



ગુજરાતમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર રીતે ઘટાડો થતાં હવે સ્કૂલ-કોલેજો શરૂ કરવા અંગે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનું નિવેદન આપ્યું છે. અહેવાલો મુજબ અમદાવાદમાં GLS યુનિવર્સિટીમાં યુનિવર્સિટી અને ઓટો મોબાઇલ કંપની વચ્ચે આયોજિત BBA અભ્યાસક્રમના MOU કાર્યક્રમમાં તેઓએ જણાવ્યું હતું કે, શાળા કોલેજો શરૂ કરવા મામલે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે જેમાં આ મામલે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવાશે.
ઉચ્ચ સ્તરીય બેઠક બાદ લેવાશે નિર્ણય: શિક્ષણમંત્રી
આ અંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે, પહેલા બોર્ડના વિદ્યાર્થીઓ અને ત્યારબાદ ધોરણ 9,8,7 અને 6 મુજબ શાળા ખોલવા નિર્ણય લેવાશે. ગત વર્ષની જેમ આ વર્ષએ પણ આ બાબતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવશે.