



રાજ્યના ખેડૂતો માટે ખરાબ સમાચાર. રાજ્યમાં આગામી 10 દિવસ વરસાદ નહિવત હોવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વરસાદ ખેંચાતા વાવેતર કરનાર ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વાવણી બાદ જ્યારે પાણી જરૂરિયાત હોય છે ત્યારે વરસાદની સિસ્ટમ સક્રિય ન હોવાથી હાલ વરસાદે વિરામ લીધો છે વરસાદ ખેંચાતા ખેડૂતોનું દર્દ છલકાયું હતું. વરસાદ ન પડતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. બે કે ત્રણ દિવસમાં વરસાદ નહીં પડે તો પાક નિષ્ફળ જવાની ભીતિ છે