સફળતાનું રહસ્ય..!
Aastha Magazine
સફળતાનું રહસ્ય..!
યુથ કોર્નર

સફળતાનું રહસ્ય..!

(ડો. વૈભવી આર. ભુવા-જસદણ,મો. 7600716468)
સફળતા એ દરેક વ્યકિતના જીવનનું લક્ષ્ય હોય છે. સફળતાનું રહસ્ય ખૂબ જ સ્પષ્ટ છે કઠોર મહેનત અને પરિશ્રમ કર્યા પછી જ વ્યકિત સફળ બને છે. આપણો ઇતિહાસ પણ મહાન લોકોની ઉપલબ્ધિ અને એના સફળતાના કારણથી આજે પણ તેને યાદ કરે છે. સફળતા પ્રાપ્ત કરવા માટે આપણું આચરણ ઉચ્ચ હોવું જોઇએ. કારણ કે કોઇ વ્યકિત જન્મથી નહીં પરંતુ પોતાના આચરથી જ મહાન બને છે. જીવનમાં સફળતા માત્ર એ લોકોને જ મળે છે જેને અસફળતાનો ડર નથી હોતો. જીવન કઠિનાઇઓથી ભરેલું હોય છે. સફળતાના રસ્તા પણ સરળ નથી હોતા. સફળતાની રાહ પર ઘણી મુશ્કેલીઓ આવે છે. પરંતુ કોઇપણ પરિસ્થિતિમાં આપણે પાછળ હટવું ના જોઇએ. અને આવનાર પરિસ્થિતિનો આપણા ઇચ્છાશકિત એ દ્રઢ મનોબળથી સામનો કરવો જોઇએ. સૌ પ્રથમ સફળતા પ્રાપ્ત કરવા માટે આપણા દિમાગને આપણું લક્ષ્ય બનાવો. કારણ કે ર્એાપણું દિમાગ એ એક એવી શકિત છે કે વિચારો માં રહેલી સફળતાને જાણી લે છે. આપણી પ્રગતિ અને આપણા પ્રયાસો મજબૂત હોવા જોઇએ. આપણા પ્રયાસો આપણી ઇચ્છા પર નિર્ભર હોય છે. આપણી ઇચ્છા આપણા આચરણ પર આપણું આચરણ આપણા કર્મ પર અને આપણા કર્મની ઉત્પતિ આપણા મનમાં પ્રગટ થથા વિચારોથી થાય છે. એટલા માટે તમારા વિચાર અને તમારી ઇચ્છાશકિત જ તમને સફળ બનાવી શકે છે. આપણા દિમાગમં એવી ઘણી દોલત છૂપાયેલી હોય છે. જેના વિશે આપણે અજાણ હોઇએ છીએ એ દોલતમાં એક વિચારશકિત છે. જેને એકબીજાને આપણે આઇન્સ્ટાઇન પણ બની શકીએ છીએ.
બિલ ગેટસ પણ બની શકીએ છીએ અને સ્વામી વિવેકાનંદ પણ બની શકીએ છીએ. જયારે આપણે કંઇક કરી બતાવવાનું સપનું જોઇએ છીએ ત્યારે તે એક વિચાર હોય છે અને ત્યારે આપણે એ સપના પર કામ કરીએ છીએ ત્યારે આપણે એક મહાન સફળ વ્યકિત બની જઇએ છીએ. મિત્રો, આપણા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટેનો એક આત્મવિશ્ર્વાસ હોવો જોઇએ. આઝાદી પહેલા જયારે મહાત્મા ગાંધીજીએ અંગ્રોજો ને ભારત છોડો એવા નારા આપ્યા હતા ત્યારે કોઇ એ પણ સપનામાં પણ નહોતું વિચાર્યું કે અંગ્રેજી ભારત છોડીને ચાલ્યા જશે. પરંતુ ગાંધીજીના એ પ્રબળ આત્મવિશ્ર્વાસ અંગ્રેજોને ભારત છોડવા માટે મજબૂર કરી દીધા હતા. આ વાત થી સાબિત થાય છે કે મનુષ્યની સફળતાનું એક રહસ્ય તેનો આત્મવિશ્ર્વાસ અને સંકલ્પ પણ હોય છે. સ્વામિ વિવેકાનંદે પણ આત્મવિશ્ર્વાસને સફળતાનો મૂળ મંત્ર કહ્યો છે. એટલે તો સ્વામિ વિવેકાનંદે કહ્યું હતું કે શકિત એ જિંદગી છે, ર્દુબળતા એ મૃત્યુ છે.
કારણ કે આત્મવિશ્ર્વાસ માં એક એવી અદભૂત શકિત છે જે સંકટોની વચ્ચે પણ સફળતાનો માર્ગ શોધી લે છે. એટલા માટે જે વ્યકિતની પાસે સાચી નિષ્ઠાનો પર્વત ોય છે. તેને સંકટો રૂપી હવાના ઝોકા પણ હલાવી નથી શકતા. આપણું જીવન તારાના પતા જેવું છે. અટેલા માટે જયારે આપણા હાથમાં પતા હોય તો વિચારો આ પતાથી કેવી રીતે રમીએ કે બાજી આપણે જીતી શકીએ. કારણ કે સફળતાનું એક રહસ્ય એ પણ છે કે કોઇ જીવન દૂધના સાગર જેવું છે તમે તેને જેટલું મેળવશો એટલું માખણ તમને મળશે.
