



દેશમાં હાલમાં ઉપરથી નીચે સુધી તમામ લોકોને સ્પર્શતી અને લોકોના જીવન ઉપર પડતી સીધી અસર એટલે હાલની મંદી જવાબદાર ઠેરવી શકાય તેમ છે. હાલમાં વિકાસ આંકો બે ટકા સુધી ઘટી ગયા છે. એમ ઇકોનોમિસ્ટનું કહેવું છે. રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં કરાયેલા ઘટાડાને જોતા વર્ષના પાછલા છ મહિનામાં વિકાસ દર વધવાની તેમને અપેક્ષા વ્યકત કરી હતી. 2019 ના ફેબ્રુઆરીથી રિઝર્વ બેન્કે રેપો રેટમં 135 બેઝિસ પોઇન્ટ સુધીનો ઘટાડો કરીને 5.15 ટકા પર લાવી દીધો છે. આ ઉપરાંત કોર્પોરેટ ટેકસમાં ઘટાડો કરીને પણ ભારત સરકારે વિકાસને ગતિ આપવાના પગલા ભર્યા છે. ઇન્વેસ્ટમેન્ટ અને નિકાસ લાંબા સમયથી ઉતરોત્તર ઘટતા જાય છે. પરંતુ મંદી એક ચિંતાનો
વિષય છે.
હાલની મંદી લાંબી ચાલી છે. એમ ઇકોનોમિસ્ટે જણાવ્યું હતુ.ં અને વધુમાં જણાવ્યું હતું કે નોટબંધી વખતના પડકારો અને 2008 ની નાણાંકીય કટોકટી કરતા પણ તે અલગ છે. 2008 ની કટોકટી પ્રકારમાં કામચલાઉ હતી. દેશનો આર્થિક વિકાસ દર જુન ત્રિમાસિકમાં પાંચ ટકા સાથે 6 વર્ષની નીચી સપાટીએ રહ્યો હતો. ભારતની આર્થિક મંદીમાં 40 ટકા જવાબદાર વૈશ્ર્વિક વેપાર છે. જયારે ઉપભોગ મંદી 30 ટકા જવાબદાર છે. અને બાકીની આર્થિક મંદી માટે નાણાંભીડ કારણભૂત રહી છે.
હાલની આર્થિક મંદી દરેક લોકોના જીવનને સ્પર્શતી સાબીત થઇ રહી છે. જે આરપાર દેખાતી નથી પરંતુ અસરકર્તા છે. આપણે જોઇએ તો દિવાળી પૂર્વે ટેકસટાઇલના બજારમાં સુસ્તીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ગ્રાહકોથી છલકાતા તમામ માર્કેટો સુસ્ત રહ્યા હતા. તો બીજી તરફ સોનાની બજારમાં પણ દર વર્ષની સરખામણીએ 25 ટકા જેટલી જ ઘરાકી જોવા મળી હતી. કાપડ બજારમાં સુત્રોના જણાવ્યાનુસાર દિવાળી પહેલાં બજારની સ્થિતિ ખરાબ હતી. કાપડના ભાવ ઊંચા મથાળેથી 25 ટકા જેટલા તૂટી ગયા હતા. છતાંયે પણ ઘરાકી જોવા મળી ન હતી. કાપડ માર્કેટમાં પણ વધુ એક પ્રશ્ર્ન વેપારીઓ માટે ચિંતાજનક સાબિત થઇ રહ્યો છે કે, સિન્થેટીક યાર્નના ઉત્પાદનના ક્ષેત્રની કંપની રેયોનના કામકાજમાંપણ 25 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ચીનમાંથી આવતી નિટિંગની આઇટમ્સ સ્થાનિક બજારોની માર્કેટ તોડી નાંખી છે. ઉત્પાદકોના માલ છોડીને કેટલાક લોકોએ ચીનના માલની આયાત કરવાનું ચાલુ કરી દીધું છે.
