



ગુજરાતના જંગલોથી સારા સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર રેકોર્ડ મુજબ ગુજરાતના જંગલોમાં સિંહોની સંખ્યા 700ને પાર પહોંચી ગઈ છે. સિંહોની વસ્તીમાં 6થી 8 ટકાનો વધારો નોંધાયો છે. ટીઓઆઈમાં છપાયેલ સમાચાર મુજબ વન વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પૂનમ અવલોકન (પૂનમના દિવસે સિંહોનું અવલોકન) અભિયાન દરમિયાન ગુજરાતમાં સિંહોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.ગુજરાતમાં સિંહોની સત્તાવાર સંખ્યા 710થી 730ની વચ્ચે છે. 2020ની વસ્તી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 674 નોંધાઈ હતી. 2019ની સરખામણીએ આ સંખ્યામાં 28.9 ટકાનો વધારો નોંધાયો હતો. અગાઉ 2015માં પણ ગુજરાતમાં સિંહોની સંખ્યામાં 2 ટકાનો વધારો થયો હતો. ગુજરાતમાં 2015માં કુલ 523 સિંહ હતા જે હવે વધીને 710 સુધી પહોંચી ગયા છે.ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓ મુજબ ગુજરાતમાં 1 જાન્યુઆરી 2019થી 31 ડિસેમ્બર 2020 વચ્ચે વિવિધ કારણોસર 313 સિંહના મોત થયાં. 2018માં ગિર અભ્યારણ્યમાં કૈનઈક ડિસ્ટેંપર જેવા ઘાતક વાયરસના લપેટામાં આવવાથી 23 સિંહના મોત થયાં હતાં. વર્તમાન આંકડાઓ મુજબ વર્ષ 2019માં 154 અને વર્ષ 2020માં 159 સિંહના મોત થયાં છે. જેમાં 71 સિંહ, 90 સિંહણ અને 152 બચ્ચાં સામેલ છે.