સફળ બનવા માટે તમારા વિચારો ને શુધ્ધ બનાવવા જોઇએ તે જ તમને ઊંચાઇઓ સુધી લઇ જશે. એક શહેરમાં એક છોકરો રહેતો હતો જે ઘણો ગરીબ હતો. મહેનત મજૂરી કરીને પોતાાનું ગુજરાત ચલાવતો હતો. એક દિવસ તે છોકરો એક મોટી કંપનીમાં નોકરી માટે ઇન્ટરવ્યુ દેવા ગયો. માલિકે તેને જોઇને પૂછયું કે તારું ઇમેલ આઇ ડી શું છે ? છોકરો ઘણી માસુમિયત થી કહ્યું કે મારી પાસે મારું કોઇ ઇમેલ આઇડી નથી એ સાંભળી કંપનીના માલિકે એની સામે ધૃણાભરી નજરે જોયું અને કહ્યું કે આજે દુનિયા આટલી બધી આગળ નીકળી ગઇ છે અને તું છો કે તારી પાસે એક ઇમેલ આઇડી પણ નથી. હું તને નોકરી પર નહીં રાખી શકું આ સાંભળી છોકરાને આત્મસન્માનને ઘણી ઠેસ પહોંચી અને ખિસ્સામાં ત્યારે માત્ર પ0 રૂપિયા જ હતા એ પ0 રૂપિયામાં એણે એક કિલો સફરજન લીધા. અને ઘરે ઘરે જઇને એ સફરજનને વહેંચવા લાગ્યો.
એમ કરીને એણે 80 રૂપિયા જમા કર્યા. હવે છોકરો રોજ સફરજન ખરીદી ઘરે ઘરે વહેંચવા લાગ્યો. ઘણા વર્ષો આમ જ ચાલતું રહ્યું અને થોડા વર્ષોઓ પછી એ છોકરાની કઠિન મહેનત રંગ લાવી. એક દિવસ એવો આવ્યો જયારે એણે પોતાની કથની ખોલી જયાંથી વિદેશોમાં સફરજ મોકલાવાત હતા. એના પછી છોકરાએ પાછું વળીને ના જોયું. ખૂબ જ ઝડપથી એણે પોતાનો બિઝનેસ ઊભો કરી લીધો. અને એક સડક છાપ છોકરો અબજપતિ બની ગયો. એક દિવસ મિડિયાવળા તેનું ઇન્ટરવ્યુ લેવા આવ્યા અને અચાનક કોઇએ પૂછયું કે સર.. તમારી ઇમેલ આઇ ડી શું છે ? તો છોકરાએ કહ્યું કે મારું કોઇ ઇમેલ આઇડી નથી.
આ સાંભળી બધા ચોકી ગયા કે એક અરબપતિ માણસ પાસે ઇમેલ આઇડી નથી.પરંતુ છોકરાએ હસીને જવાબ આપ્યો કે, મારી પાસે ઇમેલ આઇડી નથી એટલા માટે જ આજે હું અબજપતિ છું નહીં તો એક કંપનીમાં નોકરી કરતો હોત. મિત્રો, એટલા માટે જ કહ્યું છે કે દરેક વ્યકિતની અંદર કોઇક તો ખૂબી હોય છે. બસ, એ ખૂબીને શોધવાનો પ્રયત્ન કરો. તમે સફળ બની જશો. આપણા જીવનમાં અસફળતા ઘણી આવશે પરંતુ એ પ્રત્યેકમાંથી આપણને સફળતાની મંઝિલ સુધી પહોંચવાનો માર્ગ મળશે. આપણા બાળપણમાં સાંભળેલી કીડી ની વાત પણ એ શીખવે છે કે મુશ્કેલીથી ડરવું ના જોઇએ.
અને હારવું ના જોઇએ. સંઘર્ષ કરીને જ સફળતાના ઉચ્ચ શિખર સુધી પહોંચી શકાય છે. સાવધાની અને સ્થિરતાથી જીવનનો કોઇ પણ જંગ જીતી શકાય છે. બસ પ્રયત્ન ચાલુ રાખવા જોિએ. જયાં સુધી તમે તમારા લક્ષ્ય સુધી ના પહોંચો. જો તમારા લક્ષ્ય પર અડગ રહેશો તો એક દિવસ તમે એક મહાન વ્યકિત બનશો. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે જેટલો મોટો સંઘર્ષ હશે તમારી જીત પણ એટલી જ શાનદાર હશે. દોસ્તો મેદાનમાં હારેલો વ્યકિત જીતી શકે છે.
પરંતુ મનથી હારેલો વ્યકિત કયારેય જીતી શકતો નથી. યાદ રાખો, ખરાબ સમયદરેકના જીવનમાં આવે છે. પરંતુ કોઇ વિખેરાઇ જાય છે. તો કોઇ નિખરી જાયછે. આપણા જીવનમાં આવતી નિષ્ફળતા જ સફળતાનો માર્ગ બને છે. જયારે પણ જીવનમાં કોઇ સમસ્યા જન્મે છે ત્યારે તેનું સમાધાન પણ જન્મ લે છે. જીંદગીમાં સફળ થવાનું સરલ નથી હોતું. સંઘર્ષ વિના કોઇ મહાન નથી હોતું. જયા સુધી પથ્થરને હથોડાની માર ના પડે ત્યાં સુધી તે ભગવાન નથી બનતો.
હિંમત ન હાર કભી, હોંસલા રખ અપની મહેનત પર,
યે કામયાબી કી શિખર ભલે હી થોડી ઊંચી હે,
અગર જજબા હે પહુંચને કા
તો મિલતી હૈ હર કીંમત પર..

ડો. વૈભવી આર. ભુવા
ગંગાભુવન, સરદાર પટેલ નગર,
આટકોટ રોડ
જસદણ
મો. 7600716468

Related posts

Friendship Day : મિત્રનો સંબંધ બધા જ સંબંધોથી પર છે

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 15/03/2022

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

Leave a Comment