સમૃદ્ધ હૃદય વિનાનો સમૃદ્ધશાળી માણસ કદરૂપા ભિખારી જેવો
Aastha Magazine
સમૃદ્ધ હૃદય વિનાનો સમૃદ્ધશાળી માણસ કદરૂપા ભિખારી જેવો
એક્સકલુઝીવ સોશ્યિલ સ્ટોરી

સમૃદ્ધ હૃદય વિનાનો સમૃદ્ધશાળી માણસ કદરૂપા ભિખારી જેવો

(ડો. પૂર્તિ ત્રિવેદી-રાજકોટ, મો. 98253 87127)

purti trivadi
purti trivadi

એકવાર એક સાવ સામાન્ય મજુર અને તેની 7 વર્ષ ની પુત્રી પોતાની જરૂરિયાત નો સામાન લેવા માટે કોઇ કરિયાણાની દુકાને ગયા, તેમને તેલ, ચોખા, બાજરી, ઘઊં ની જરૂરિયાત હતી અને તે મજુર ની પુત્રીએ એક સાવ નાનકડી કેક પણ લેવા માંગતી હતી તેવું પિતાને કહ્યું, તેના પિતા એ તેની સામે જોયું તો તેની પુત્રી એ બહુ જ સરસ સ્મિત સાથે કહ્યું કે પપ્પા આજે દાદા નો જન્મ દિવસ છે અને તેમને કયારેય આવી રીતે કેકે ન ખાધી હોય તો તે જોઇને દાદા ખુશ થઇ જશે, નાનકડી દીકરી પોતાના દાદા ના જન્મ દિવસ ના દિવસે તેમને ખુશ કરવા માંગતી હતી, અને તેમના મોઢા પર એક ખુશી ની ઝલક થી પોતે પણ ખુશ થવા માંગતી હતી, આમ પણ કોઇ પણ પૌત્ર કે પૌત્રી માટે તેના દાદા કે તેના દાદી તેમના સહુ થી નજીકના મિત્ર હોય છે, ઘર ની આવક સાવ ઓછી હતી કારણ કે તેના પિતા મજૂરી કામ કરી ને ઘર ની બધી જવાબદારી માંડ પુરી કરી શકતા હતા. જરૂરિયાત ની વસ્તુ લેવા માં અને તેમનો વારો આવે ત્યાં સુધી થોડી લાઇન હતી તેથી પિતા અને પુત્રી ને તેમનો વારો આવે ત્યાં સુધી રાહ જોવી પડી, નાની ઢીંગલી બહુ ખુશ હતી કારણ કે તેના દાદા તેની કેક જોઇને ખુશ થશે તે વિચારી ને અને તેને પણ કેક ખાવા મળશે.
દુકાનદારે એક ગ્રાહક ગયો એટલે કીધું ચાલો હવે કોનો વારો છે, પિતા અને પુત્રી બને એ પોતાની બધી વસ્તુ નું લિસ્ટ આપ્યું અને દુકાનદાર બિલ બનાવા માંડયો, પિતા ના ચહેરા પર એક ચિંતા ચોક્કસ દેખાઇ જ આવતી હતી પણ નાની એવડી ભુલકી તેને કેમ સમજી શકે, ચિંતા હતી કે ઘરની જરૂરિયાત જ માંડ પુરી થાય તેમ છે ત્યાં કેક ના પૈસા કયાંથી નીકળશે, પણ પુત્રી ની ખુશી જોઇને પિતા પણ કઇ બોલી ના શકયા, થોડીવારમા દુકાન ના માલિકે પૈસા ગણી ને કીધું કે તમારા 900 રૂપિયા આપવાના છે, પિતા એ તેમના ખિસ્સામાંથી વાળેલી પૈસાની નોટ ગણવા લાગ્યા અને દુકાનદાર ને આપ્યા, દુકાનદારે તે ગણીને કહ્યું કે આ તો પ00 જ છે, થોડો સામાન કાઢી નાખો, પિતાને ખબર જ હતી કે આ વસ્તુ તો બનવાની જ છે, અને કાયરેક તેમની પુત્રી અને તેમના પિતાને ખુશી દેવાનો મોકો મળ્યો છે પણ તે પણ તેને નહિં મેળવી શકે, વિધાતા ની કદાચ આજ ઇચ્છા હશે, તેજ પિતાની ખામોશી અને મોઢા ઉપર ની ઉદાસીનું કારણ હતું. પણ લાચાર હતા અને થોડ વિચારમાં પડી ગયા ત્યારે દુકાનદારે તેમને ટકોર કરી, કે ભાઇ પ00 જ છે બીજું શું બહાર કાઢું ? કે બીજા વધારાના પૈસા છે ? તે મજુર એ ના પાડી. પછી પિતા એ જરૂરિયાત ની અમુક વસ્તુ માંથી પણ અમુક વસ્તુ થોડી કાઢી નાખી અને દુકાનદાર ને કીધું કે આ પેક કરી આપો, તો પણ બિલ 700 બનતું હતું. અને પછી પિતા પાસે બે જ રસ્તા હતા, એક કે પોતાના ઘર ના સભ્યો ને ભૂખ્યા ના રાખે અને તેમની પેટ ની ભૂખ પુરી કરે, અથવા પોતાના પિતા ના જન્મ દિવસ ને કેક થી ઉજવે. તેમને ભારે હૃદયે ક્હ્યું દુકાનદાર ને કે આ કેક કાઢી નાખો, તેની પુત્રી એ કીધું પણ પપ્પા તેના થી દાદાજી ખુશ થઇ જશે, પણ તેના પિતા એ તેમના કુટુંબની પેટનો ખાડો પુરી કરવાની જરૂરીયાત યાદ આવી, પુત્રી ને ભારે હૃદયે કેક લેવાની ના પાડી ને વસ્તુ લઇને ત્યાંથી પિતા પુત્રી નીકળી ગયા.
