તો જિંદગી ઉત્સવ બની જશે...!!
Aastha Magazine
તો જિંદગી ઉત્સવ બની જશે...!!
એક્સકલુઝીવ સોશ્યિલ સ્ટોરી

તો જિંદગી ઉત્સવ બની જશે…!!

– ડો. આર કે. ભાવસાર
જે-1 નિગમ એપાર્ટમેન્ટ,
ભાવસાર હોસ્ટેલની પાસે,
નવા વાડજ, અમદાવાદ 380013

સુખી થવાનો રસ્તો બીજાને સુખી કરવા તે છે જીવનમાં સફળ થવું હોય તો સતત સંઘર્ષ કરવો જોઇએ
સુખ એટલે શું ?
અંગ્રેજી જોડણીકોશમાં સુખનો અર્થ આનંદ આપેલ છે. બીજો અર્થ છે આરામ, ચેન ત્રીજો અર્થ છે સંતોષ, તૃપ્તિ જીવનમાં સુખનું પ્રથમ સોપાન શારીરિક સ્વાસ્થ્ય છે. પહેલું સુખ તે જાતે નર્યા. નિરોગી શરીર હોય તો ચોક્કસ સુખ મળે છે. સુખ એટલે પ્રસન્નતા. પ્રસન્નતા એટલે મસ્તી, નિજાનંદ. કબીરે એક જ પંક્તિમાં કહી દીધું કે મન મસ્ત હુઆ ! મસ્થ થવું ટેલે પોતાનામાં જ રમમાણ થવું. સહજતાથી મળે એ સુખ કબીરના પ્રત્યેક પદનો ધ્વનિ આ જ છે. સુખની કામના છોડવાથી જે મળે એ જ સુખ છે.
આ જગતમાં કોને સુખની ઇચ્છા નથી ? પાસ્કલ કહે છે, સુખ આપણી અંદર કે બહાર નથી. આપણું પરમાત્મા સાથે ઐકય સધાય કેવળ ત્યારે જ તે પ્રગટ થાય છે.
દલાઇ લામા કહે છે : આપણા જીવનનો હેતુ સુખી થવું એ જ છે. સુખ દુ:ખ ભૌતિક સ્થિતિ નથી પણ માનસિક સ્થિતિ છે. એરિસ્ટોટલ કહે છે : કોઇપણ સ્થિતિમાં સુખી રહેવું એ કેવળ આપણા પર આધારિત છે. આપણે બીજાનું સુખ જોતાં દુ:ખી થઇએ છીએ અને આમ સહજતાથી મળેલા સુખને ગુમાવીએ છીએ. સુખની સાચે જ કોઇ સ્પષ્ટ વ્યાખ્યા નથી. જે વ્યાખ્યાઓ આવે છે એ વ્યકિતએ વ્યકિતએ જુદી હોય છે. કૃષ્ણએ અર્જુનને કહેોલ એનાથી એ જ્ઞાન મેળવી પ્રસન્ન થયો હતો. આપણેય પ્રસન્ન થઇ શકીએ એમ છીએ. જીવનમાં સુખી થવાના રસ્તા જે માનવી શોધી લે છે એ શાશ્ર્વત સુખી થઇ જાય છે અને એની જિંદગી એક અનેાખો ઉત્સવ બની રહે છે. આપણે સુખી તો જ થઇએ બીજાને સુખી કરીએ. આ પ્રયત્નોનું પરિણામ ખૂબ જ ધ્યાનાકર્ષક બની રહે છે. માણસો સુખી થવા માટે હંમેશા ખુશ રહેવું જોઇએ. મન શાંત રાખવાથી જ સુખનું દ્વાર ખૂલે છે. સુખ બજારમાં વેચાતું મળતું હોય તો પૈસાદાર એને ખરીદત પણ એવું નથી. સુખની સ્થિતિ મનની અંદરથી પ્રભવે છે. સુખનો બહાર લાવવા મનમાં રહેલાં જાળાં અને સંકુચિતતાને હટાવી દેવાં જોઇએ.
જીવનમાં ખોખાંખોળાં કરી સુકને ગોતવાનું છે. ઊંઘની ગોળી લીધા વિના સમયસર નિંદ્રાદેવી આવી જાય એ જોવાનું છે. દિવસ દરમ્યાન હસતા રહીએ. પેટ ખુલાસાબંધ રહે એ પણ સુખ છે. આવા અનેક ઉદાહરણોથી આ લેખ સમૃધ્ધ બનાવાય પણ લેખનેય મર્યાદા હોય છે. આવા સુખ ભોગવીએ તો આપણું અહોભાગ્ય લેખાય !
આપણી હિમાલય જેવડી ભૂલ છે કે સગવડોને આપણે સુખ માનીએ છીએ. અધકચરા જીવનમાં સુખ માણવાની એષણા કે ઝંખના શું છે ? આનંદ, હાસ્ય, પ્રસન્નતાનાં દ્વાર ખુલ્લા રાખીશું તો જીવન જીવવા જેવું લાગશે.