આ વર્ષે જોવા જઇએ તો માર્કેટ મુજબ 30 થી 35 ટકા દરેક ધંધામાં ઓછી ઘરાકી જોવા મળી હતી.
જીએસટીના કારણે વેપારીઓને ધંધામાં ફટકો લાગવાથી પણ ઘણી મંદી જોવા મળી રહી છે. તાજેતરમાં જીએસટી ઇનપુટ ટેકસ ક્રેડિટ માટે કરવામાં આવેલી નવી જોવાઇનો વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ નવી જોગવાઇ બિલકુલ યોગ્ય નથી. અને તેના કારણે વેપાર ધંધાને ફટકો લાગવાની દહેશત ઊભી થઇ છે. આ અંગે વેપારીઓ દ્વારા સરકારમાં રજૂઆતો પણ કરવામાં આવી હતી.
તાજેતરમાં જીએસટી કાઉન્સીલે નોટિફીકેશન જારી કરીને જીએસટીના કાનૂનમાં નવો સુધારો દાખલ કર્યો છે. તેમાં જણાવ્યું છે કે વેંચનાર વેપારી વેચાણ કરેલી ચીજવસ્તુના બિલ તથા ડેબિટ નોટ નિયમિત રીતે અપલોડ નહીં કરે તો માલ ખરીદનાર વેપારીને તેની એલિજિબલ ક્રેડિટની 20 ટકા રકમ જ બાદ મળી શકશે. બાકીની 80 ટકા રકમ 100 દિવસ સુધી અટવાઇ જશે. આનવી જોગવાઇ નવી સમસ્યાને જન્મ આપનારી છે.
એક તો બજારમાં મંદી છે એવામાં આ જોગવાઇ નવી બેરોજગારી ઉત્પન્ન કરે તેવી શકયતાઓ છે.
આ જોગવાઇ દૂર કરવા વેપારી આલમ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. આ જોગવાઇની અસર નાના વેપારી પાસેથી શા માટે માલ ખરીદે ? આવા કેસમાં તે મોટા વેપારી પાસે માલ ખરીદવા જતો રહે તો નાના વેપારીના ધંધામાં ફટકો લાગે તેવી શકયતાઓ નકારી ન શકાય.
આમ જોવા જઇએ તો સુરત હિરા માર્કેટમાંથી મોટાભાગના કારીગરો પોતાના વતન યુ.પી.,બીહાર તેમજ અન્ય રાજયોમાંથી આવી રોજગારી પ્રાપ્ત કરતા હતા. તેઓ પણ મોટાભાગના હીરાઘસુ કારીગરો પોતાના વતન ભણી રવાના થઇ ગયા છે. જોયતા પ્રમાણમાં કામ ન મળતું હોવાના કારણે તેમજ આર્થિક સંકટને કારણે ઉપરાંત એમ્બ્રોડરી તેમજ કાપડ ઉદ્યોગમાં ભયાનક મંદી ના કારણે મિલ માલિકો ઉપરાંત ફેકટરી માલિકો પણ આર્થિક તંગી ના કારણે મજૂરોને છૂટા કરી રહ્યા છે. સુરત માં કાપડ તેમજ હીરા ઉદ્યોગ પડી ભાંગવાની તૈયારીમાં છે ત્યારે સૌથી વધુ અસર આ માર્કેટને નોટબંધી તેમજ જીએસટી પછી અસર જોવા મળી છે.
