કોરોનાની ધાર્મિક અને સામાજિક અસર
Aastha Magazine
કોરોનાની ધાર્મિક અને સામાજિક અસર
એક્સકલુઝીવ સોશ્યિલ સ્ટોરી

કોરોનાની ધાર્મિક અને સામાજિક અસર

priyadarshnaTrivedi@gmail.com
દરેક અનુભવ કંઇક નવું શીખવે છે, નવો દિશાનિર્દેશ આપે છે. એટલે કે માનવજાતમાં નવચેતન લાવે છે. ચાલુ વર્ષ 2020 દરમ્યાન આપણને સારા-નરસા ઘણા અનુભવો થયા. કોરોના મહામારી, ભૂકંપ, અતિવૃષ્ટિ વગેરે જેવી આફતોનો અનુભવ થયો. જેમાં કોરોના મહામારીએ વિશ્ર્વકક્ષાએ માનવજાત માટે એક પડકાર આપત્તિ સાબિત થઇ છે. હકારાત્મક નજરે વિચારીએ તો કરોના જેવી ભયાનક અને વિનાશક આપત્તિની પણ આપણા જીવન ઉપર હકારાત્મક અરસ જોવા મળે છે. કોરોના જેવી મહામારીને કારણે આખી દુનિયમાં પરિવર્તન તો આવી જ ગયું છે. એ હજુ પણ આવશે. પરિવર્તન એટલે એક પ્રકારની ક્રાંતિ. મનુષ્યમાં જયારે જાગૃતિ આવે છે ત્યારે જ ક્રાંતિ આવે છે. કોરોનાને કારણે સામાજિક, આર્થિક અને સ્વાસ્થ્યવિષયક સભાનતાનો ઉદ્ભવ થયો છે. સાથો સાથ સમાજસેવા અને ધાર્મિકવૃત્તિ ને વેગ મળ્યો છે. સરકારી કર્મચારીઓ, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સંપૂર્ણ જાગૃતિ સાથે લોકસેવાના કાર્યમાં જોડાઇ ગયા છે. લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવની સાથો સાથ કોરોનાગ્રસ્ત લોકોની સારવાર તેમજ કોરોના સામે રક્ષણ માટે જરૂરી સાધનો તેમજ ઔષધિઓનુ નિ:શુલ્ક અથવા રાહતદરે વિતરણ વગેરે સમાજસેવાનાં કાર્યો ખરેખર પ્રશંસનીય છે. આમ, સામાજિક અંતર રાખવાની (સોશિયલ ડિસટન્સ) સાથો સાથ સામાજિક અંતર પણ ઘટયું છે. લોકો તનથી ભલે દૂર રહ્યા પણ મનથી નજીક આવ્યાં છે. લોકોની ધાર્મિક વૃત્તિમાં પણ વૃદ્ધિ થઇ છે. સરકારી પ્રતિબંધોના કારણે આપણે સામાજિક કે ધાર્મિક મેળાવડાઓ યોજવા પાછળ જે શારીરિક, બૌદ્ધિક અને આર્થિક ક્ષમતાનો દુુર્વ્યય કરતા હતા તેમાં ઘટાડો થયો છે. આપણી પાસે બચેલી એ શારીરિક, બૌદ્ધિક અને આર્થિક ક્ષમતાને આપણે સાચા માર્ગે વાળી છે. ધમાલિયા અને ઘોંઘાટ ઉત્પન્ન કરનાર કાર્યક્રમોની બાદબાકીને કારણે શાંતિથી અને શુદ્ધ બુદ્ધિથી ભકિત, બંદગી કે ઇબાદત કરતાં લોકોની શ્રદ્ધા અને ઇમાન વધુ મજબૂત બન્યા છે. લોકો ઇશ્ર્વરને ખરા અંત:કરણપૂર્વક પ્રાર્થના કરે છે કે હે ઇશ્ર્વર ! આ મહામારીથી તું અમને બચાવ. આ રીતે ધાર્મિકવૃત્તિને પણ વેગ મળ્યો છે.
આ રોગ આવ્યા પહેલાં કોઇએ સપને પણ નહીં વિચાર્યું હોય કે બધા કામધંધા છોડીને પરિવાર સાથે આનંદથી સમય વિતાવશે. કહેતા તા કે .. પરિવાર માટે સમય નથી. દૂર દૂર સુધી નોકરી માટે જતા હતા. જે માણસ પૈસા પાછળ દોટ મૂકતો એ પરિવાર સાથે પુરાઇ ગયો હતો.
