



(રાજેશ એચ ત્રિવેદી-મો. 98980 27514)
અભિમાન, અહંકાર, અહમ ત્રણેય શબ્દો આમ તો એક જ કહેવાય, મળતા આવતા શબ્દો છે. (એક બાપના ત્રણ દિકરા) દરેક માનવીમાં થોડા ઘણા અંશે ઉકત શબ્દોને પોતામાં રાખ્યા જ હોય છે. જેનામાં ઓછું તે સારો અને ના હોય તો તે ઉત્તમ માં ઉત્તમ આવા મહામાનવ વિરલ વ્યકિત મહદ અંશે જ જોવા મળતી હોય છે. માનવીએ ખાસ ધ્યાન રાખવું જોઇએ આવા રાક્ષસી અંશો આપણા જીવનમાં ન આવે.
ઇતિહાસ અને શાસ્ત્રો ગવાહી પૂરે છે કે જેણે જેણે આવા તત્વો પોતાના જીવનમાં રાખ્યા છે તેની હાલત બદતર થી પણ બદતર થઇ છે જેમકે દુર્યોધન અહંકારમાં ચિર આંધળો હતો તે તેમના ભાઇઓને રાજ પાઠ માંથી તષુંભાર પણ કઇ આપવા માગતો ન હતો. માટે ભયંકર યુદ્ધ થયું સંપૂર્ણ કૌૈરવ કુળનાશ પામ્યું. કારણ અહંકાર. આ તમામ બાબતોથી તો રાજા રાવણનું પણ ન હોતું રહ્યું. (પરંતુ રાવણ તો પરમ શિવના ઉપાસક હતા) આ બધી વાતો હજારો વર્ષો પૂર્વેની કે જયારે સતયુગ કહેવાતો હતો ત્યારે પણ અહંમ, અભિમાન, અહંકાર હતા. તો અત્યારે તો ઘોર કળિયુગ યુવાવસ્થામાં આવી ગયો છે. કોઇને પૈસાનું અભિમાન ? કોઇને સત્તાનું અભિમાન ? કોઇને રૂપનું અભિમાન ? કોઇને કાઇ ના હોય તો પણપતો કઇક છે ? તેવું અભિમાન. આ બધી વસ્તુ જયારે લોકોની વચ્ચે ચલીત થાય છે ત્યારે માણસ સમજી જાય કે આ ભાઇને અભિમાન અહંકારનો પારો માનસ પટ પર સ્થાપીત થઇ ચૂકયો છે. કોઇ બોલે નહીં પણ સમજે બધા જ. કોઇ પાસે પૈસા હોય. સત્તા હોય, તેની કોઇને ખબર ન પડે તે પણ ખોટું કહેવાય. પણ તે હોદો સત્તા બીજાને કામ લાગે. કોઇ સંસ્થાના હોદેદાર હોેય, સારી જગ્યા પર પ્રસ્થાપિત થયેલ હોય અને લોકોને ઉપયોગી થાવ તો લોકો તમારી સારી વાત કરે કહે કે આને જરા અભિમાન નથી, ઉપયોગી માણસ છે કેટલો સારો માણસ છે. તેવી વાત કરે, તમારા ગુણગાન ગાય તે અભિમાન આપણને ચડયું ન કહેવાય, આપણો પ્રભાવ દીપી ઉઠયો કહેવાય. આજે સૌથી સારી વાત કહું તો આપણા સૈન્યના જવાનોની, જવાનો ટાઢ તડકો, વરસાદ સહન કરે ઉપરાંત દુશ્મન દેશોની બોર્ડર પર ચોકી કરીને આપણને અને આપણા રાષ્ટ્રને સુરક્ષીત રાખે કયારેય પીઠ બતાવતા નથી. ભયંકર તાકાતવર છતાં કોઇપણ જાતનું એક પણ સૈન્યને અભિમાન નથી.
આ નવ જવાનોનુ આપણમે અભિમાન છે. અરે ભાઇ, સૈન્યમાં કેવી નમ્રતા જુવો તો ખરા ! આપણને એવું અભિમાન હોવું જોઇએ કે આપણો દેશ ઋષિ મુનિઓનો, સાધુ સંતોનો વ્યકિતગત સ્વાર્થની બદલે રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપીશું. રાષ્ટ્રધ્વજ એ અમારું ગૌરવ છે અમારો દેશ વિશ્ર્વમાં ઉચ્ચ સંસ્કૃતિ ધરાવે તેવું અભિમાન આપણામાં હોવું જોઇએ. ઉચ્ચતાની આદર્શની વાત કરવી લખવી અને અમલમાં મુકવી. તે ઘણી અઘરી બાબત છે. માનવી વિચારે કે આ વિશાળ દુનિયામાં હું શું ? મારું સ્થાન શું ? હું કેવો ? તો પણ ચડેલું અહંમ, અભિમાન ઉતરી જાય માત્ર તમારે તમારું સ્થાન શું છે ? તે મનમાં કાયમ યાદ રાખો તો પણ ઘણું.
