સસ્તી હોમલોન : બેંકો તેમજ નોન-બેન્કિંગ
Aastha Magazine
સસ્તી હોમલોન : બેંકો તેમજ નોન-બેન્કિંગ
બિઝનેસ

સસ્તી હોમલોન : બેંકો તેમજ નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ વચ્ચેની હરિફાઈ

સસ્તા દરે હોમલોન ઓફર કરી ગ્રાહકોને આકર્ષવાની બેંકો તેમજ નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ વચ્ચેની હરિફાઈ હવે વધુ તીવ્ર બની છે. અત્યારસુધી એસબીઆઈ વ્યાજ દર ઘટાડવાની શરુઆત કરતી હતી, પરંતુ હવે LIC હાઉસિંગ ફાઈનાન્સે અત્યારસુધીના સૌથી ઓછા 6.66 ટકાના દરે હોમલોનની સ્કીમ લોન્ચ કરી છે, જે 30 વર્ષ સુધીનો ગાળો ધરાવતી લોન્સ પર માન્ય રહેશે. આ ઓફર 30 સપ્ટેમ્બર 2021 સુધી માન્ય છે.

31 ઓગષ્ટ 2021 સુધીમાં જેમની લોન માન્ય થશે, અને તેની ફાળવણી 30 સપ્ટેમ્બર 2021 સુધીમાં થશે તે તમામ લોનધારકો આ સ્કીમનો ફાયદો લઈ શકશે. કંપનીના જણાવ્યા અનુસાર, 50 લાખ રુપિયા સુધીની અમાઉન્ટ પર 6.66 ટકાનો રેટ લાગુ પડશે. જોકે, તેના માટે લોનધારકોના CIBIL સ્કોરને ધ્યાનમાં લેવામાં આવશે.

કંપનીનો દાવો છે કે તે અત્યારસુધી ક્યારેય ઓફર ના થયા હોય તેટલા નીચા દરે લોન ઓફર કરી રહી છે. લોન લેવા ઈચ્છતી કોઈપણ વ્યક્તિ Hom Y એપ પર ઓનલાઈન એપ્લિકેશન કરી તેને ટ્રેક કરી શકે છે, તેને ઓફિસે આવવાની પણ જરુર નથી. જોકે, આ ઓફરનો લાભ માત્ર પગારદાર અરજકર્તા જ લઈ શકશે. કંપનીના એમડીના જણાવ્યા અનુસાર, કોરોનાને કારણે લોકો હવે પર્સનલ સ્પેસ ઈચ્છે છે, તો બીજી તરફ આવક પર પણ કોરોનાને લીધે ખાસ્સો ફરક પડ્યો હોવાથી LIC હાઉસિંગ ફાઈનાન્સ સૌથી નીચા દરે હોમલોન ઓફર કરી રહી છે.

હાલમાં એસબીઆઈ, એચડીએફસી તેમજ એક્સિસ અને ICIC જેવી ખાનગી તેમજ સરકારી બેંકો હોમલોન સેગમેન્ટમાં મુખ્ય પ્લેયર ગણાય છે.

Related posts

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 15/03/2022

aasthamagazine

Speed News – 22/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

બેંક સંબંધિત કામ હોય તો પતાવી દેજો, 11 દિવસ બંધ રહેવાની છે બેંકો

aasthamagazine

ગોંડલ માર્કેટ યાર્ડની બહાર મરચાં માટે પાંચ કિમી લાંબી વાહનોની લાંબી લાઈન

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/03/2022

aasthamagazine

Leave a Comment