સમયનો ઉપયોગ કરતા શીખો..
Aastha Magazine
સમયનો ઉપયોગ કરતા શીખો..
સામાજિક

સમયનો ઉપયોગ કરતા શીખો..

(શિવાની ડેર-જામરાવલ,મો. 6359033603)

shivani der
shivani der

આપણે આખા દિવસમાં ઘણો બધો ફ્રી ટાઇમ મળી રહે છે. પરંતુ આપણે એનો ઉપયોગ ફાલતું ચીજોમાં બરબાદ કરી દયે છીએ. એના કરતા તમે તમારા એ સમયનો ઉપયોગ કરી લાઇફમાં આગળ વધી શકો છો કારણ કે ફ્રી માણસએ આળસનું ઘર છે તમે એમ વિચારતા હશો કે કામ તો અમે કરીએછીએ તો થોડી બ્રેક તો મલવી જ જોઇએ. હા બ્રેક મલવી જોઇએ પણ એ બ્રેકનો એવી રીતે ઉપયોગ કરો કે તમને એ બ્રેક બ્રેક જ લાગે અને એમાંથી તમને કંઇક શીખવા પણ મળે.
તમે કયારેય એ વિચાયુર્ં કે તમે જે કામ કરો છો, એ સિવાય પણ તમે બીજી ઘણી પ્રવૃત્તિમાં આગળ વધી શકો છો. ધારો કે તમે જોબ કરો છો તો જો હાફટાઇ જોબ હશે તો બાકીનો હાફ ડે તમે ફુલ ફ્રી જ હશો તો એ ફ્રિ ટાઇમ તમે મોબાઇલમાં ના કાઢવાને બદલે તમારી અંદર છૂપાયેલી કળાને બહાર લાવો એમાં આગળ વધો એનાથી તમે ફ્રી પણ નહીં રહો એ મજા પણ આવશે અને સૌથી મોટી વાત કાંઇક નવું શિખવા મળશે, આપણે આજકાલની જનરેશનના બાળકોને જોઇ શકીએ છીએ કે એ એમનો સમય યુઝલેસ ચીજોમાં વેડફાવે છે. જેવી કે, પબજી,નેટફીકસ, હોટસ્ટાર, વોટસઅપ, ઇન્સટાગ્રામ એક એક કલાકો કાઢી નાખે છે. દિવસમાં 4-8 કલાકો આપણે સોશિયલ મિડિયામાં જ કાઢી નાખીએ છીએઅને પછી આપણે શું કરીએ ટાઇમ જ નથી મળતો આમા મારે શું નવું કરવું પણ તમે એ જોવો કે તમે જે સોશિયલ સાઇટસ પર કલાકો કાઢો છો એના બદ લામાં તમે કાંઇક નવું શિખી શકો, નવું માણી શકો, ઘણું એવું છે જે તમે કરી શકો છો. જેવું કે :
1- ઇમ્પ્રુવ યોર ઇંગ્લિશ :
આમ જોયે તો ઇંગ્લિશ એ એક ભાષા છે. આપણન્ે ઘણાને સારી રીતે બોલતા જોઇએ છીએ ત્યારે આપણે એમ થાય કે કાસ હું પણ આની જેમ ઇંગ્લિશ બોલતો હોત તો તમારી ફ્રેન્ડ તમને સલાહ પણ આપશે કે આ એપ્લીકેશન કા તો કલાસ કરી લે તો પણ ત્યારે આપણો જવાબ હશે ટાઇમ નથી યાર પણએ ના વિચારો કેમ કે ટાઇમ છે. તમે જોબ ઇન્રવ્યુ માટે જશો અને તમને ઇંગ્લિશ બોલતા સારું આવડતું હશે તો તમારી ઇમ્પ્રેશન સારી પડે એ તમને જોબ મળવાના ચાન્સ પણ વધી જશે.
2- લર્ન ન્યુ સ્કીલ ટેઇક કલાસીસ :
એટલે કે નાનપણમાં તમે બધાએ ઘણું બધું વિચાર્યું હશે કે મોટા થઇને આમ કરીશું તેમ કરીશું પણ મોટા થયા બાદ બધા જ સપના પર પાણી ફેરવી વાળ્યું બધું જ ભૂલી ગયા શા માટે ? ટાઇમ નથી. કા તો એમ કે શકય જ નહોતું મારે તો અત્યારે પરીક્ષા પાસ કરવી પડશે. સરકારી નોકરી કરવી છે, સેટલ થવું છે તો આ નાનપણની વાતમાં શું ધ્યાન દેવું એવું કરી નાખીએ છીએ આપણે ને નહીં તો એમ કહી જવા દઇએ કે નાનપણમાં શું ખબર પડે જે વિચાર આવ્યો એ કહેતા આમ વિચારીને આપણે આપણા નાનપણના બધા જ સપનાઓને એક મનનીબંધ પેટીમાં લોક કરી દજઇએ છીએ. અને ઘણા લોકો નવું કોઇ સાહસ કરવામાં ડરે છે. આપણે ડરવાનું નથી કાંઇ કરી બતાવવાનું છે. અને ઓછામાં ઓછું આપણે આપણા ફ્રી ટાઇમમાં કાંઇક નવી સ્કીલ તો મેળવી જ શકીએ છીએને જેનાથી આપણા બચપનનું સપનું પણ જીવંત રાખી શકીએ અને કંઇક નવું શીખી પણ શકી.