તદઉપરાંત સૌરાષ્ટ્રનું વેપાર હબ ગણાતું મોરબી કે જેમાં સિરામિક તેમજ ઘડિયાલ નું મોટા પાયે ઉત્પાદન થતું હતું. તે હાલમાં મંદીના ભરડાના કારણે મૃતપાય થવાની તૈયારીમાં છે. મોરબીના સિરામિક તેમજ ઘડિયાલ ના ઉદ્યોગની સ્થિતિ ગંભીર છે. સરકાર દ્વારા આ ઉદ્યોગો ઉપર ધ્યાન નહીં આપે તો ઉદ્યોગની સ્થિતિ વધુ બગડવાની તૈયારીમાં છે. હાલમાં મોરબીના આ બન્ને ઉદ્યોગોને મંદીએ ભરડો લઇ લીધો છે ત્યારે નોટબંધી અને જીએસટી પછી ઘડિયાળ ઉદ્યોગમાં સુસ્તી જોવા મળી રહી છે. ઘડિયાળ તેમજ સિરામિક ઉત્પાદકો હાલમાં અત્યંત મંદી તેમજ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલમાં શ્રમીકોને પૂરતા પ્રમાણમાં કામ ન હોવાના કારણે મજૂરોને પણ છૂટા કરવા પડી રહ્યા છે. ઉપરાંત પૂરતા દિવસનું કામ નહિં મળતા મજૂરોની પણ સ્થિતિ ખરાબ થઇ રહી છે.
હાલમાં મંદીના કારણે મજૂરોને પણ પૂરતા પ્રમાણમાં ઘર ચલાવી શકે તેટલું કામ નથી મળી રહ્યું. કુલ ઉત્પાદનમાં પ0 ટકા જેટલો કાપ મૂકી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે જીએસટી લાગુ કર્યા પછી 18 ટકા જેટલો જીએસટી લાગુ કરાયો છે. આ ટેક્ષ સ્લેબના કારણે મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. અને છેલ્લા બે વર્ષના સમયગાળામાં વધુ મંદી ભરડો લઇ ગઇ છે. હાલમાં અનેક પરિવારોમાં પૂરતા કામ ન મળતા હોવાના કારણે બજેટ ખોરવાઇ ગયા છે. અને વધુ ને વધુ લોકો બેરોજગાર બની રહ્યા છે.
હાલમાં મોરબી ઘડિયાળ ઉદ્યોગમાં 40 થી પ0 ટકા જેટલો મંદીનો માહોલ સર્જાઇ ગયો છે. કુલ ઉત્પાદન નું અડધો અડધ ઉત્પાદન ક્ષમતા બચી છે. છતાં પણ મોરબીના ઉદ્યોગકારોનું કહેવું છે સરકાર જલ્દી થી જલ્દી વૈશ્ર્વિક મંદીનો સામનો કરવા માટે કોઇ નકકર પગલા ભરે તો આ મંદીની અસરમાંથી બહાર નીકળી શકીશું. મોરબીમાં પુરુષો ની સાથે સ્ત્રી રોજમદારો પણ કામ કરતા હતા જે મહિલાઓ ઘર ચલાવતી હતી અને મદદગાર થતી હતી તે મહિલાઓને પણ હાલની મંદીને કારણે છૂટા કરવામાં આવી રહી છે. વર્તમાન નાણાં વર્ષના ઓકટોબર સુધીમાં સરકારની સીધા વેરા માફરતની વસૂલીમાં વૃદ્ધિ મંદ પડીને ગયા નાણાં વર્ષના આ ગાળાની સરખામણીએ 3.50 ટકા રહેતા સરકારની ચિંતામાં વધારો થયો છે. વર્તમાન નાણા વર્ષમાં સીધા વેરા મારફત વસૂલીમાં 17.50 ટકાનો લક્ષ્ય રખાયો છે.
વૃદ્ધિ મંદ પડવા માટે અનેક કારણો જવાબદાર છે. આર્થિક મંદી ઉપરાંત કોર્પોરેટ ટેકસમાં ઘટાડાને પરિણામે આ સ્થિતિ જોવા મળી રહી છે. બજેટ અંદાજ સિદ્ધ કરવો હશે તો વર્તમાણ નાણા વર્ષના બાકીના સમયગાળામાં 30 ટકા જેટલો વધારો થયો છે. આર્થિક મંદીને કારણે સરકારની જીએસટી મારફતની આવક ઘટી છે.
