



(ડો. પૂર્તિ ત્રિવેદી-રાજકોટ)
અત્યારે જયારે કોઇ ને પણ ફોન કરીયે એટલે એક જ રિંગટોન વાગે છે કે દેશમાં અનલોકની પ્રક્રિયા ચાલુ થઇ ગઇ છે, કૃપા કરીને કોઇ જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળો. અનલોક માત્ર ઇકોનોમી માટે જ નહિં પણ આપણી જીવનશૈલી માં પણ જરૂરી છે. કારણ કે આપણે આપણી જીવન શૈલી, આપણી પ્રથા અને આપણી વિચારસરણી ને એટલી બધી લોક કરી નાખી છે કે તેમાંથી અનલોક થાવું બહુ જટિલ છે પણ મુશ્કલ નથી. આપણે આપણા વિચારોને ઘણી વાર એટલા બીબા ધાડ ખાંચામાં નાખી દઇએ છીએ કે તેમાંથી બહાર આવવા માટે કોઇ વિચાર સુધા નથી આવતો.
એક દેડકાનો પ્રકાર છે તે પોતાની જાત ને તેના શરીરનુ તાપમાન નકકી કરી શકે છે. એક વાર દેડકાને એક ડોલમાં રાખવામાં આવ્યો અને ધીરે ધીરે તેનું તાપમાન વધારતા ગયા. શરૂઆતમાં તો દેકડો જેવું ડોલનું તાપમાન વધતું તે પણ તેનું તાપમાન ઠંડુ રાખીને તેમાંથી પોતાની જાત ને બચાવી લેતો. ધીરે ધીરે જેમ જેમ તાપમાન વધતું ગયું તેમ તે પોતાના શરીરના તાપમાનને પણ અનુરૂપ કરતો ગયો પણ જયારે એકદમ પાણી ગરમ થવા માંડયુ તેને ખબર ના રહી કે હવે તે શું કરી શકે અને તેને મારવાનો વારો આવી ગયો. પછી તેને વિચાર્યું કે હવે પોતાનો જીવ બચાવવાનો એક જ ઉપાય છે અને તે છે કે આ ડોલમાંથઈ કૂદકો મારીને બહાર નીકળી જવું તેને ઘણા પ્રયત્ન કર્યા પણ તાપમાન ને અનુરૂપ થવામાં તેને તેની એટલી બધી શકિત ખર્ચી નાખી હતી કે તેની પાસે હવે તેટલી તાકાત ના હતી કે તે બહાર કૂદી શકે. અને અંતે તેને મારવાનો વારો આવ્યો. હવે પ્રશ્ર્ન થાય છે કે આ દેડકાની જગ્યાએ પોતાની જાતને મૂકીને જોઇએ તો ખ્યાલ આવે આપણે પણ કયારેય એવું કરીએ છીએ. એક બીબાઢાળ જીવનમાં પોતાની જાત ને અટેલા અનુરૂપ કરી દઇએ છીએ કે પછી દેડકાની જેમ આપણા પણ મારવાના દિવસો આવે ત્યારે આપણે વિચારીયે કે આના કરતા થોડી વધારે મહેનત કરી લીધી હોત તો સારું હોય તો હિંમત કરી લીધી હોય તો જે મશીન જેવી જિંદગી છે તેમાંથી થોડોક છુટકારો મળ્યો હોત. તમારા મનને અનલોક કરો તો રસ્તો મળતો જશે. જરૂર છે કે આગળનું અને પોતાના વર્તુળની બહાર નું વિચારવાની.ઘણા લોકોને તો પોતાની જિંદગી એ જ બીબાઢાળ માં છે અને તે જ રીતે જીવી રહ્યા છે તે જ નથી ખબર હોતી તો ચાલો થોડું મન નું મનોમંથન કરી અને તેનાથી તમે નક્કી કરી શકશો કે તમે કમ્ફર્ટ ઝોન માં જીવો છો કે નહિં.
1- શું તમે સવારે નવ થી પાંચ ની નોકરીમાં કોઇ ટેન્શન નહિં, સવારે જાવ અને સાંજે પાછા થાય તેટલુ કામ કરવાનું બાકી બીજા દિવસે તેવી જિંદગી જીવો છો તો ઘણી શકયતા છે કે તમે કમ્ફર્ટ ઝોન કોલોની માં રહો છો.
