



પેટ્રોલ ડિઝલના વધતા જતાં ભાવમાં મોટા ફાળો કેન્દ્ર અને રાજ્ય સરકારના ટેક્સનો છે. પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલીસીસ સેલ, આઈઓસીના 1 ફેબ્રુઆરી, 2021ના ડેટા અનુસાર સૌથી વધારે ટેક્સ વસુલનાર રાજ્યમાં મહારાષ્ટ્ર મોખરે છે. અહીં પેટ્રોલ પર 26.9 રૂપિયા વેટ લેવામાં આવે છે. જ્યારે મધ્ય પ્રદેશમાં પેટ્રોલ પર વેટની કિંમત 26 રૂપિયા, મણીપુરમાં 25 રૂપિયા, આંધ્ર પ્રદેશમાં 25 રૂપિયા, ઓડિશામાં 20.6 રૂપિયા, રાજસ્થાનમાં 24.7 રૂપિયા, તમિલનાડુમાં 22.7 રૂપિયા, તેલંગાણાણાં 22.7 રૂપિયા અને કર્માટકામાં 22.5 રૂપિયા વેટ વસુલવામાં આવે છે. જ્યારે રાજ્યો કરતાં કેન્દ્ર સરકાર સૌથી વધુ એટલે કે એક લિટર પેટ્રોલ પર 33 રૂપિયા ટેક્સ વસુલે છે. આ તમામ આંકડા 1 ફેબ્રુઆરી, 2021ના આધારે છે જ્યારે પેટ્રોલની બેઝિક કિંમત 29.7 રૂપિયા ગણવામાં આવી છે