પાછળ એક નવયુવાન માણસ આ જોતો હતો, તેની આંખ ભીની થઇ ગઇ કે કેવી વીટંબણા એક બાજુ જરૂરિયાત અને બીજી બાજુ દાદા ની ખુશી, તેને કશું જ વિચાર્યા વગર દુકાનદાર ને કીધું કે મને આ કેક આપી દો, દુકાનદાર પણ થોડી વાર તેમની સામે જોતો રહ્યો અને મન માં સમજી ગયો, કેક લઇને તે માણસ તે પિતા અને પુત્ર જતા હતા તેમની પાછળ દોડયો અને તેમને કેકે આપી અને કહ્યું કે આ મારા તરફથી તમારા દાદાજી માટે નાનકડી ભેટ છે, પેલી પુત્રી ની તો ખુશીનો કોઇ પાર ના રહ્યો જાણે સાક્ષાત ભગવાને તેની સાંભળી હોય, સાથે તે નવયુનાને એક ચીઠીમાં કંઇક લખી ને આપ્યું અને કહ્યું કે આ ચીઠી ઘરે જઇને વાંચજો. પિતા અને પુત્રી બન્ને ખુશ થતા ઘર પર ગયા અને ઇશ્ર્વર નો આભાર માન્યો, આ એક ચમત્કાર થી કઇ ઓછું ના હતું. ઘરે જઇને પિતા અને પુત્રી એ તેના દાદાજીનો જન્મ દિવસની શુભેચ્છા પાઠવી અને એક ભેટ રૂપે જયારે કેક આપે છે. હકીકતમાં દાદા ની આંખમાં ખુશી અને આભાર નો ભાવ જોવા જેવો હતો. થોડી વાર પછી તેમને તેમના પુત્ર ને પૂછયું કે આપણી પાસે તો ઘરના અનાજ લેવાના પૈસા નથી તો આ કેક કયાંથી લાવ્યો અને ત્યારે પુત્રી એ હસતા હસતા કહ્યું કે આ એક ફરિસ્તા એ તેમને મદદ કરી અને આપી સાથે તે ચીઠી પણ દાદાને આપી અને કહ્યું કે આ ચીઠી આપી છે અને ઘરે જઇને વાંચવા માટે કીધું છે. દાદાજી એ તે કાગળ લીધો અને વાંચ્યુ અને લખ્યું હતું કે :
“આ મદદ હંમેશા તક મળે ત્યારે આગળ વધારતા રહેજો
દાદાજી ના આંખમાંથી આંસુ નીકળવા મંડયા, કારણ કે તેમને તેની જવાની ના સમયમાં એક નાના ભૂખ્યા બાળક ને પણ ખાવાની વસ્તુ આપી હતી અને ચીઠી આપી હતી જેમાં આજ વાકય લખ્યું હતું, એક નાનકડો બાળક જે વર્ષો પહેલા દાદા એ જેમને મદદ કરી હતી તે ફરિસ્તો બની ને તેમના જીવનમાં પણ ખુશીની એક પળ લઇને આવ્યો.
કહેવાનોે અર્થ એ છે કે કયારેક મદદ નો કે સાથ સહકાર નો ભાવ માટે તક મળે તો કયારેય જતી કરવી ના જોઇએ, કોઇ તેની નોંધ લે કે ના લે પણ પરમ પિતા પરમેશ્ર્વર તેની ચોક્કસ નોંધ લે છે. ભિખારી તે માણસ નથી કે જેની પાસે પૈસા નથી, ભિખારી તો તે છે જેની પાસે ઇશ્ર્વરીય દેન ને દુનિયામાં વહેંચવાની આવડત નથી. હું મારા પરિવાર ને મજાક મજાકમાં હંમેશા કહેતી હોવ છું કે
” પૈસા ને પાણી વહેતા સારા પણ વિચારી તો તે સાચું પણ છે, ઇશ્ર્વર ની ધીધેલ દિવ્ય જીવન કોઇની મદદ માં આવે, જરૂરિયાત સમયે કોઇની તકલીફમાં ઊભું રહે, કોઇ ને બે શબ્દો સારા બોલીને કોઇ ના મનોબળ ને મજબૂત કરી શકાય તો સમૃદ્ધશાળી બની ને પણ ભિખારી બનવામાંથી ચોક્કસ છૂટી શકાય.

Related posts

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/04/2022

aasthamagazine

શું તમે કમ્ફર્ટ ઝોન કોલોની માં રહો છો ?

aasthamagazine

કોરોનાની ધાર્મિક અને સામાજિક અસર

aasthamagazine

મરવાની બીકે જીવવાનું થોડું છોડાય..!!

aasthamagazine

વિકાસમાં વાડ શાને? શિક્ષિત વર્ગ હેરાન શાને ? વિદ્યાર્થીઓને કેટ-કેટલા પ્રશ્નો મૂંજવે છે

aasthamagazine

સૂર્ય તમને જીવવાનું શીખવે છે : આથમતી વખતે તેની ગરીમાં એટલી જ જળવાય છે

aasthamagazine

Leave a Comment