ગ્લોબલ વાર્મિગ શું છે ?
Aastha Magazine
ગ્લોબલ વાર્મિગ શું છે ?
આંતરરાષ્ટ્રીય

ગ્લોબલ વાર્મિગ શું છે ? ગ્લોબલ વોર્મિગ નું કારણ

ગ્લોબલ વાર્મિગ શું છે ?
મહાસાગર, બર્ફ ની ટોચ સહિત બધું જ પર્યાવરણ અને ધરતી સહિત કુદરતી વસ્તુઓ ગરમ થવાની પ્રક્રિયાને ગ્લોબલ વોર્મિગ કહેવાય છે. છેલ્લા ઘણા વર્ષોથી વૈશ્ર્વિક સ્તર ઉપર તાપમાન ની વૃધ્ધિ થઇ રહી છે. પર્યાવરણ સુરક્ષા એજન્સી અનુસાર પાછલા 10 વર્ષમાં 1.4 ડિગ્રી સે. લગભગ ધરતી નું તાપમાન વધ્યું છે. અને દિન પ્રતિદિન વધતું જાય છે. ઉપરાંત તેમનું અનુમાન છે હજુ પણ આવતા વર્ષોમાં 2 થી 11.5 ડિગ્રી સેં. વધશે.
ગ્લોબલ વોર્મિગ નું કારણ :
ગ્લોબલ વોર્મિગ ના ઘણા બધા કારણો છે, તેનું મુખ્ય કારણ ગ્રીન હાઉસ વગરનું પ્રદૂષણ છે. જે કાંઇ પ્રાકૃતિક પ્રક્રિયાઓ થી માણસોએ પેદા કર્યું છે. જનસંખ્યા વિસ્ફોટ, અર્થવ્યવસ્થા અને ઊર્જા નો વધુ પડતા ઉપયોગ થી પણ 20 મી સદીમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. વાતાવરણમાં ઔદ્યોગિક પ્રદૂષણ નિકળવાના કારણે લગભગ મુખ્યત્વે આ અસર જોવા મળે છે. દરેક જરૂરિયાતો પુરી કરવા માટે ઔદ્યોગિકરણ ની જરૂરીયાત છે.
છેલ્લા ઘણા વર્ષોમાં કાર્બન ડાયોકસાઇડ અને સલફરડાઇઓકસાઇડ વાયુનું પ્રમાણ 10 ગણું વધી ગયું છે. ઓકિસજન કરણ સહિત પ્રાકૃતિક અને ઔદ્યોગિક પ્રક્રિયા અનુસાર કાર્બન ડાયોકસાઇડ બહાર નિકળવાની પ્રક્રિયા બદલાતી રહે છે. કાર્બનીક સામાનો દ્વારા વાતાવરણમાં મિથેન નામ નો વાયુ પેદા થાય છે. બીજો વાયુ છે નાઇટ્રોજન ઓકસાઇડ, હૈલો કાર્બન્સ, સીએફસીએસ કલોરીન અને બ્રોમાઇન કમ્પાઉંડ વગેરે..
આ બધા વાતાવરણ માં એક સાથે મળી જાય છે અને વાતાવરણ ના રેડિયોએકિટવ સંતુલનને બગાડે છે. અને વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવી ગર્મી પેદા કરે છે. આ બધા વાયું પાસે આકાશમાં પવન સાથે ભળી ધરતી ને ગરમ કરવાની ક્ષમતા હોય છે.
એંર્ટાર્ટિકામાં ઓઝોન પાછું આવવાની પ્રક્રિયાથી પણ ગ્લોબલ વોર્મિગ નું એક કારણ છે. સી.એસ.સી.એસ. વાયુ નું પ્રમાણ વધવાથી ઓઝોન પાછું આવવાની પ્રક્રિયામાં ફેરફાર થયા છે. આ પણ એક માનવસર્જીત કારણ છે. સી.એસ.સી.એસ. વાયુ ઔદ્યોગિક, સફાઇ, તેમજ એ.સી. તથા ફ્રિજ જેવા ઉપકરણો માં ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે જેનું પ્રમાણ વધતા ઓઝોન પરત આવવાના સમયમાં ફેરફાર થાય છે અને ગર્મીનું પ્રમાણ બેહદ વધે છે. પવન અને આકાશમાંથી ઓઝોન ધરતી ઉપર પાછું આવતા ધરતી ઉપર આવેલા પવન દ્વારા મનુષ્ય પજાતને નુકશાનકર્તા વાયુથી બચાવવાનું છે. ગર્મી વધવાનું મુખ્ય કારણ ઓઝોન વાયુ પરત આવવાની પ્રક્રિયા માં મુશ્કેલી છે. ઓઝોન વાયુ શિયાળો અને ઉનાળામાં રક્ષણ આપે છે. અને વાતાવરણ ને અનુકૂળ બનાવતું હોય છે.
