



(પૂર્તિ ત્રિવેદી- રાજકોટ, મો. 98253 87127)
જીવનમાં નીતિમતા જેને ઇંગ્લિશમાં …‘ઊવિંશભત ‘ કહીએ છીએ તે બહુ જ કિંમતી અને જરૂરી છે. આપણા વડવાઓ કહેતા હતા કે માણસ ભલે થયો પણ માણસાઇ ના ચુકી જતો, જયારે તેમાં નહિં માનવા વાળો વર્ગ અલગ જ છે તેની સાથે જેમને કાંઇ લાગતું વળગતું જ નથી, પણ કર્મના ચકરડા માં તે ચોક્કસ કુદરતને જવાબ આપવા મજબુર થઇ જાય છે. હજારો પુરાવાએ સાબિત કર્યું છે કે જો સારા કર્મ કર્યા હશે તો કૃષ્ણ તમારી સાથે રહેશે અને ખરાબ કર્મમાં સામે રહેશે.
આવા જ સારા વ્યવસાયના ઉદાહરણ રૂપે છે આપણા દેશની ઓળખાણ રૂપ ટાટા એમ્પાયર આખું તેની ગુણવતાના વિશ્ર્વાસ પર ચાલે છે, જમશેદજી ટાટાથી શરૂ થયેલ આ કંપની તેની નીતિમતા ના ધોરણે સિદ્ધિને વરી છે અને અત્યારે પણ રતન ટાટા તેના ચેરમેન જીવનમાં નીતિમતા ને વળગી ને રહેલા વ્યકિત છે, તેમની જીવનશૈલી જોઇએ તો એકદમ સાદી પણ ટાટાના વ્યવસાય ને છેલ્લા 20 વર્ષ થી સંભાળે છે, તે બિઝનેસમેન સાથે પરોપકારી પણછે. એક વાર કોઇ મિટિંગ માં રતન ટાટાનું હેલિકોપ્ટર બગડી ગયું અને તેમને અચાનક નીચે ઉતારીને ઉતારી જવું પડયું, આજુબાજુ માં ટાટા કંપની ના ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર હતા જેમને ખબર પડી કે ટાટા કંપની ના માલિક રતન ટાટા ત્યાં છે અને તેમને મળવા માટે દોડી ગયા, સમયનો સદઉપયોગ માં માનનારા રતન ટાટા એ પૂછયું કે અહીંયા કોઇ ટાટાનો પ્લાન્ટ છે તો ત્યાં જોવા જઇએ, ડિસ્ટ્રીબ્યુટર કહે હા નજીકમાં એક ટાટા સ્ટીલ નો પ્લાન્ટ છે તો ત્યાં જઇ શકાય, રતન ટાટા કહે ચાલો.ત્યાં પહોંચીને દરવાજા પાસે ઊભા રહ્યા અને સિક્યુરીટી વાળા ગાર્ડ ને કહ્યું કે દરવાજો ખોલો, તે ગાર્ડએ પૂછયું, કે સાહેબ ગેટપાસ દેખાડો, રતન ટાટા કહે ગેટપાસ તો નથી મારી પાસે, સિકયુરીટી વાલો કહે તો તમારું કંપનીનું ઓળખકાર્ડ આપો તો રતન ટાટા કહે તે પણ નથી, તો સિકયુરિટી ગાર્ડ કહે તો સાહેબ તમને અંદર નહિં જવા દવ, મને કહેવામાં આવ્યું છે કે જેમની પાસે પાસ અથવા કાર્ડ હોય તેા જ અંદર જવા દેવાના, તેમની સાથે રહેલા ડિસ્ટ્રીબ્યુટર ગુસ્સે થયાં, તું આ શું કરે છે તું કોને જવાની ના પાડે છે આ કંપની ના માલિક છે રતન ટાટા, તારી નોકરી તો ગઇ હવે તો પણ સિક્યુરિટી વાળા ભાઇ ટસ ના મન ના થયાં અને કહે કે ના મને જે કહેવામાં આવ્યું તે પ્રમાણે તમારી પાસે કાર્ડ કે ગેટપાસ હોય તો જ અંદર જવા દવ, પણ તેને ના જવા દીધા. થોડા સમય પછી અંદર મેનેજર ને ખબર પડી અને તેમને દોડીને તેમને અંદર આવવા કહ્યું ત્યારે સિક્યુરિટી ગાર્ડ એ જવા દીધા.
