



ઋતુમાં બદલાવ સૂર્ય અને પૃથ્વીની સાપેક્ષ ગતિઓને લીધે થાય છે. આ ઋતુઓનો બદલાવ એ વાતાવરણમાં બદલાવ કરે છે, વાતાવરણમાં બદલાવ આવતા મનુષ્યની તબિયતમાં પણ ઉતાર ચઢાવ આવે છે. આમ ગ્રહોની ગતિ સાથે મનુષ્યની તબિયત પણ જોડાયેલી છે. તબીબી અને ભૌતિક વૈજ્ઞાનિકો પણ હવે પોતાનો વિશ્ર્વાસ પ્રગટ કરી ચૂકયાં છે કે મનુષ્યનું દેહબંધારણ અને માનસિક ગતિવિધિઓ તેના જન્મના ગ્રહો સાથે સંબંધ ધરાવે છે. જયોતિષના જ્ઞાનની મદદથી રોગ થવાની ઘટના પર પ્રકાશ પાડી શકાય છે. પરંતુ અહીં એ ધ્યાન રહે કે ગ્રહો રોગો કરતા નથી, પરંતુ ગ્રહો તેમની પ્રકૃતિ અનુસાર રોગોનો નિર્દેશ કરે છે. ગ્રહોની ગતિ પરાપૂર્વથી નિશ્ર્ચિત છે, આદ્ય આચાર્યોએ જેવા કે વરાહમિહિર અને મહર્ષિ પરાશરે ગ્રહો અને તેમના દ્વારા સૂચિત રોગો પર પોતાનાં તારણો તેમને રચનાઓ રજૂ
કર્યા છે.
જન્મકુંડળીમ્ાાં છઠ્ઠું, આઠું, બાધક અને મારક સ્થાન મનુષ્યના આયુષ્ય પર અસર કરે છે. જયોતિષ દ્વારા રોગની ઓળખ થઇ શકે છે. પરંતુ દેશ અને કાળ પણ અગત્યના છે. બીજા અર્થમાં જન્મકુંડળી દ્વારા રોગી જીવનને ઓળખી શકાય પરંતુ જો જાતક સ્વાસ્થ્ય બાબતે વધુ સજાગ હોય તો તે રોગમાં જલ્દી સપડાય નહીં તેવું પણ બની શકે. જન્મકુંડળી દ્વારા નિર્દેશિત રોગ જો મોટી ઉંમરે થાય તો તે રોગ અચૂક રીતે જાતકના જીવન દોરી ટૂંકી કરી શકે અને અકાળે અવસાનનું કારણ બની શકે.જન્મકુંડળી દ્વારા નિર્દેશિત રોગ જો જાતકને થાય, અને દેશ, કાળ પણ જો સંમત હોય તો જાતકને જન્મકુંડળી દ્વારા નિર્દેશિત રોગ ભારે પડી શકે, બીજા અર્થમાં આ રોગ જીવલેલણ નીવડી શકે. છઠ્ઠા ભાવનો સ્વામી, બાધકેશ, મારકેશ ગ્રહોમાંથી જે સૌથી વધુ દૂષિત અને નિર્બળ હોય તેને રોગનો નિર્દેશક ગણી શકાય. આઠમા ભાવનો સ્વામી પણ આયુષ્ય સાથે સંબંધિત છે, અઠમા ભાવના સ્વામીનો છઠ્ઠા ભાવના સ્વામી સાથે અશુભ સંબંધ જીવલેણ રોગનું સૂચન કરે છે. રોગોના નિર્દેશક ગ્રહોનો સંબંધ લગ્નેશ સાથે હોય તો જાતકને પોતાની બેદરકારીને લીધે શારીરિક -માનસિક વ્યાધિના શિકાર થવું પડે છે.
છઠ્ઠા, આઠમા, મારક અને બાધક ગ્રહોમાંથી જે ગ્રહ નબળો કે દૂષિત હોઇ રોગ સૂચિત કરતો હોય, આ રોગ સૂચિત ગ્રહ કેવો રોગ નિર્દેશ કરી શકે તેની યાદી આપેલી છે.
કયો ગ્રહ કેવો રોગ નિર્દેશ કરે છે ?
સૂર્ય : હાડક નિર્બળ થવા, હૃદય રોગ, હૃદયના અનિયંત્રિત ધબકારા, નેત્રમાંથી પાણી નીકળવું, દ્રષ્ટિ નબળીપડવી, રાત્રિ દરમ્યાન અંધાપો, અસામાન્ય પિત્તદોષ, માઇગ્રેન.
ચંદ્ર : માનસિક રોગ, મન નિર્બળ થવું, ડિપ્રેશન માં આવી જવું, હાઇ બ્લડપ્રેશર, કફદોષને લીધે શ્ર્વાસ, નેત્રમાં પાણી સૂકાઇ જવું, અનિદ્રા
શનિ : શનિએ વાયુ પ્રકૃતિનો નિર્દેશ કરે છે. આયુર્વેદ પ્રમાણે શરીરમાં થતાં સોજા અને સ્નાયુ-હાડકાના દર્દ વાયુને લીધે થાય છે. વા કે પગના સાંધાના દર્દો શનિ દ્વારા નિર્દેશિત છે.
રાહુ : રાહુ દ્વારા સૂચિત રોગમાં ઝેર દ્વારા મૃત્યુ થવું, પ્રાણી કે કીટકના કરડવાથી થતાં રોગ, ગળાના ભાગે થતાં રોગ, માનસિક શૂન્યતા, બ્રેઇન ટયુમર, અજ્ઞાત કારણોસર મૃત્યુ થઇ જવું, માનસિક આવેગથી આત્મહત્યા કરવી તે પણ રાહુ નિર્દેશિત ગણી શકાય.