વાતાવરણમાં એરોસોલ નું પ્રમાણ પણ ધરતી ઉપર તાપમાન વધારે છે. પવન સાથે વાતાવરણમાં એરોસોલ માં ભળી સૂર્યના કિરણોને નિયંત્રીત કરવાની શકિત હોય છે. અને તેને નિયંત્રણમાં રાખે છે. વધુ પડતા સૂર્યના કિરણો ને શોષી લે છે. ઉપરાંત વાદળો ના ઘેરાવમાં માઇક્રોફિઝીકલ ના બદલાવ પણ કરી શકે છે. વાતાવરણમાં આ વાયુની માત્રાનું પ્રમાણ મનુષ્ય જાતના કારણે ફેરફાર થયા છે. ખેતી માં ઉપયોગ કરવામાં આવતા રસાયણો પણ થોડે અંશે ગ્લોબલ વોર્મિગ ને અસરકર્તા છે. તે રસાયણો સૂર્યના કિરણો સાથે ભળી ગર્મી પેદા કરે છે.
ગ્લોબલ વોર્મિગ નો પ્રભાવ :
ગ્લોબલ વોર્મિગનો થવાના કારણે બહુ સ્પષ્ટ થઇ ગયા છે. અમેરિકા ના સર્વેક્ષણ મુજબ મોંટાના ગ્લેશિયર રાષ્ટ્રીય પાર્કમાં 150 ગ્લેશિયર હતા પરંતુ આના પ્રભાવ થી હવે માત્ર 25 ગ્લેસિયરસ જ બચ્યા છે. મોટા જલવાયુ ના પરિવર્તન થી તોફાન, સુનામી અને ભૂકંપ વધારે શકિતશાળી થતા જાય છે. તાપમાન નું અંતર થી ઊર્જા પ્રાકૃતિક તોફાન વગેર વધતા જાય છે. 1895 પછી 2012 અને 2016 સૌથી વધુ ગર્મી પડી છે. અને આ વર્ષો સૌથી વધુ પૃથ્વી ગરમ થઇ છે. સાથે 2003 ની સાથે 2013 અને 1880 પછી સૌથી વધુ તાપમાન ધરતી ઉપર નોંધાતું રહ્યું છે. ગ્લોબલ વોર્મિગ ના કારણે ઘણા જલવાયુમાં પણ પરિવર્તન આવ્યો છે. જેવી રીતે ગરમીમાં વધારો, ઠંડી ની ઋતુમાં ઓછી ઠંડી, અથવા વધારે પડતી ઠંડી, વાયુ ચક્રમાં ફેરફાર, જેટ સ્ટ્રીમ, વાવાઝોડા, કમોસમી વરસાદ, બર્ફના પહાડો ઓગળવા લાગવા, ઓઝોન પાછું આવવામાં ક્ષતિ, ભયંકર તોફાન, ચક્રવાત, પુર, દુષ્કાળ વગેરે..
ગ્લોબલ વોર્મિગ નું સમાધાન :
સરકારી એજન્સી, વ્યાપારીક નેતુત્વ, અન્ય ક્ષેત્રો અને એનજીઓ દ્વારા આ બાબતે કાર્યક્રમો અને જાગ્રુતતા લાવે ઉપરાંત સરકાર દ્વારા આ બાબતે મહત્વ આપી વધુમાં વધુ કડક કાયદા બનાવવા જોઇએ. ગ્લોબલ વોર્મિગ દ્વારા માણસો અને ધરતી ઉપર એવા નુકશાન થાય છે કે જે ભરવા અશકય છે.
જેવી રીતે બર્ફના પહાડો ઓગળવા. હવે આપણે આ પ્રભાવ ને ઘટાડવા માટે બધાએ સાથે મળીને પ્રયાશ કરવો જોઇએ. આપણે વાતાવરણાંં ફેલાતું પ્રદૂષણ ઓછામાં ઓછું કરવું જોઇએ. અને તે બાબતે બધાને જાગ્રૃત કરવા જોઇએ. વિજળીની બચત કરવી જોઇએ. સુર્ય ઉર્જાનો ઉપયોગ કરવો જોઇએ.ગ્લોબલ વોર્મિગ ના કારણે આપણી આવનારી પેઢી ઉપર બહુ ખરાબ અસર જોવા મળશે. જેના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ અસર પહોંચી શકે છે. જેમ કે નાના બાળકોને જન્મથી થોડા સમયમાં જ શ્ર્વાસ, દમ, ફેફસાના રોગો જેવી વિવિધ પ્રકારની બિમારીઓ જન્મતાવેંત સાથે આવે છે. ઉપરાંત દિન પ્રતિદિન બિમારીઓનું પ્રમાણ પણ વધતું
જાય છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાના સર્વે મુજબ માણસો હાલમાં જે શ્ર્વાસ લઇ રહ્યા છે તેમાં ઝેરી વાયુનું પ્રમાણ વધતું જાય છે. અને લોકોની દિન પ્રતિદિન રોગપ્રતિકારક શકિત ઉપર પણ અસર થતી જોવા મળે છે.
