



સારા વરસાદ માટે રાહ જોવી પડશે, કારણ કે, વરસાદી સિસ્ટમ સક્રિય થઈ નથી. વરસાદની ઘટ વર્તાઇ રહી છે. અત્યાર સુધીનો સરેરાશ 14.54 ટકા વરસાદ નોંધાયો છે. તો ગત વર્ષે પણ 2 જુલાઈ 2020 સુધીમાં 15.90 ટકા વરસાદ નોંધાયો હતો.
સારા વરસાદ માટે મજબૂત સિસ્ટમ પણ જરૂરી છે. અરબી સમુદ્રમાં અથવા તો બંગાળમાં સક્રિય થતી સિસ્ટમ ગુજરાતમાં સારો વરસાદ આપે છે. જોકે, ચોમાસના આગમન દરમિયાન વરસાદ સારો થયો ત્યાર બાદ ગુજરાતમાં વરસાદી માહોલ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થયો. હજી પણ આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. પરંતુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે.અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય નથી અને સિસ્ટમ સક્રિય થયા બાદ સારો વરસાદ થશે.