



(પૂર્તિ ત્રિવેદી-રાજકોટ, મો. 98253 87127)
ચાલો એક આંકડાની માયાજાળમાં આપણે બધા ફસાઇ ગયા છીએ તેમાં એક ડૂબકી લગાવી..
જન્મ થતા સમયે કેટલા સમયે આવ્યો જન્માક્ષર કાઢવો કેટલા વર્ષનું આયુષ્ય છે.
કયા ધોરણ કે કોલેજના વર્ષમાં ભણે છે, કેટલા વિષય આવે, કેટલા વાગે સ્કૂલે જવાનું કયારે છૂટવાનું.
કેટલા ટકા પરિણામ આવ્યું જાણે જીવનનું પ્રમાણપત્ર માત્ર અને માત્ર બે કે ત્રણ નંબરના આંકડામાં કેદ થઇ ગયું, કેટલી જગ્યાએ પ્રવેશએ મળશે, કેટલા ક્ષેત્રમાં પ્રવેશ ની તક છે.
કઇ સ્કૂલમાં ભણવાનું, કેટલી ફી અને સહુથી મોટો પ્રશ્ર્ન માતા પિતા માટે આજના જમાનામાં ફીનો જ છે કારણ કે તેમની આંકડાકીય બજેટમાં તેમનાં બાળકની ફી બંધ બેસવી જોઇએ.
નોકરી લાગી ગઇ, કંપની કયા નંબર પર છે, પગાર કેટલો છે..
નોકરીમાં સતત આંકડા બાજી, ક્રેડિટ, ડેબિટ, ની રમત, સેલ્સના માણસોને કેટલું ટાર્ગેટ આપવું, કેટલું કર્યું, ગયા વર્ષે કેટલું કર્યું, ડીગ્રોથ અને ગ્રોથ અને ઇન્સેટિવની મોહમાયા અને એનાલિસિસ ની આંકડાકીય માયાજાળ.
પોલિટિકસમાં પણ સમૂહ સીટની રમત, અને તેને મેળવવા માટે પાર્ટીની પૈસાની રેલમછેલ..
છોકરીને પસંદ કરતી વખતે તેના દરેક પતી કયારેક વિચારતો જ હશે મારો નંબર પહેલો કે પછી, કેટલું કમાય છે. અરસ પરસ છોકરી કેટલા તોલા સોનું લાવી, કેટલી વસ્તુ લાવી, છોકરો કેટલું કમાય છે, કેટલી મિલકત નો આશામી છે, કેટલા વાહન છે..
40 વટી ગયા પછીના ચાલ્યા તો ચાલસો નહિં, તો દરોજ કેટલી મિનિટ ચાલવું.
ભર જુવાનીમાં માણસની સફળતા, તેનું પદ તેની ગરિમા તેના પગાર અને તેના ઉંચા નંબરના પદથી થાય છે જયારે સંધ્યા સમયે માણસ પોતે કેટલી મિલકત ભેગી કરી તે તેનું માપદંડ તેની સફળતા
કોઇ ઘર લીધું હોય, કોઇ ફર્નિચર કરાવ્યું હોય તો કેટલામાં થયું અને થતા પહેલા પણ અંદાજ ખર્ચ કેટલો અને કેટલો થઇ ગયો ની આંકડાકીય માયાજાળ.
કોઇ મોબાઇલ લીધો હોય, કે લેપટોપ, ઘરની વસ્તુઓ તો પત્ની ની સાથે સાથે નજીકના મિત્રો, દોસ્તાર, સગા સંબંધી નો પણ ટહુકો કેટલાનો આવ્યો…
કેટલા વર્ષ જીવ્યા, કેટલું કમાયા અને કેટલી સંપત્તિ છોડતાં જાશો.
આ બધાનું કારણ અને તેનું પરિણામ પણ આંકડામાં જ મળે છે પછી, બ્લડ પ્રેસરનો વધતો પારો, ડાયાબિટીસ, થાયરોઇડ અને ઓસ્ટીયોપોરોસિસ, આર્થરિટિસ, કોલેસ્ટ્ેરોલ અને બીજાના ના ગમતા અનેક રોગ પણ આંકડા માં જ શરીર ને તેના હોવાનો પુરાવો આપે છે.