ચેતનાના વૃક્ષ પર પાકેલું ફળ એટલે આનંદ. સુખ જાણાય તો માણીએ, સ્વાથી4 ન બનીએ. તમારો દરેક દિવસ કિંમતી છે. ઢળતી સંધ્યાવેળા સ્વને પૂછો કે તે આજે કોઇને કંઇ આનંદ કરાવ્યો ? ખીલતા પુષ્પોને નિહાળવાનું ચૂકીએ નહિં, એમાં પણ આનંદની ઝંખી છે.
જીવનને આનંદથી મઢી લેવાનું છે. એમાં આવતી ખોટી માન્યતાઓને વિઘ્નોને છોડી દેવાના છે. આપણા નકારાત્મક વિચારો છોડીએ. હતાશ ન બનીએ. આવું કરીશું તો જીવનમાં સુખનો સૂરજ ઝળહળી ઉઠશે. આપણું વિશ્ર્વ પરિવર્તનશીલ બનશે. આપણાં વિચારોને વ્યવસ્થિત રીતે આકાર આપવાથી જીવનમાં સુખનું વાવેતર થશે. સુખ તુરત જ દોડતું આવશે.
જીવનની ભાગદોડમાં લોકો ખુશ રહેવાનું ભૂલી ગયા છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા છેલ્લા ચાર વરસોથી 20 માર્ચને ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ તરીકે ઉજવવામાં આવે છે. કર્મ કરીએ આપણી લીટી લંબાવીએ. બીજાની લીટી ટૂંકી ન કરીએ. આમ કરતાં જીવનની ગાડી પૂરપાટ દોડવા લાગશે. વીસમી સદીના ઉત્તમોતમ અંગ્રેજી હાસ્યકાર પેલ્હામ ગ્રેનવિલ વુડ હાઉસ કહે છે કે, જીવનમાં સમજણ વધતી જાય છે અને આપણને ખ્યાલ આવે છે કે જીવનમાં સાચો અને ઉદાત અને આપણને ખ્યાલ આવે છે કે જીવનમાં સાચો અને ઉદાત આનંદ તો બીજાઓને આનંદ આપવામાં રહેલો છે.
આજે માણસ બધું વિચારે છે ખરો પણ હાથે કરી જીવનને દુ:ખી દુ:ખી કરી નાખે છે. માણસને મન સુખેથી ઝંપવા દેતું નથી. કલ્પનામાં ઊંચેરું ઊડાન કરતો માણસ જીવનને અસહિષ્ણુતા થી ભરી રહ્યો છે. ભાવનાથી સભર જિંદગાની બનાવવા, આનંદનું વાવેતર કરવા, આશા, અરમાનોને જીવનમાં વિવેકપૂર્વક જોતરીએ. મનના આનંદ માટે આત્માનંદના મહાસાગરમાં ડૂબકી લગાવીએ. મનને મધુર બનાવીએ. જીવનમાં સુખ છલકાવીએ. જીવનના પોટલાને મુશ્કેલીઓનું પોટલું સમજયા છીએ ! પાડોશીઓમાં સુંદરતા અને સજજનતા શોધવાની ખેલદિલી કેળવીએ. જીવનમાં સુખના છોડવા લહેરાવવા મળાતા હોઇએ તો જીવનમાં વિવેક અને સંતોષના ભાવ રાખીએ. જીવન તાજમહલ બની જશે. જિંદગી ઉત્સવ
બની રહેશે.

Related posts

મરવાની બીકે જીવવાનું થોડું છોડાય..!!

aasthamagazine

સ્વર્ગની એકેક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ-ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 08/03/2022

aasthamagazine

કોરોનાની ધાર્મિક અને સામાજિક અસર

aasthamagazine

Speed News – 22/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

સમૃદ્ધ હૃદય વિનાનો સમૃદ્ધશાળી માણસ કદરૂપા ભિખારી જેવો

aasthamagazine

Leave a Comment