કબજીયાત દૂર કરો...
Aastha Magazine
કબજીયાત દૂર કરો...
આયુર્વેદ

કબજીયાત દૂર કરો…

આજની અકુદરતી રહેણીકરણી તેમજ વિકૃત આહારવિહારને લીધે કબજિયાતના રોગની ફરિયાદ સામાન્ય થઇ પડી છે. મળનો સરળતાથી અને ખુલાસાથી નિકાલ ન થતાં અનેક વિકૃતિઓ પેદા થાય છે. પેટમાં મળ જમીને પડી રહેતાં તેમાં આથો આવી સડો ઉત્પન્ન થાય છે. અને તેમાંથી ગેસ થાય છે. ગેસ શરીરરમાં ભયંકર ઉથલપાથલ કરે છે. કબજિયાત થવાનાં મુખ્ય કારણોથી આપણે વાકેફ થઇએ અને તેને દૂર કરીએ તો શરીરમાં કોઇ રોગ થાય જ નહિં.
બેઠાડું જીવન : દુકાનદારને તેમજ ગાદી તકિયા પર માત્ર બેઠા બેઠા માનસિક કામગીરી કરવાની હોય છે. શારીરિક શ્રમ કરવાનો હોતો જ નથી. માત્ર બેસી રહેવાથી જોઇએ તેટલા પ્રમાણમાં હોજરીમાં પાચનરસો છૂટી શકતા નથી જેથી ખાઘેલો ખોરાક સારી રીતે પચતો નથી. આખો દિવસ બેસી રહેવાથી મળદ્વાર ઉપર દબાણ રહે છે. અટેલે ઝાડાની હાજત થતી નથી. મળ સુકાઇ જાય છે. આ રીતે કબજિયાતના રોગથી શરૂઆત થાય છે.
ખોરાક : આજના અકુદરતી ખોરાકનેલઇને પણ કબજિયાત થતી જોવામાં આવે છે. માત્ર ચોખા સફેદ દેખાય અને રાંધેલા ચોખા છૂટા થાય એ માટે જ અતિપાલીસ કરીને એનાં અગત્યના તત્ત્વો ફેંકી દેવામાં આવે છે. તે જ પ્રમાણે ઘઉંના લોટમાંથી ચાળીને ભૂસું કાઢી નાખવામાં આવતું હોઇ ફકત મેંદો જ ઉપયોગમાં લેવાય છે. મેંદો એ ચીકણો પદાર્થ છે. પચવામાં ભારે છે. સાથે તે આંતરડામાં ચોંટે પણ છે. એ કારણે કબજિયાત થાય છે. ખોરાકમાં લીલાં પાંદડાવાળી ભાજી અને ફળ લેવાં જોઇએ. ભાજીમાં રેસા હોવાથી તે આંતરડામાં મળને સાથે લઇને ગુદા વાટેનિકાલ કરે છે.
પાચન રસ : ખાટો રસ પાચનક્રિયા માટે ઉપયોગી છે. આથી ખોરાકની સાથે છાશ, કોકમ, લીંબુ, આંબલી તેમજ રેસાંવાળા શાકભાજી લેવાથી કબજિયાત થતી નથી અને થઇ હોય તો આ પદાર્થોના સતત સેવનથી દૂર થાય છે.
પાણીનો ઉપયોગ ખોરાક અને પાણી સાથે ન લેવાં ભોજનની પહેલાં કે ભોજન કરતાં કરતાં પાણી લેવું નહિં. ખોરાક લેવાથી પાચકરસ મંદ પડે છે. આથી પાચનમાં મંદતા આવે છે. અને ગેસની સાથે મળ આંતરડામાં ભરાઇ જાય છે. કબજિયાત દૂર થાય છે.

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 26/02/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 02/04/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 21/02/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 14/03/2022

aasthamagazine

Speed News – 30/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

પાચનતંત્ર માટે આદુ-સૂંઠ ફાયદાકારક

aasthamagazine

Leave a Comment