જીવન થી મરણ વચ્ચે આપણે માત્ર આંકડાની માયાજાળમાં કયાંક ને કયાંક ઇચ્છા કે અનઇચ્છાથી ફસાઇ ગયા છીએ જાણે કે સામાન્ય બાબત પણ આંકડાકીય માહિતી બતાવે તે સહજ બની ગયું છે અને તેનું વિશ્ર્લેષણ પણ જાણે કંઇક બહુ માહિતગાર છે તેમ કરવામાં આવે છે, કયારેક માનવ સહજ પ્રવૃત્તિ છે અને બધું નોર્મલ જ લાગે છે, આજના સ્પર્ધાકિય યુગમાં અમુક અંશે અનિવાર્ય પણ છે, પણ કયારેક શાંતિથી બેસીને વિચારીયે તો અહેસાસ થાય કે શું આંકડામાં વસ્તુની તુલના થાય તે તો સ્વભાવિક છે. કારણ કે તે નિર્જીવ છે અને માણસે રચેલી અને આપેલ કિંમત ને આધીન છે, પણ માણસની તુલના તેમનાં છોકરાના ભણતર ની તુલના, તેમની ઇમાનદારી, વફાદારી, પ્રેમભાવ, કુદરતની આપેલ ઉંમર, બાળકનું ભણતર અને સહુથી મોટું તેમનું માણસ ચરિત્ર ને શું આંકડામા ગણવું યોગ્ય છે. શું માણસ માત્ર આંકડામાં જ ગૂંચવાયેલો રહેશે કયારેય તેનાથી પર નહિં થઇ શકે.
કુદરતની બનાવેલ આ સૃષ્ટિ જ એક ઉતરોત્તમ ઉદાહરણ છે, શું કુદરતે આપણને આંકડા નો વારસો આપ્યો છે, તેમને તો સમય ચક્ર આપ્યું છે જે કુદરત ના દરેક રંગ, ઋતુ અને તેની મહેક હોવાની પ્રત્યક્ષતા નો અહેસાસ કરી શકે પણ કુદરતે આપેલ સમય ચક્ર ને આપણે આંકડાચક્રમાં પરિવર્તિત કરી નાખ્યું છે.
કુદરત તો તેની કૃપા અવિરત કોઇ આંકડાકીય માહિતી વગર અને તેની મોહમાયા પર રહીને વરસાવે છે, તે ખેતર માં લહેરાતા પાક હોય, કે મોસમની લહેર, કુદરતની સવાર ની રંગબેરંગી રંગોળી કે કુદરતના દૂત રૂપ પશુ પક્ષીઓનો કલરવ, બાળકનું નિર્દોષ હાસ્ય કે કુદરતની અંધારી સહાય પૂનમના ચંદ્ર રૂપે, તેમાં કોઇ આંકડા નહિં, કોઇ ગણતરી નહિં, કોઇ લેવડ દેવડ નહિં, કોઇ રાગ દ્રેષ નહિં બસ તેનાથી પર એક નિર્દોષ, અવિરત પ્રેમ, અરે કુદરત તો પુરી સૃષ્ટિને સવારમાં તેના ફુવારાથી નવડાવે છે, તેની ઝાળક રૂપી પ્રેમાળ સ્પર્શ સ્વરૂપે પણ આપણે તેનો અહેસાસ સુધા નથી કરી શકતા આપણે આપણી આવનાર પેઢીને તો કદાચ ઝાકળનો અહેસાસ તો દૂર તે વાકથી પરિચિત કર્યા હોય તો પણ ઘણું કહેવાય, કારણ કે 4-જી ના યુગમાં દુનિયા તો નાની થતી જાય છે.
બધી જ માહિતી આંગળીના ટેરવે મેળવીને પણ, માણસની તેમાં ગૂંચાયા રહેવાની વૃત્તિથી કદાચ માણસ જાતની સંકુચિતતા, વિચારશકિત અને મનોદશા પણ નાની થતી જાય છે.
એક બહુ સુંદર વાકય બહુ પ્રસિદ્ધ બુક અલ્કેમીસ્ટમાં લખેલ છે કે , એવું કયારેક જ બને કે માણસ પૈસાથી પોતાનો જીવ બચાવી શકે.
એક હકીકત છે, હંમેશા નહિં તો કોક દિવસ, દિવસમાં નહિ તો કલાકમાં, કે મિનિટમાં કુદરતની સમીપ જઇને તેના હોવાના અહેસાસ મેળવીયે તો આંકડાકીય જાળ અને તેના પરિણામ રૂપી શારીરિક સમસ્યાથી દૂર થઇને સારી જિંદગી જીવી શકીશું. અને કુદરતની આપેલ અનમોલ, પ્રેમાળ અને ગણતરી વગરની પ્રકૃતિ અને પ્રાણ સાથે તાલમેલ કરી શકીશું.