કેતુ : ગર્ભાશયના રોગ, ગુપ્ત રોગ, અસામાન્ય અને હઠીલા દર્દો જેવા કે ચામડીના રોગો.
ગુરુ : ગુરુ ગ્રહ કફ અને મેદનો નિેર્દેશક છે. આથી યકૃતનારોગ, લોહીનું ઘટ્ટ થવું, વજન અસામાન્ય રીતે વધી જવું, શારીરિક સ્થૂળતા આવવી અને મેદને લીધે બેડોળ શરીર પણ અશુભ થયેલ ગુરુને લીધે થઇ શકે. અશુભ ગુરુ ચતુર્થ ભાવે હૃદયનું અસામાન્ય પહોળું થવું નિર્દેશિત કરે છે.
શુક્ર : શુક્ર થકી થતાં રોગોમાં પ્રમેહ,પેશાબના રોગો, શરીરમાં ઓજનો નાશ થવો, જાતીય રોગો, અતિવિલાસી જીવનને લીધે થતાં રોગો, જનન શકિતનો અભાવ વગેરે ગણી શકાય.
મંગળ : ભૂમિપુત્ર મંગળ ગ્રહ શરીરના બંધારણ અને મુખ્ય તો લોહી સાથે સંબંધિત છે. પિત્તજન્ય રોગ, રકતનો બગાડ થવો. અસામાન્ય બ્લડ પ્રેશર તથા કિડનીના દર્દો મંગળ ગ્રહ સૂચિત છે. મંગળ જો રાહુ કે શનિ સાથે હોય તો જાતકના દેહમાં અચૂક મોટી તકલીફ આવે છે.
બુધ : વાક શકિત દુર્બળ હોવી, ઉચ્ચારણ બરાબર ન થવું, મગજ અને ચેતાતંત્રને લગતાં રોગ, વાયુના દર્દ અને યાદશકિત ગુમાવવી વગેરે.
રોગ નિર્દેશક ગ્રહ કઇ રાશિમાં હોય તો કયા
ભાગમાં રોગ સૂચિત કરે છે ?
જન્મકુંડળી જોતાં સમયે જો કોઇ એક સ્થાનને ઉપર જણાવેલ રોગ અને મૃત્યુ નિર્દેશક ગ્રહો વધુ દૂષિત કરતાં હોય તો તે રાશિ અને ભાવ નિર્દેશક અંગમાં ગ્રહની પ્રકૃતિ પ્રમાણેનો રોગ થઇ શકે છે. રાશિ દૂષિત હોતાં રોગ શરીરમાં ઊંડે હાઇ શકે છે, જયારે સ્થાન દૂષિત હોતાં સ્થાન નિર્દેશિત અંગના બહારના ભાગમાં બાહ્યસપાટી પર રોગના ચિહ્નો જોવા મળી શકે છે.
મેષ : માથું અને કપાળનો ભાગ, આંખો, મુખ,માથાનો દુ:ખાવો, મગજના રોગ, માઇગ્રેન
વૃષભ : હોઠ, દાંત,જીભ, ગળું, ગળાના દર્દો, શ્ર્વાસને લગતા દર્દ
મિથુન : ખભા, ભૂજા, હાથ, હથેળી, સ્તન, હાથના ભાગે દર્દ, શ્ર્વાસની તકલીફ, નબળો બાંધો
કર્ક : ફેફસાં અને હૃદય, હૃદયના રોગ અને શ્ર્વાસ-દમ, કફ ભરાઇ જવો, ફેફસાનાં દર્દ
સિહ : જઠરનો ભાગ, પાચનશકિતના દર્દ, વાયુનાદર્દ
ક્ધયા : કમર, કિડની, કમરના દર્દ, પાચનની તકલીફ, પેશાબના રોગ
તુલા : નાભિનો ભાગ, મૂત્રાશય અને ગર્ભાશય, પેશાબ અને ગુપ્ત રોગ
વૃશ્ર્ચિક : ગુદા અને નિતંબનો ભાગ, ગર્ભાશય,જ્નનેન્દ્રિય, મોટા આંતરડા અને ગુપ્તરોગ
ધન : સાથળનો ભાગ, પગના દર્દો,થાપાના સાંધાના દર્દ
મકર : ઘૂંટણનો ભાગ, દર્દીને ચાલવામાં તકલીફ, પગ નિર્બળ થઇ જવા, પગના ભાગે હાડકાના દર્દ
કુંભ : પિંડીંનો ભાગ, પગના નળાનો ભાગ, પગમાં સ્નાયુ ખેંચાઇ જવા, વાયુના દર્દ
મીન :પગની પાનીનો ભાગ, એડીના ભાગે તકલીફ
રાશિઓ અગ્નિ, પૃથ્વી, વાયુ અને જળમાં વહેંચાઇ છે, માટે રાશિ સૂચિત રોગમાં રાશિની પ્રકૃતિ પણ ધ્યાનમાં લઇ શકાય છે.
– જગદીશભાઇ રાજપરા
એ-27 મુદુલ પાર્ક , વિભાગ-3,
ગાયત્રી ડેરી સામે, આશાપુરી જવેલર્સની બાજુમાં
ચાણકયપુરી-ઘાટલોડયા અમદાવાદ-380061
મો.98256 17815