બહારના દેશોમાં આપણા કરતા હાલમાં વધુ જાગ્રૃતિ આવી ગઇ છે. અમુક દેશોમાં તો સાયકલ કરી નોકરી-ધંધાએ જવું ફરજીયાત છે. તેવો એક સરકારે બનાવેલો નિયમ છે.
ગ્લોબલ વોર્મિગ સામે આપણે શું કરી શકીએ ? :
આપણે આપણી જાત અને આવનારી પેઢી માટે ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે વિવિધ પ્રકારના પ્રયોગો કરી તેનું પ્રમાણ ઘટાડવું જોઇએ.
– વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવું જોઇએ. જંગલો કપાતા બચાવવા જોઇએ.
– પાણી કાઢવા માટે ધરતી ના તળ વીંધી ઊંડા બોર કરવામાં આવે છે તેનું પ્રમાણ નક્કી કરવું જોઇએ.
– વાહનો નો ઓછામાં ઓછો અથવા ઇમરજન્સી વખતે જ ઉપયોગ કરવો જોઇએ. બની શકે તો વધુમાં વધુ સાયકલ ઉપર કામ પતાવવા જોઇએ.
– દરેક નાગરિક માં સમજ આવે તે માટે સરકારે વધુમાં વધુ જાહેરાતો કરી લોકોમાં જાગ્રૃતતા લાવવી જોઇએ.
– તમામ એન.જી.ઓ. દ્વારા વિવિધ કાર્યક્રમો કરી વૃક્ષારોપણ કરાવવું જોઇએ.
– સ્કુલો તેમજ કોલેજોમાં વિદ્યાર્થીઓને આ વિષય ઉપર શિક્ષણ આપવું જોઇએ.
-ખેતી વાડી માં ભયાનક ઝેરી તત્વો વાળા રસાયણો, હાઇબ્રીડ બિયારણો થી દૂર રહેવું જોઇએ.
– વૃક્ષો કાપનાર સામે કડક હાથે કામ લેવું જોઇએ.
– પ્રદૂષણ કરતા ઔદ્યોગિક એકમો નું પ્રમાણ ઘટાડવું જોઇએ.
– વધુમાં વધુ સૌર્યઊર્જાનો ઉપયોગ કરવો જોઇએ.
– ધરતી ઉપર ઝેરી રસાયણો ન નાખવા જોઇએ.
– કચરો ઓછામાં ઓછો કરીએ અને પ્લાસ્ટીકનું રીસાઇકલીંગ બંધ કરી તેનો ઉપયોગ બંધ કરીએ.
– ખનીજ મેળવવા માટે ધરતી ને ફાડી ઉંડા માં ઉંડા ખાડા ખોદી નાખવામાં આવે છે જેનાથી ધરતી ની અંદર ની પ્લેટસ એટલે કે પડ તે તુટી જાય છે. અને ધરતી ના અંદરના ભાગે એક બીજા સાથે જોડાયેલી પ્લેટસ નું માપ ખસી જાય છે તેના કારણે ભૂકંપ જેવી આપતિ આવવવાની શકયતાઓ વધી જાય છે.
– સરકારે વ્યકિત દિઠ એક વૃક્ષ ફરજીયાત ઉગાડવાનું તેવો નિયમ કરવો જોઇએ. અને ન ઉગાડે તો દંડની જોગવાઇ લાગુ કરવી જોઇએ. આવા નિર્ણયો ઉપર આવશું તો થોડે અંશે પણ આપણે બચી શકીશું.

Related posts

કોરોનાને કારણે : બેરોજગારી દર ઘટીને ચાર મહિનાના નીચલા સ્તર પર આવી ગયો

aasthamagazine

વિદેશ પ્રવાસથી વંચિત રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસના અમેરિકાના પ્રવાસે

aasthamagazine

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની અબુ ધાબીમાં પરિવાર સાથે છે

aasthamagazine

ચીન, ભારત માટે ચિંતાનો વિષય કેમ છે ?

aasthamagazine

રશિયા અને યુક્રેન યુદ્ધમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી

aasthamagazine

ફિલિપાઈન્સમાં લશ્કરી વિમાન તૂટી પડતાં ૪૫નાં મોત

aasthamagazine

Leave a Comment