દેશમાં આર્થિક મંદીને કારણે નાણા પ્રધાને કોર્પોરેટ ટેકસ 30 ટકા પરથી ઘડાટી 22 ટકા કર્યો હતો. સરચાજ4 તથા સેસ સાથે મળીને અસરકારક દર 35 ટકા પરથી ઘટીને 25.17 ટકા આવી ગયો છે. કોર્પોરેટ ટેકસમાં ઘટાડો કરવાના સરકારના નિર્ણય જુલાઇમાં રજુ કરેલા સખત બજેટમાંથી ફંટાવા બરાબર છે. બજેટમાં કેન્દ્ર સરકારના રાજકોષિય ખાદ્ય 3.40 ટકા પરથી ઘટાડી 3.30 સુધી સીમિત રાખવાનો લક્ષ્યાંક રખાયો છે.
આર્થિક મંદીના કારણે કોર્પોરેટ કંપનીઓ દ્વારા પણ નાણાંબોજ ના કારણે આ વર્ષે ગીફટ માં કોસ્ટ કટિંગનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો. ગીફટ અને આર્ટીકલ્સનો સૌથી મોટો ભાગ કોર્પોરેટ કંપની ઉપર આધારિત હોય છે. કોર્પોરેટ કંપની દ્વારા મિઠાઇ, ચોકલેટ, ડ્રાટફુટ વગેરે આઇટમો દિવાળીમાં ગીફટ આપવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે તેમાં પણ કાપ જોવા મળ્યો હતો. આ જોવા જઇએ તો કોર્પોરેટ ક્ષેત્ર પણ નાણાંભીડનો સામનો કરી રહ્યું હોવાનું સાબિત થઇ રહ્યું છે. સરેરાશ જોવા જઇએ તો મોટી મોટી કંપનીઓ દ્વારા કર્મચારીઓને આપવામાં આવતી ગીફટ તેમજ ઘરવપરાશની ચીજવસ્તુઓ તેમજ બોનસ, વધારાના ખર્ચ તે દરેક બાબતમાં કંપનીઓ દ્વારા કાપ મુકવામાં આવ્યો હતો. જેના કારણે કર્મચારીઓ પણ દિવાળીનો પર્વ સારી રીતે ન ઉજવી શકયા હતા.
તદઉપરાંત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના જણાવ્યાનુસાર આર્થિક મંદીના કારણે આ વર્ષે લોકો પોતાના શહેરની આસપાસ જ ફરવાનું પસંદ કરી રહ્યા હતા અને બહારગામ કે આઉટ ઓફ સ્ટેટ તેમજ વિદેશ યાત્રા પણ બંધ જેવું જ હતું. તેમાં પણ પ0 ટકા જેવી મંદીની અસર જોવા મળી રહી હતી. દર વર્ષની માફક આ વર્ષે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની ને જોઇતા બુકિંગ ન મળ્યા હતા. તેના કારણે હોટલ અને ફાસ્ટફુડ કંપનીને પણ સીધી અસર જોવા મળતી હતી. આ આર્થિક સંકટ દરેક નાગરિકોને સીધી તેમજ આડકતરી રીતે સામનો કરવો પડી રહ્યો છે. તમામ લોકો આ આર્થિક મંદી જીએસટી અને નોટબંધીને જવાબદાર ગણી રહ્યા છે. ભૂ.પૂ. વડાપ્રધાન મનમોહન સિંહે મહારાષ્ટ્રની ચૂંટણી રેલીમાં જણાવ્યું હતું કે વર્તમાન સરકાર પર દેશની કંગાળ આર્થિક સ્થિતિ માટે યુપીએ પર દોષનો ટોપલો ઢોળવાનું ઝનૂન સવાર છે. પરંતુ તે આર્થિક સમસ્યાનું સમાધાન શોધવામાં નિષ્ફળ છે. દેશમાં છેલ્લા પાંચ વર્ષથી તમારી જ સરકાર છે અને પ્રત્યેક આર્થિક સમસ્યાનો યોગ્ય ઉકેલ માટે લગભગ સાડા પાંચ વર્ષનો સમય પૂરતો હોય છે. મનમોહન સિંહે જણાવ્યું હતું કે સરકારની ઉદાસીનતાથી ભારતની આર્થિક મંદી ઉપર અસર પડી છે. ફુગાવો