સમગ્ર બ્રહ્માંડમાં આપણે સૂર્ય અને ચંદ્ર જોઇ શકીએ છીએ તે જોજનો માઇલ દૂર પૃથ્વીથી છે. ઉપરાંત આ બ્રહ્માંડમા અનેક મોટા ગ્રહો ઉપલબ્ધ છે છતા તે આપણે નરી આંખે જોઇ શકતા નથી કારણ શું ? આપણને દિગ્ગજ કથાકારો કહે છે. આ વિશાળ કક્ષની પૃથ્વી માં ખંડ માં દેશ અને દેશમાં પણ ભારત, ભારતમાં જુદા જુદા રાજયો તેમાં ગુજરાત અને તેમાં અનેક જિલ્લા શહેર અને તેમાં આપણું તમારું ગામ શહેર કે જિલ્લો કે તાલુકો આ વિશાળ બ્રહ્માંડમાં તારું મારું સ્થાન કયાં છે ? તે તમે સમજો ? કુદરતે ટાઢ, તડકો, ગરમી, વરસાદ, વનસ્પતિ, નદી,જંગલ, નાળા વગેરે ધરતી પર છે તે તેના સમયે કુદરતી પ્રક્રિયા પ્રમાણે કાર્ય કરે છે. આપણે માનવી પણ કુદરતનાં ઘરતીનાં જ અંગ છીએ છતાં ભગવાનની જરૂરી કુદરતી ક્રમ સાથે આપણે ચાલતા નથી અને જે ચાલે છે તેને આપણે આવરણ રૂપ અટકાવ કરીએ છીએ કારણ અભિમાન આપણે આપણા અસ્તિત્વનો ખ્યાલ રાખીએ તો તો અહંકાર નહીં ચડે, આપણને એવું હોય છે હું કરું તે જ સાચું, હું છું તો જ ચાલશે. આપણે આપણી જાતને વધારે જ્ઞાની માનીએ છીએ અરે ભાઇ તમારા મારા કરતા અન્ય લોકો ખૂબજ હોશિયાર અને ચતુર હોય છે તેને સાથે રાખ તેને માન સન્માન આપો આપણા રાષ્ટ્રમાં જયારે વડાપ્રધાન નહેરુ પછી કોણ તે પ્રશ્ર્ન ઉપસ્થિત થયો પરંતુ ત્યારબાદ અતિ સાદા અને નાના કદના લાલબહાદુર શાસ્ત્રી આવ્યા તે વિચારક, વિરાટ માનવી સ્થાપિત થયા. આજે પણ રાષ્ટ્ર તેને યાદ કરે છે. કદી અહમ અભિાન ન કરવું. આપણા વારસદારોનું શું થશે આપણા કામધંધા, નોકરીમાંથી બચત ઉભી કરી વારસદારો માટે સંપતિ ઉભી કરીએ છીએ તે પણ સીધા માર્ગે થી હોય તો સારું.
અહમ મારી પાસે કેટલું છે ? હું સધ્ધર, હું મહાન બીજા કરતા હું હોંશિયાર છેલ્લે વાત કરીએ તો સાચો ધર્મ જાણી. સંસ્કાર ધર્મ આધારિત કુદરતનો ડર રાખી, કુદરતી સાચા નિયમોનું જતન કરવું દરરોજ ભગવાનની યોગ્ય સમયે પૂજા પાઠ ધ્યાન કરવા સમાજમાં પરિવારમાં, રાષ્ટ્રમાં આપણી શું જવાબદારી છે તે જાણી નિભાવવાનો પ્રયત્ન કરવો. અન્ય લોકો કરતા હું સારો, હું ચડિયાતો, મારાથી જ આ થાય. હું જ કરી શકું ?
હું હું નો ખ્યાલ હંમેશા મનમાંથી દૂર કરવો અને રાખશો તો જ અહમ, અભિમાન અહંકાર આપણાથી દૂર રહેશે આપણે આપોઆપ સ્વમાન પ્રાપ્ત કરીશું. કહેવત છે કે જેનામાં અહમ તે વ્યકિત જાણે અજાણે વેરથી ભરપૂર બની જતો હોય છે.