહેવા દે પણ તે રાજયના નિયમ મુજબ ના થઇ શકતું.
એકવાર એક બહુજ દીર્ઘ દ્રષ્ટિવાળા વ્યકિત રાજા તરીકે પસંદગી પામ્યા અને તેમને તેમનું પાંચ વર્ષનું શાસન બહુ જ સારી રીતે પુરુ કર્યું અને તેમના શાસનમાં તેમના માણસોનો પણ બહુ વિકાસ થયો તેમનો જયારે કાર્ય કાળ પુરો થવાનો હતો ત્યારે તેમના મોઢા પર ભવિષ્ય માટેની સહેજ પણ ચિંતા ના હતી તે કોઇ પણ પ્રકારની ગભરાહટ ના હતી કે હવે તેમનું શું થશે. જયારે બીજા રાજાને પાંચ વર્ષ પુરા થતાં તેમના સૈનિકો ઘસેડીને લઇ જતાં અને તે રાજા આજીજી કરતા તેનાથી આ દીર્ઘ દ્રષ્ટિવાળા રાજામાં બધું જ વિપરીતે હતું તે તો હસતા – હસતા બધાના આશિષ લેતા લેતા તે રાજયમાંથી જતાં હતા અને તેમને જોઇને દરબારમાં બધા આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા કે આ તો કેવો માણસ છે જેને ખબર છે કે તેમના રાજયના શાસનનો અંત આવ્યો છે અને હવે તે રાજા નથી સાથે બધો જ એસો આરામને તિલાંજલી આપીને ખબર નહીં કે જીવતો કેટલો સમય રહેશે છતાં પણ મોટા પર રતિભરનો અફસોસ નથી અને ચિંતા પણ નથી.
એક સેવકથી ના રહેવાયું એટલે તેમને રાજા જયારે એક રાજયમાંથી જંગલ તરફ જતાં હતા ત્યારે પુછયું કે રાજાજી મેં તો અત્યાર સુધીમાં ઘણા બધા રાજા જોયા છે જ અને જીવન માટે અને સત્તા માટે આજીજી કરતા હોય અને તમે તો હસતા મોઢે જાવ છો તેનું કારણ શું છે. ત્યારે રાજા એ કીધું કે રાજા પાંચ વર્ષ માટે પોતાની સત્તા ઉપર આવ્યા તેમને બધા જ એસો આરામ પર ભાર દીધો. સારી જિંદગી સાથે પાંચ વર્ષના સમયગાળામાં કેટલા જલસા કરી શકે તેના વિશે વિચાર્યુ પણ એમ કયારેય ના વિચાર્યુ કે પાંચ વર્ષ પછી મારું શું ? મને જયારે રાજા બનાવ્યા મને ખ્યાલ જ હતો કે પાંચ વર્ષ પછી હું મારવા માટે છોડી દઇશ અને તેથી મેં રાજા બનતાની સાથે જ મારી એક ખાસ સિપાહીની ટીમ ઉભી કરી દીધી થોડા સમય પછી મેં તેમને જંગલમાં મોકલીને જંગલને અડધું સાર કરવા માટે કહી દીધું સાથે તેમના ઘરના સભ્યોને મોકલીને ત્યાં ઘર અને નવો મહેલ બનાવીને એક નવી વસાહત ઉભી કરવાનું ચાલું કરાવી દીધું. રાજય વધારે સારી રીતે ચાલે તે માટે મે વ્યવસાય અને નવા વિચારોને અમલમાં મુકવા માટે ત્યાં રહેવાવાળાને કહ્યું અને મારા પાંચ વર્ષના શાસન સાથે જ મેં ત્યાં આખી જિંદગી હું રાજા રહી શકું તેવું નવું રાજય બનાવી દીધું હું જેવો આ રાજય છોડીશ મારા નગરજનો મારા નવા રાજયના રાજા તરીકે સ્વીકારવા મારી રાહ જોતા હશે અને પછીં હું કાયમ માટે રાજા રહીશ અને બધાની
સેવા કરીશ.
હવે આ વાર્તામાંથી શીખ એટલી મળે કે આપણે આપણું જીવન જીવીયે ત્યારે ખ્યાલ આવે કે આપણે કયાં છીએ, શું આપણે આપણા જીવનને ભવિષ્ય વિષે વિચારીએ છીએ અને તેમના માટે પ્લાન કરીએ છીએ કે પાંચ વર્ષના રાજાની જેમ મોજ મજા અને મસ્તીથી જિંદગી જીવીએ છીએ 360 ડિગ્રી જીવનની સુરક્ષા કરવી હશે તો નીચેની બાબતો ધ્યાનમાં રાખીશું તો આપડે આપણા ભવિષ્ય અને જીવનને સારી રીતે જીવી શકીશું.
