સંબંધો કાયમી, અવિરત અહર્નિશ રાખવા
Aastha Magazine
સંબંધો કાયમી, અવિરત અહર્નિશ રાખવા
સામાજિક

સંબંધો કાયમી, અવિરત અહર્નિશ રાખવા

(ડો. રાજેશ એચ. ત્રિવેદી-રાજકોટ,મો. 98980 27514)
સંબંધો એ એક માનવીના વ્યકિતત્વ અને તેના માનસ પટ પરની વાસ્તવિકતા સ્વયમ, સ્પષ્ટ બતાવી આપે છે. સંબંધોની વાત કરીએ તો પારિવારિક સંબંધો જેવા કે ભાઇ-બેન, કાકા-કાકી,, માતા-પિતા, મામા-મામી, નણંદ-વેવાઇ, દેરાણી-જેઠાણી, વહુ-જમાઇ વગેરે વગેરે આ પારિવાસિક સંબંધો અત્યંત અગત્યના અને લાગણી સભર હોવા જોઇએ જેમાં લાગણી પારિવાસિક કુટુંબીક ભાવના અવશ્ય હોવી જોઇએ. અન્યથા પારિવારિક આ સંબંધો ખલાશ થઇ જાય છે. એટલે કે સ્વાર્થ ને પારિવારિકમાં સ્થાન પણ ન હોવું જોયે જે જન્મતા સાથે જ જન્મ જાત સંબંધો જોડાયેલા હોય છે.
ધંધા રોજગારથી પણ સંબંધો બંધાઇ છે જેમ કે કર્મચારી કર્મચારી, ભાગીદારી ભાગીદાર, સહ કર્મચારી જે વ્યવસાઇક થી જેનાથી ઘણીવાર ગાઢ સંબંધો થઇ જતા હોય છે. આ પણ એક સંબંધ સાથે ધંધો રોજગાર પણ મળે તેમાં પણ એક લાગણી મીલાવી પણુ હોવું જોઇએ. તેજ રીતે મુસાફરી દરમિયાન પણ થતું હોય છે. બસ,ટ્રેન માં ખુબ ભીડ ભાડમાં ચડી જઇએ ત્યારે કોઇ પણ સાથે ધક્કા મૂકી માં ઉગ્ર બોલાચાલી થાય બાદ ટ્રેન કે બસમાં શાંતિ થી બેસી જઇએ તેનું સ્થાન પણ બાજુમાં આવે બાદ વાત ચિત કરીએ અને તેનાથી સંબંધો સારા થયા હોય તેવા પણ અનેક બનાવો ઘણા માનવીના જીવનમાં બન્યા હશે તેને પણ નિર્દોષ સંબંધો કહેવાય તેમાં કંઇ પણ મેળવવાનું કે પ્રાપ્તિ ને સ્થાન ન હોવું જે છુટા પડયા પછી પણ આ સંબંધો સારા રહે તેને આત્મીયતા નો ભાવ કહેવાય આ લાગણી ભાવના કયાંથી આવે ? જે અંગે માનનીય હોવું જોઇએ. સારા સંબંધોમાં ગરીબ પૈસાદાર, ઉચ્ચ નિચ્ચ, અધિકારી પટાવાળા, નાત જાત કશું જોવામાં આવતું હોતું નથી. ઘણીવાર આપણે જોઇએ કે અધિકારી ને તેની ઓફિસના પટાવાળા કે નાના કર્મચારી સાથે ખુબ જ સારા સંબંધ બંધાય જતા હોઇ છે જેની ઓફિસમાં વાતો થતી હોઇ છે. પણ તે એકમાત્ર નિખાલસ સંબંધ હોય છે. ઘણીવાર વાત થતી હોઇ છે સંબંધો તો તેના સ્વાર્થ ના હોય છે. ખરેખર સત્ય એ છે કે સ્વાર્થ સાથે પરમાર્થ પણ હોવો જોઇએ પણ બધા સંબંધોમાં સ્વાર્થ તેવું નતી હોતું આપણે વગહોવાયેલા સંબંધોવિશે શુદ્ધા વિચારવું પણ નથી. આપણે તો સુદામ કૃષ્ણ, રામ સિતા, કૃષ્ણ મીરા જેવા સંબંધોને જાણવા અને તેની પર વાત વિચાર વિમર્શ કરવાની અને જીવનમાં ઉતારવા જોઇએ.