2- શું તમારા જીવનમાં સવારથી સાંજ કંઇ પણ ઉત્પાદક વસ્તુ, વિચાર કે કારણ વગર પડી જાય છે તો તમે કમ્ફર્ટ ઝોન કોલોની માં રહો છો.
3- શું જીવન માં કોઇ લક્ષ્ય નથી અને કુદરત જેમ જીવાડે તેમ જીવો છો, કે પછી ભૂતકાળ ને હંમેશા વાગોળ્યા કરો છો તો તમે કમ્ફર્ટ ઝોન કોલોની માં રહો છો.
4- શું તમે તમારી આવક થી સંતોષ છે અને વધારે આવક માટે કે કોઇને મદદ કરવા માટે નું ના વિચારીને માત્ર પોતાનું જ ગુજરાન ચાલે રાખે છે તેવા વિચાર થી પોતાની જિંદગી જીવો છો તો તમે કમ્ફર્ટ ઝોન કોલોની માં રહો છો.
પ- શું એક વિદ્યાર્થી તરીકે તમે નવું શીખવામાં કે વાંચન માં સમય નહિં ફાળવી ને ટેલીવીઝન, ઇન્ટરનેટ, યૂટયુબ, ફેસબુક, વેબસિરીઝ, ગેમ કે ઇન્સ્ટાગ્રામ ની દુનિયામાં વધારે જીવન જીવો છો અને એક સ્ટેટસ મૂકયું તને કોને ગમ્યું અને કોમેન્ટ આવી તે જોવામાં વધારે સમય ફાળવો છો તમે કમ્ફર્ટ ઝોન કોલોની માં રહો છો.
6- શું તમે એવું વિચારો છો કે તમારી કયારેક કોઇ મળેલી નિષ્ફળતા પાછળ પૈસાની અછત કે આવડત છે મારામાં કે મારો અભ્યાસ ઓછો છે કે મારું કુટુંબ નો સાથ નથી, તો તમે કમ્ફર્ટ ઝોન કોલોની માં રહો છો.
7- જીવન ના ઊંચા લક્ષ્યો નકકી કરવાના સમય માં સમય અને સંજોગોને અનુરૂપ અને પોતાના થી આરામથી થઇ જાય તેવા નીચા લક્ષ્ય નકકી કરો છો તો તમે કમ્ફર્ટ ઝોન કોલોની માં રહો છો.
સમય જતા આજ કમ્ફર્ટ ઝોન કોલોની જીવન ને નર્ક બનાવી દેતું હોય છે અને ત્યારે દેડકાની જેમ એટલી શકિત નથી રહેતી કે કૂદકો મારી ને ડોલમાંથી બહાર નીકળી શકીએ એટલે જ સમય, સંજોગોઅને શરીર સાથ દે, મન ને સારા વિચારો થી ભરી ને આજ અત્યાર અને આજ સેક્ધડ થી કમ્ફર્ટ ઝોન કોલોની ને ત્યજવાનો સમય આવી ગયો છે. એક હોંસલા સાથે આગળ નું વિચારવાનું ચાલુ કરી દેવું જોઇએ. અને આપણું મન જે વર્ષ થી તાળાબંધી માં છે તેને અનલોક કરવું જોઇએ. તમારા કમ્ફર્ટ ઝોન ની બહાર નીકળો ત્યારે ઘણી વાર ડર અગવડતા,પડકાર,પ્રતિકુળતા, નિષ્ફળતા અને નિરાશા નો સામનો પણ કરવો પડે છે. તેના માટે માનસિક તૈયારી રાખવી અને બહાર નીકળશો તેમાંથી ત્યારે તમને ઉપકાર રૂપે મળશે તમારા સ્વપ્નને પુરા કરવાનો રસ્તો, તમારી પોતાની ઓળખ, તાકાત, આત્મવિશ્ર્વાસ, સમુદ્ધિ,પૈસા, સફળતા, અને સપ્તરંગી જાદુ મળશે જે જીવન ને એક નવી ઉંચાઇ સુધી લઇ જઇ શકશે.
કોઇએ શું ખુબ લખ્યું છે કે ભલે અંતમાં બનો પણ જરૂર કૈક બનો કારણ કે સમય સાથે માણસ ખેરિયત નહિં હેસિયત પૂછે છે. જીવન આપણું છે અને આપણે તેના શિલ્પકાર છીએ, ચાલો એક એવી મૂર્તિ બનાવી કે ખુદ ઇશ્ર્વર પણ તેની સરાહના કરે.