



ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડી ગઈ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 76 કેસો નોંધાયા છે અને સામે 190 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધી કુલ 3,30,500 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 3 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 10067 પર પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 811169 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. કુલ એક્ટિવ કેસો 2527 છે જેમાં 11 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 2516 દર્દી સ્ટેબલ છે.