નીચો રાખવામાં ખેડૂતો ઉપર સંકટ, આયાત નિકાસ નીતિથી પણ આર્થિક સમસ્યા ઊભી થઇ રહી છે. મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાં પણ આર્થિક સંકટ જોવા મળી રહ્યું છે. અનેક ઉદ્યોગ એકમો બંધ પડી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારામને દેશમાં જાહેર ક્ષેત્રની બેન્કોની કંગાળ સ્થિતિના મુદ્દે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને આરબીઆઇના ભૂ.પૂ. ગર્વનર રઘુરામ રાજનને જવાબદાર ઠેરવ્યા હતા. તેના જવાબદમાં જણાવ્યું હતું કે પાંચ વર્ષના સમયગાળામાં દેશની સ્થિતિ સુધારવા માટે પુરતો સમય ગણી શકાય તો પણ શા માટે નથી સુધરતી ? તમે માત્ર યુપીએને જવાબદાર ઠેરવીને દેશની સમસ્યાનો ઉકેલ લાધી શકો નહીં. તેમણે જણાવ્યું કે ભારતને પ ટ્રિલીયન ડોલરનુંઅર્થતંત્ર બનાવવા માટે 10 થી 12 ટકા ગ્રોથ રેટ જોઇએ. પરંતુ ભાજપના શાસનકાળમાં વુદ્ધિદર વર્ષો વર્ષ ઘટી રહ્યો છે. દર વર્ષે ઘટી રહેલા વિકાસદરને કારણે ભારતને 2024 સુધીમાં પાંચ ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનો લક્ષ્ય હાંસલ થઇ શકશે નહીં.
તે ઉપરાંત ભૂ.પૂ. વડાપ્રધાન મનમોહન સિંહે કબૂલ્યું હતું કે તેમની સરકારે પણ કેટલીક ભૂલો કરી હતી. એનઆરસી મુદ્ે કહ્યું કે તેઓ એનઆરસીના વિરોધી નથી, પરંતુ આપણો કાયદો મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ લીધેલા રેટ કટના બગલાં તેમજ કોર્પોરેટ ટેક્ષ કપાતનાપગલાં છતાં બજારમાં મંદીની અસર ઓછી થઇ નથી. જયાં સુધી પાયામાંથી ફેરફારના પગલા નથી લેવાતા ત્યાં સુધી સુધારો થાય એવું દેખાતું નથી. આર્થિક નીતિઓમાં ફેરફાર કરીને સુધારણા માટેના કડક પગલાં જ આર્થિક કટોકટીને પહોંચી વળી શકે. બજેટમાં નાણામંત્રીએ 12 ટકા ગ્રોથનો અંદાજ રાખ્યો હતો. ફુગાવાનો દર પણ ચાર ટકા રહેશે એવો અંદાજ હતો તેમનો ટાર્ગેટ આશાવાદી રહ્યો હતો.
તેમના પ્રથમ બજેટમાં લોકોને હતાશા મળી હતી. કોર્પોરેટ કંપની તેમજ વેપારીઓ પણ નિરાશ થયા હતા. જંગી એનપીએ વગેરેના કારણે મંદીની ઝાળમાં આવી ગયા છે. બેંકોના પૈસા ન ચુકવતા ભાગેડુ, દેવાળીયાઓ, કૌભાંડીયાઓ દ્વારા કરાયેલા કરોડોના કૌભાંડોના કારણે આર્થિક તંત્ર નબળુંપડતું જાય છે. વર્તમાન ગ્રોથ પાંચ ટકા આવતાં જ આરબીઆઇ દોડતી થઇ ગઇ છે. વૈશ્ર્વિક મંદી જ માત્ર જવાબદાર ન ગણી શકાય. વૈશ્ર્વિક મંદીની અસર તો માત્ર 0.5 ટકા જ પડી છે. યુપીએ સરકારની બીજી ટર્મમાં બેંકોમાં ચાલેલી લૂંટના કારણે જંગી એનપીએનો બોજો સરકાર પર પડયો હતો. સરકારને ગ્રોથની આડે મોટો અવરોધ એનપીએનો છે. જેની આર્થિક સફળતા વિશે બહુ વાતો થાય છે.
