



જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)ના ગ્રાહક છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. એસબીઆઈઆ પોતોના ગ્રાહકો માટે ઉપલબ્ધ બેન્કિંગ સેવાઓના નિયમોમાં એક જુલાઈ 2021થી કેટલાક મોટા ફેરફાર કરવા જઈ રહી છે. એસબીઆઈના આ નવા નિયમો અંતર્ગત હવે ગ્રાહકો ચાર વખત જ એટીએમ અને બેંકની કોઈપણ બ્રાન્ચથી સર્વિસ ચાર્જ વગર લેવડ દેવડ કરી શકશે. ઉપરાતં જો કોઈ ગ્રાહક એટીએમ અથવા બ્રાન્ચમાંથી રૂપિયા ઉપાડે છે તો તેને સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. ઉપરાંત ચેક બુકના મામલે પણ એક જુલાઈથી નવા સર્વિસ ચાર્જ લાગુ પડશે.
એસબીઆઈના નવા નિયમ બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) એકાઉન્ટ ગ્રાહકો માટે છે. BSBDને ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ પણ કહેવામાં આવે છે અને ગ્રાહકોએ તેમાં મિનિમમ બેલેન્સ રાખવાની જરૂરત નથી પડતી. દેશમાં ગરીબ વર્ગોને બચત માચે પ્રોત્સાહિત કરવા માટે કોઈપણ ચાર્જ વગર આ એકાઉન્ટ ખોલવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.