જયાં સંબંધોમાં ભેદભાવ ન હોય ત્યાં સંબંધોમાં ખુબ સાત્વિકતા ને સ્થાન હોય છે કયારેક જોઇએ છીએ કે કોઇ સામાન્ય વ્યકિતની ઘરે ઘણીવાર ખુબ જ આર્થિક સધ્ધર વ્યકિત 20 થી 25 લાખની ગાડી લઇને આવતો હોય છે. ત્યાં ભેદ ભાવ ન હોય માત્ર સંબંધોની ઊંચાઇ ને સ્થાન હોય છે. સાથે સાથે સ્વાર્થ પણ નથી હોતો તેમાં મિત્રતા, સંબંધ બંને એક બીજાની સંબંધો ની મર્યાદામાં ચાલતા હોય છે. આ સંબંધો ખુબ જ નાજીક અને મૈત્રી ભર્યા ભાવો થી છલોછલ હોય છે. જેને કહેવાય નૈતિકતા સ્વાર્થ હીન સંબંધો આવા સંબંધો ખુબ જ નૈતિક હોય છે. જેમાં ગુચ ને સ્થાન જ હોતું નથી જેમાં સરવાળા અને ગુણાકાર જ હોય છે. નહીં કે બાદબાકી પણ કયારેક આવા સંબંધો માં ગુચ ઉભી થાય તો પણ નૈતિકતાના મૂલ્યો સંપૂર્ણ પણે ઉચ્ચકક્ષાના હોય છે. સંબંધો સાચા જ હોય છે ? તેવું નથી હોતું પણ સંબંધો સાચવવા માટે તેને સાચા રાખવા પડે તેવી સમજણ શકિત હોય તો જ સંબંધો રહે નહીં તો ફાફા મારે આ સંબંધો ભાઇ ! સાચા સંબંધોમાં ધન, લોભ, લાલચ, સ્વાર્થી પણું આંટીઘૂંટી વગેરે બાબતો થી દુર રહેવું જોઇએ. જીવન યાત્રા ખુબ જ લાંબી હોય છે. જેમાં અનેક સંબંધો ઉભા થવાના જેમાં છેત્રામણા, ખોટા, સંબંધોમાંથી મુકત થઇ હળવા ફૂલ સંબંધો રાખી તેને માણવા અને જીવન યાત્રા ને પારિવારિક સાથે યાદગાર નિર્વિધ્ને પર્ણ કરવી જીવન સંધ્યા સમયે ઉકત બાબતો વાગોળવી અને ઘણીવાર તૂટેલા સંબંધોમા પણ સ્વજનતા હોય છે તે આપણે જાણતા હોઇએ છીએ.
સંબંધો લાગણી સભર રાખવા ખાસ યાદ રાખજો મર્દમાણસ વટદાર હોય, રખાવટ વાળો હોય. મોભાદાર હોય ગુણીયન હોય, સ્વાર્થી ન હોય તેવી વ્યકિત કે વ્યકિતના પરિવાર સાથે સંબંધ રાખવો અને નિભાવવો આ સંબંધો ઇમારત જેવા રાખો જ નહીં વાવાઝોડા કે પવનોમાં હોનારતમાં ડગમગે. છેલ્લે એક ખાસ યાદ રાખજો ખુશામતખોર કે સ્વાર્થી સાથે કેમ છો જ રખાય જે આપણને અને આપણા સંબંધને પણ વ્યાપારિક અને નિમ્ન બનાવી દયે. સાચા સંબંધો વિષે કહી તો મીત્ર કે સંબંધી આપણાથી મુશ્કેલીમાં ન મુકાવા જોઇએ. તે ખાસ કાળજી રાખવી. આત્મીય સંબંધો સુખ, દુ:ખ વિકટ કે પરિસ્થિતિ માં અવશ્ય ઉપયોગી અને નિરંતર રહેતા હોય છે. સાથે સાથે સંબંધોમાં શિષ્ટાચાર, નિખાલસતા તેમજ જાણતા હોવા છતાં અજાણતા રહેવું જેવા પ્રભાવ શાળી ગુણધર્મો આપણામાં હોવા જોઇએ. કહેવત છે મીત્ર આપતિમાં, શુરવીર યુદ્ધ સમયે, પત્ની નીર્ધન્તામાં, બાંધવો સંકટ સમયે સાચા સાબિત થતાં હોય છે. તેમજ સંબંધ વિષે અનેક વાયકા અને વાતો લખાયેલી છે કહેવાય છે કે બંધન વગરનો સંબંધ એ
સાચો મિત્ર..

Related posts

સમયનો ઉપયોગ કરતા શીખો..

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/03/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/04/2022

aasthamagazine

સાચી મિત્રતા..

aasthamagazine

૨૯-સપ્ટેમ્બર: વિશ્વ હૃદય દિવસ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 14/03/2022

aasthamagazine

Leave a Comment