થોડા સમય પછી એક જાહેરાત થઇ અને તે ગાર્ડ ના નામ સાથે તેને બોલાવ્યો, ગાર્ડ ને થયું કે આ તો ખોટું થઇ ગયું, નોકરી ગઇ અને બિસ્તરાં પોટલાં તૈયાર કરો, મારાથી બહુ મોટી ભૂલ થઇ ગઇ છે, તે જયારે આવ્યો ત્યારે બધાજ ઉભા હતા, ગાર્ડ ને થયું મર્યા આ તો નોકરી પણ જશે અને ઇજજત પણ જશે, પણ બધાએ ઉભા થઇને ગાર્ડ ને તાળીઓથી વધાવી લીધો તેનું પ્રમોશન કર્યું અને એક એવોર્ડ ની જાહેરાત કરી, રતન ટાટાનું માનવું છે કે જો ટાટામાં કામ કરતા કોઇ પણ વ્યકિત તેને જે કહેવામાં આવ્યું છે તે કરે તો તેને માલિક માનસિકતા ગણવી અને તે તેની જગ્યાનો માલિક છે. તે તેનું કામ પુરી પ્રમાણિકતા થી કરે છે. પ્રશ્ર્ન એ થાય છે કે શું 100 માંથી કેટલા આવું વિચારે છે, તેમની આવી વિચાર શૈલી ને લીધે જ ટાટા ને એક વિશ્ર્વાસનું પ્રતીક માનવામાં આવે છે. ત્યાં કામ કરતા પગારદારો ને સહેજ પણ અવિશ્ર્વાસ નથી અને તેથી તેમની બધી જ ક્ષમતા થી કામ કરતા જોવા મળે છે. તેમની આ નૈતિકતાના લીધે જ ટાટાની સોપાન સંભાળેલા સાયરસ મિસ્ત્રી ને ચેરમેન પદેથી કાઢી મૂકયા, કારણ હતું કે નીતિમતાની વિરુધ્ધમાં કામ થતું જોવા મળ્યું, તેમની પરોપકારિકતા ના તો હજારો ઉદાહરણ છે, મુંબઇ ટેરર અટેક વખતે પણ ટાટા કંપની તેમના સ્ટાફ સાથે તેમાં માર્યા તથા ઘાયલ થયેલ બધા જ વ્યકિતની પડખે ઉભી રહી અને તેમનું ઘરણું ગણિત ના બગડે તે માટે વ્યવસ્થા કરી આપી હતી. એટલેે જ ટાટાનું સામ્રાજય દેશ વિદેશમાં ફેલાયેલું જોવા મળે છે, સહુથી વધારે દાન કરતી કંપની છે, ઇન્ડિયામાં તો કોઇ ઘર કે વ્યકિત નહિં હોય જેને ટાટાની પ્રોડકટ વાપરી નહિં હોય, ટાટા ના સામ્રાજયના ના દાખલા આપતા તો આખું પન્નું ભરાઇ જાય, પણ આપણે જીવનમાં શીખવાનું શું ? ટાટા શબ્દ સાંભળતા જ કાન માં પડઘા પડે.‘સિમ્બોલ ઓફ ટ્રસ્ટ‘ આપણે આવડું મોટું તો કાંઇ થાય કે ના થાય પણ આપણે એટલું તો કરી જ શકીએ કે મિત્રો, આડોશી, પાડોશી આપણા વ્યવસાયમાં અને નજીકના લોકો આપણા પર, આપણા વિચાર પર અને કામ પર વિશ્ર્વાસ કરી શકે. આપણે આપેલ વચન ને પુરા કરી શકીએ. જીવનમાં કયારેય કોઇ લાભ માટે એટલા ના લોભી બનવું કે નીતિમતા ને નેવે મુકવી પડે કારણ કે નીતિમતા ના ગણિતમાં કરેલ કામની દુનિયા તો શું ખુદ ઇશ્ર્વર પણ નોંધ રાખે છે.