3- નવા વ્યવસાયનો પ્રારંભ :
તમારે તમારા ફ્રી ટાઇમનો ઉપયોગ પણ થઇ જાય અને આર્થિક સધ્ધર થવાનો બેસ્ટ આઇડિયા છે. અને આ બાબતમાં વધુ ને વધુ લોકો વિચારશે કે વ્યવસાય સ્ટાર્ટ કરવો કાંઇ સહેલુંનથી. જેમ કે, એમાં રોકાણ કરવું પડે માણસો રાખવા પડે એમને ગોતવા પડે આમ તેમ ઘણું જ વિચારશે કે એ બધુ કેવી રીતે કરવું ? તો સાંભળો દુનિયામાં 2200 જેટલા બિલિનિઅરો છે. એટલે આવા લોકો પાસે 7000 કરોડ થી પણ વધારે નેટવર્થ છે. આ લોકોમાંથી વધુમાં વધુ લોકો આપમેળે બનેલા બિલિનિઅર છે. એટલે કે એમને એમના દાદા દાકિ કે માતા પિતા કે કોઇ સગા પાસે થી નથી મળ્યા. જો આ રીતે એલોકો કરી શકે તો આપણે શું કામ નહીં ? એમ વિચારો એ આપણે છીએ ત્યાંથી જ સફર ચાલુ કરી હશે એ જોઇને એ તો ગેરેંટિ છે કે એક સામાન્ય માણસ વગર રોકાથી પણ પૈસા કમાઇ શકે છે અને હવે આપણે એ જાણવું પડે કે આપણે સફળ બનું કઇ રીતે ? આજકાલ ઇન્રનેટ ની દુનિયામાં ઘણી તકો મળી રહે છે. અને આપણે બધાને ઇન્ટરનેટ નો ઉપયોગ કરતા પણ બોવ જ આવડે છે. આ ઇન્ટરનેટ યુગમાં આપણે આપણા ગેઝેટ દ્વારા પણ ઘણું કમાય શકીએ છીએ. જે તક આપણા માતા પિતા વખતે નહોતી. એમના વખતે ધંધો ચાલુ કરવું હોય તો એમ્પ્લોય ર માટે પણ પેલા પેમ્પલેટ છપાવી અને ચીપકાવવા પડતા. પરંતુ હાલના સમયમાં બધું શકય છે. તેના મારે આખું વર્ષ તમારો ફ્રી સમય વ્યવસાયમાં લગાવી દો. નાની નાની ગણી શકાય એવું રોકાણ કરો અને નિષ્ફળ થા તો પણ કાંઇ નિરાશ નહીં થાવાનું એમ નય વિચારવાનું કે રોકાણ કરેલા પૈસા ડુબી ગયા એમ માનો ધંધા માટે ટયુશન રાખેલું છે. અને તેની ફી ભરી એમ વિચારો અને આગળ વધો.
4- વાંચન વધારો :
વાંચનથી તમારા જીવનમાં ઘણું પરિવર્તન જોવા મળશે તમને કેમ કે વાંચન સારું થશે તો વિચારો સારા આવશે અને વિચારો સારા આવશે તો આપોઆપ જીવન ખુશીમાં પરિવર્તિત કરી શકશો. મોટા મોટા બિલિનિઅર્સ. કવિઓ દ્વારા લખાયેલી કવિતાઓ, લેખકો દ્વારા લખાયેલા પુસ્તકોનુ વાંચન વધારો. ઘણા એવા પુસ્તકો જે પોતાના જીવન પર લખાયેલી હોય, પ્રેરણાદાયી બુકસ વાંચવી કે જેમાંથી તમે કાંઇક શીખવા મળે કેમમ કે એક સફળદાયી માણસએ કોઇની પ્રેરણાથી જ સફળતા સુધી ઊંચાઇ આંબી હોય છે, કોઇપણ નવો વિચાર આપણે કોઇ દ્વારા લખાયેલી બુક દ્વારા જ મળે છે. એટલે જ વાંચવાનું વધુમાં વધુ રાખો.
આપણી પાસે ઘણો ટાઇમ છે જ પરંતુ આપણને એને સમયનું રોકાણ કરતા નથી આવડતું આવી બીજી ઘણી જ બાબતો દ્વારા તમે તમારી જીંદગીના વેસ્ટ ટાઇમને બેસ્ટ ટાઇમ બનાવી શકો છો.

Related posts

Speed News – 02/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

ગુજરાત : ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં શેરી ગરબાને મંજૂરી

aasthamagazine

Speed News – 22/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 14/03/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 15/03/2022

aasthamagazine

Leave a Comment