Aastha Magazine
નરેન્દ્ર મોદી .12મી જુલાઇએ ગુજરાત પ્રવાસે
ગુજરાત

નરેન્દ્ર મોદી .12મી જુલાઇએ ગુજરાત પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક જ ગુજરાતનો પ્રવાસ કરશે. ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસ બાદ હવે પીએમ મોદી અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદીના પ્રવાસને લઈને તંત્રને કામ અંગે સૂચના આપી દેવામાં આવી છે.12મી જુલાઇએ રથયાત્રા બાદ પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવશે જેમાં તેઓ અમદાવાદ સ્થિત સાયન્સસિટીની મુલાકાત લેશે. સાયન્સ સિટી ખાતે તૈયાર કરવામાં આવેલ એક્વિરિયમનું ઉદ્ઘાટન પીએમ મોદીના હાથે કરવામાં આવશે. આ સિવાય પ્રવાસ દરમિયાન પીએમ મોદી ગાંધીનગર રેલવે સ્ટેશન પર તૈયાર કરવામાં આવેલ હોટલ પણ ખુલ્લી મૂકશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના સાયન્સ સીટીમાં બનેલુ
દુનિયાના સારા એક્વેરિયમમાનું એક એક્વેરિયમ છે, જેમાં દુનિયામાં જુદા-જુદા મહાસાગરોમાંથી વિવિદ પ્રજાતિની માછલીઓ લવાઈ છે. જેની વ્યવસ્થા એક્સપર્ટ લોકોને જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ એક્વેરિયમમાં સ્કૂબા ડાઈવિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં નાના માટા સૌ કોઈ સ્કૂબા ડાઈવિંગની મજા માણી શકશે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે હવે અમદાવાદીઓ માટે સ્કૂબા ડાઇવિંગ કરવું શક્ય બનશે, અમદાવાદ માટે સ્કૂબા ડાઈવિંગ આકર્ષણનું કેન્દ્ર બનશે. ટૂંક સમયમાં જ એક્વેરિયમ અને સ્કૂબા ડાઈવિંગ યુવાનો અને બાળકો માટે ખુલ્લું મુકવામાં આવશે.

Related posts

રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ

aasthamagazine

ગુજરાત : નવા મંત્રીઓનો નવો સ્ટાફ : 24 મંત્રીઓ માટે નવા સ્ટાફની નિમણૂંક

aasthamagazine

ગુજરાતમાં 24 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

aasthamagazine

સાર્વત્રિક વરસાદી માહોલ-વાવાઝોડાનુ સંકટ-અતિવૃષ્ટિનું સંકટ : મેઘરાજા ખમ્મા કરો

aasthamagazine

ગુજરાત : સવાત્રણ વર્ષમાં પકડાયું ૪૬૦૦ કરોડનું ડ્રગ્સ

aasthamagazine

Leave a Comment