પરિવર્તન હી સંસાર કા નિયમ હૈ.. આ કહેવત કોરોના એ સાર્થક કરી બતાવી છે. સામાજિક, આર્થિક અને ધાર્મિક જાગૃતિ આવી ગઇ છે. આટલી બધી પ્રગતિ દુનિયા એ કરી હોવા છતાં કોઇ અદ્રશ્ય શકિતએ આખી દુનિયાને પોતાના કાબૂમાં લઇ લીધી છે. ઘણી બધી બાબતો વ્યથિત કરનારી છે તો ઘણી બાબતો શ્રદ્ધાવાળી પણ છે. ભલે ધાર્મિક સ્થળોના દરબાજા બંધ હોય પણ આરોગ્ય સુવિધા અપનારા ડોકટરના દરવાજા ખુલ્લા રહ્યા છે. સમાજ અચાકન સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થઇ ગયો, શિક્ષણ ઓનલાઇન થઇ ગયું, રામાયણ-મહાભારત જેવી સિરિયલો છોકરાઓ જોવા લાગ્યા. દેશ જાણે ભવ્ય ભૂતકાળ ભણી ગતિ કરતો જણાય છે. ઘરમા ભરાઇને સુપરમેન અને સ્પાઇડરમેનની વિડિયોગેમથી ગળે આવી ગયેલા બાળકો બાળકૃષ્ણની માખણચોરીને આશ્ર્ચર્યભાવે જોવા લાગ્યો છે. ધમાલિયું જીવન જીવતો મનુષ્ય માનસિક તાણમાંથી મુકત થઇ. ઘરમા શાંત વાતાવરણમાં આધ્યાત્મિક જીવન જીવતો થયો છે. અને સૌથી મોટી બાબત એ છે કે આપણે સૌ ભેગા મળીને કોરોના સામે લડી રહ્યાં છીએ. અને વ્યકિતગત જાગૃતિની શકિત પણ જોવા મળી રહી છે.
આપણે જિંદગીને કયારેય એવું ન કહેવું જોઇએ કે અમે શું ઇચ્છતા નથીી ? જિંદગીને એવું કહેવું જોઇએ કે આપણે શું ઇચ્છીએ છીએ. આપણે જિંદગી પાસે એ ઇચ્છીએ કે તે આજના દિવસને આરપાર જુએ. માનવતાની સંયુકત શકિત. આધ્યાત્મિકતામાં આસ્થા અને વિજ્ઞાનમાં વિશ્ર્વાસ જ આપણને જિતાડશે.
જેવી રીતે ભૂતકાળમાં અનેક સંકટો પર વિજય મેળવ્યો છે, તેની મદદથી આપણે આ સંકટમાંથી બહાર આવી જઇશું. આપણે લાંબુ જીવીશું. અને આવનારી પેઢીને જણાવીશું કે, આપણે કેવી રીતે કોરોના ઉપર વિજય મેળવ્યો છે. આ એક ઐતિહાસિક તથ્ય બની જશે. જે આપણે ભૂતકાળ અંગે હંમેશા યાદ અપાવતું રહેશે. અને આપણા જીવનમાં સમયની આરપાર જોઇ શકીશું.
માનવશકિતની સંયુકત શકિત પર આસ્થા રાખો. સર્તક રહો. બધી જ સાવચેતી રાખો. જેના અંગે તમને જણાવ્યું છે તેની લાપરવાહી ન કરો. અત્યારે દંભ માટે કોઇ સ્થાન નથી. આ સંકટ જયારે પસાર થઇ જશે ત્યારે આપણે આનંદિત હોઇશું. ત્યારે આપણે ડરીને ખુશ રહેવું નહીં પડે. મનનો ચુંબકની જેમ ઉપયોગ કરો. દુ:ખને દૂર ખસેડો ને ખુશીને પસંદ કરો. તો માનવતા પણ ખુશ થશે.

– પ્રિયદર્શના ત્રિવેદી, સુરેન્દ્રનગર
priyadarshnaTrivedi@gmail.com

Related posts

શું તમે કમ્ફર્ટ ઝોન કોલોની માં રહો છો ?

aasthamagazine

Speed News – 22/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

Speed News – 04/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

ઇશ્વરનો આભાર માનતા નથી તો ફરિયાદ પણ કરવાનો અધિકાર નથી

aasthamagazine

પ્રેમની શક્તિ અવિરત છે તેમાં દુઃખો સહન કરી લેવાની તાકાત છે : પ્રેમ કર્યો છે ?

aasthamagazine

धन गया, कुछ नहीं गया,स्वास्थ्‍य गया, कुछ गया।चरित्र गया तो सब कुछ गया।

aasthamagazine

Leave a Comment