બેંકોના એનપીએના કારણે બેંકોમાં આવવો જોઇતો નાણાનો ફલો અટકી ગયો છે. જે ફલો નીચે પહોંચી ગયો છે. જેના કારણે આર્થિક ભારણ વધતું જાય છે.
જોવા જઇએ તો કરે કોક ને ભોગવે કોક જેવી સ્થિતિ સર્જાયછે. કેટલાક ખોટ ખાતા એકમો સરકારને મુશ્કેલીમાં મુકી રહ્યા છે. જેમકે એર ઇન્ડિયા જેવા એકમો સરકારે વહેંચી દેવા જોઇએ. હાલમાં જે રિતે કાશ્મીરમાં 370 ની કલમ હટાવી પ્રશંસનીય કાર્ય કર્યું તે જ રીતે આર્થિક સંકટ સામે ઝઝુમવા સરકારે કંઇક હકારાત્મક પગલું ભરવું જોઇએ. તેવી લોકોની મંગ ઉઠી રહી છે.
આર્થિક પરિવર્તન માટે સરકારે જે પગલા ભરવા જોઇએ તે કોઇ અસરકારક પગલા દેખાતા નથી. અને દેશમાં દિવસે દિવસે લોકો મંદીનો સામનો કરી થાકવા લાગ્યા છે. જેમાં નાના વેપારી થી ચાલુ કરીને દરેક નોકરીયાત તેમજ શ્રમીક વર્ગ સુધી આ મંદી ભરડો લઇ ગઇ છે. સાથો સાથ ગુજરાન ચલાવવા માટે પણ ચીજ વસ્તુઓ મોંઘી બનતા દેશમાં હાલત ખરાબ થવાની શકયતાઓ દેખાઇ રહી છે. લોકો દ્વારા ખોટી રીતે કરતા ખર્ચા તેમજ મોજ શોખ તેમજ અન્ય બાબતો પર લગામ આવી ગઇ છે. અને ઘર ઘરમાં એક જ રામાયણ છે કે આર્થિક મંદી હાલમાં બજારમાં કોઇ પાસે કેસ લીકવીડીટી ખતમ થતી જાય છે. અને જેની પાસે કેસ લીકવીડીટી છે તે લોકો નોટબંધી પછી કાઢતા પહેલા વિચાર કરી રહ્યા છે કે દેશમાં કોઇપણ સમયે આર્થિક સંકટ તેમજ કોઇપણ કાનૂન પસાર થઇ શકે છે ત્યારે અમો અમારી સલામતી માટે જલ્દીથી કેસ લીકવીડીટી કાઢીશું નહીં.
આર્થિક સંકટના કારણે એક બીજા વેપારીઓની વિશ્ર્વસનીયતા માં પણ ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. કોઇ વેપારી નવા સાહસો કરવાનું ટાળી રહ્યા છે. બજારમાં સર્વત્ર ખરીદશકિત ઘટી રહી છે.
દેશમાં હવે સમય આવી ગયો છે કે બેરોજગારી, આર્થિક સંકટ દૂર કરવાનો વધુમાં વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થાય અને આર્થિક તંગી દૂર કરી શકાય તેવા નિર્ણયો સરકાર દ્વારા લેવાય તો ભારત દેશમાં એક નવો સોનાનો સૂરજ ઉગશે. નહીં તો દેશનો વિકાસ માત્ર બહારથી જ વિકાસ દેખાશે. અંદરખાને દેશ આર્થિક સંકટ સામે ઝઝૂમતા ઝઝૂમતા થાકી જશે. અને લોકોના માનસ ઉપર સીધી અસર પહોંચશે.