સુખી જીવન જીવવાનું ગણિત
Aastha Magazine
સુખી જીવન જીવવાનું ગણિત
એક્સકલુઝીવ સોશ્યિલ સ્ટોરી

સુખી જીવન જીવવાનું ગણિત

અત્યારનાં પૂરેપૂરા વ્યવસાયી કરણ થઇ ગયેલા આપણાં જીવનમાં 24 કલાક ચારે તરફથી જાત જાતની જાહેરાતો, માનવમન પર આક્રમણ કરતી રહે છે. ટી.વી. દ્વારા ઠલવાતી આ ધંધાદારી જાહેરાતો લોકોનાં મગજમાં એવું ઠસાવવા પ્રયત્ન કરે છે કે જો તમે આ ગાડી, બંગલા, આભૂષણો, મોબાઇલ, ટી.વી. જેવી ચીજ વસ્તુઓ ખરીદશો તો તમે તમારા જીવનમાં સુખી થઇ જશો. સમાજમાં એક મોભો વધશે. આ રીતે સૌનાં જીવનને સુખી, વૈભવી, બનાવવાની જાણે એક જાતની હોડ જ લાગી ગઇ છે. પણ શું ખરેખર આપણે આટલી બધી ભૌતિક વસ્તુઓનો ખડકલો કરવાથી સાચા અર્થમાં મનથી સુખી થયા છીએ ખરા ? આ પ્રશ્ર્ન પોતાની જાતને પ્રમાણિકતાથી કરવા જેવો છે.
આપણે કારકિર્દી બનાવવા સંઘર્ષ ખેડીએ, મહેનત કરીએ છીએ પછી સાધન, સગવડો પ્રાપ્ત થતાં આપણે એમ માનતા થઇએ છીએ કે આપણે આપણાં પાડોશી કરતાં, બીજા કરતાં, આપણે વધારે સુખી થઇ ગયા. પણ વાસ્તવમાં આ એક જાતનો ભ્રમ જ છે. આપણી જાત પ્રત્યે છલના છે. આપણે જો ભીતર તરફ દ્રષ્ટિ કરશું એક ખાલીપો નજરે ચડશે. પેલા ભીખારીનાં કાણાં પાત્રની જેમ. બહાર ગમે તેટલી સમૃદ્ધિ ભેગી કરીએ પણ અંદરથી તો ખાલીનાં ખાલી જ રહેવાના.
સાચા અર્થમાં સુખી થવું એ એક ધ્યાન માંગી લે, તેવી કળા છે. તમે તમારા જીવનથી કેટલા ખુશ છો કે ખુશ કરી શકો છો. એ તમારા પસાર થતા જીવન પ્રત્યે કેવો દ્રષ્ટિકોણ રાખો છો. તેના પર આધારીત છે. તમે તમારા હાલનાં જીવનથી કેટલા સંતુષ્ટ છો. એ તમારી પાસે કેટલી ભૌતિક સુખ સાધનો છે.
તેના પરથી નકકી નથી થતું પણ એક વ્યકિત તરીકે પરિવાર તથા સમાજમાં કેવો ઉમદા સ્વભાવ રાખો છો, કેવો વ્યવહાર કરો છો તેના પરથી સુખનો આંક નક્કી થાય છે. એ આંક ઊંચો લાવવા માનવીય સદગુણો, ચારિત્ર્યનો વિકાસ કરવાનો રહ્યો. સુખનું સાચું કારણ બાહ્ય સંજોગો નહિં પણ તમે તમારો આંતરિક સ્વભાવ કેવો કેળવેલો છે તેના પર આધાર રાખે છે.
મનુષ્યનાં દુ:ખનું સૌથી મોટું કારણ ભીતરની વિશાળતાનું અજ્ઞાન છે. જયાં સુધી અંતરનું તથા બાહ્ય જગત વચ્ચેનું સંપૂર્ણ સમતુલન નહિં જળવાય ત્યાં સુધી વ્યકિત સાચા અર્થમાં સુખની અનુભૂતિ થવી મુશ્કેલ છે.
જીવનમાં સુખ કાયમ નાના મોટાં જુદા જુદા રૂપે આવતુ હોય છે, પણ તેની આપણે નોંધ લેતા નથી. જયારે નાના અમથા દુ:ખ પણ અળખામણાં લાગતા હોય છે. આપણાં દુ:ખની થાળીમાં કોઇ ભાગ પડાવી જશે એની ચિંતા હોતી નથી, જે કંઇ ઝૂંટાઝૂટ હોય છે, તે સુખની થાળી માટે જ હોય છે.
જો કે દુન્યવી સુખની શોધ, દુ:ખ પ્રાપ્તિમાં પરીણમે છે. કયારેક વધુ સુખની આકાંક્ષા, દુ:ખનું જ કારણ બને છે.
આમ જુઓ તો સુખ એ વ્યકિતગત ભાવના છે. સાંસારિક વ્યકિત-વ્યકિતએ અલગ અલગ સુખોની ઇચ્છા હોય છે. મોટે ભાગે સુખ અને ઉતેજનાને એક સમજવાની ભૂલ કરવામાં આવે છે. ઉત્સવ ખુશીનું વાતાવરણ અનુકુળ સંજોગોમાં જ સુખ આપે છે, જયારે આનંદ પ્રસન્નતાનું ભાન હંમેશા કાયમ સ્થિર રહે છે. જે પ્રતિકૂળ, અને અણગમતા સંજોગોમાં એમની એમ રહે છે.
સામાન્ય રીતે માનવ મનનો એક સ્વભાવ હોય છે કે એ જયાં પણ જવું પણ ઇન્દ્રિયગત સુખ મળે છે તેને વારંવાર પાછું મેળવવાનો તેને વધુ લંબાવવાનાં વલખાં મારે છે ત્યારે અંતે તો એ સુખ ક્ષણ-જીવીજ નીવડે છે. જેને દુ:ખમાં ફેરવાતાં વાર નથી લાગતી.
સાચું સુખ તો સત્કર્મો કરવાથી . બીજાનાં ભલા વિષે વિચારવાથી
કે કમજોર લોકોનાં હાથ પકડવાથી, આડ પેદાશ રૂપે જ આવતું
હોય છે.

Related posts

Speed News – 14/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

અભિમાન : ભાન ભૂલાવે

aasthamagazine

મોટા ભાગના લોકો આજે વહેમના સુખમાં જીવે છે

aasthamagazine

બાળકોની જીદ અને તેનું વર્તુણુક..

aasthamagazine

રેતીની જેમ સરી જતો સમય

aasthamagazine

કિંમતી મત કોને ?

aasthamagazine

Leave a Comment