હેલ્થ ઇસ વેલ્થ, આ કોરોના કાળમાં આપણે બહુ સારી રીતે સમજી ગયા છીએ કે જો આપણે જીવનભર સારી રીતે જીવવું હશે તો આપણી હેલ્થ ઉપર ધ્યાન રાખવું પડશે. આજે નાની – નાની ઉંમરમાં ઘણી વખત હૃદયની તકલીફ થઇ જાય છે તેનું મુખ્ય કારણ છે તણાવ અને આજની ભાગદોડ વાળી જિંદગી સાથે સ્પર્ધા જેમાં દરેક વ્યકિતએ પોતાની જાતને સાબીત કરવાની છે. 3 ઇડિયટ પીકચરનો એક ડાયલોગ છે ને કે લાઇફ ઇસ અ રેસ તેના જેવું છે. શારીરીક અને માનસિક સ્વાસ્થ્ય એક સારા જીવનની સુરક્ષા ચોકકસથી આપશે. એક ખુશ માણસ ચતુર, સર્જનાત્મક હોય છે તેમાં શંકા નથી. તેમના માટે હંમેશા હસતા રહેવું, યોગ નિંદ્રા, પોતાના મનગમતા શોખ પુરા કરવા ધ્યાન ધરવું શ્વાસની તથા શારીરીક કસરત કરવી અને આરોગ્ય લક્ષી ખોરાક લેવો પર ધ્યાન આપી તો 360 ડિગ્રી જીવનની સુરક્ષા માટે આપણે માનસિક અને શારીરીક સ્વાસ્થય સુધરે તેના માટે હંમેશા પ્રયત્નશીલ રહેશું
તકલીફ જીવનમાં કયારેય કહીને નથી આવતી પણ આપણે જીવનમાં કદાચ કયારેય કોઇ તકલીફ આવે તો તેના માટેની તૈયારી રાખવી જોઇએ. જીવનમાં સહુથી વધારે ચિંતા માણસને તેમના પરિવારની અને તેમના છોકરાની જ હોય છે કારણ કે આવતી કાલની કોઇને ખબર નથી ઇશ્ર્વરે બધાનું સારું વિચારી જ રાખ્યું છે પણ વ્યકિતએ પણ થોડા કર્મ કરવા પડે પોતની અને પોતાના પરિવારની સુરક્ષા માટે એક – એક પૈસો ભેગો કરીને થોડી બચત કરી હોય અને એક દવાખાનાના ખર્ચમાં બધી જ વપરાય જાય કે બીજી કોઇ આપતી આવી જાય તેના કરતા થોડા સાવચેત રહીને ભવિષ્યમાં આવે કે ના આવે તે જોખમ માટે તૈયાર રહેવું જોઇએ. કોરોના કવચ, જીવન વીમો, સ્વાસ્થ્ય વીમો, ટર્મ પ્લાન કે એકસિડેન્ટલ પોલીસી તેમનો જ એક ભાગ છે. જે કરાવીને જોખમમાં પણ આપણે આપડા કુટુંબમાં આવતા અંધારા સંકટ સામે રક્ષણ મેળવી શકીયે.
ભવિષ્યને નિશ્ર્ચિત બનાવવા માટે જુનવાણી વિચાર ધારા ના રાખીને નવા ઓપ્શન જેવા કે મ્યુચ્યુઅલ ફંડ, ગેરેંટેડ ઇન્કમ પ્લાન અને સારી સ્ક્રીપટમાં રોકાણ કરીને ભવિષ્યમાં પણ હાથ – પગના ચાલે તો પણ ઘર સારી રીતે ચાલે તેની વ્યવસ્થા કરીને 360 ડિગ્રી જીવનની સુરક્ષા કરી શકાય.
આપણું જીવન આપણા હાથમાં છે. કૃષ્ણ ભગવાન પાસેથી પણ શીખવાનું કે કર્મ કર્યે રાખ પણ એવા કર્મ કરવા કે આપણા અને આપણા ઘર ના સભ્યો સુરક્ષિત રહે અને તે 360 ડિગ્રી જીવનને સુરક્ષા આપી શકે.