



નરેન્દ્ર મોદીએ ડોકટરોના બલિદાનને સલામી આપી, કહ્યું – કોરોનાનો ભય હજી ગયો નથી.
ડોકટર દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશભરના તબીબોને સંબોધન કર્યું હતું. અને જણાવ્યું હતું કે, સમગ્ર દેશ જયારે કોવીડની સામે મોટી લડત આપી રહ્યો છે, ત્યારે ડોકટરોએ લાખો લોકોનો જીવ બચાવ્યો છે.
આજે ડોક્ટર દિવસ નિમિતે વડાપ્રધાન મોદીએ દેશભરના તબીબોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, તેમની સેવા પ્રેરણારૂપ સમાન છે. હું ભારતના ૧ કરોડ ડોકટરો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આપણે ત્યાં ડોકટરોને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે.
વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કોરોનાના કપરા કાળમાં સતત ફરજ બજાવનારા તમામ ડોકટરોના બલિદાનને સલામી આપી હતી. અને લોકોને ચુસ્તપણે કોવીડ ગાઇડ લાયન્સનું પાલન કરવા અપીલ પણ કરી હતી.