



મિત્રતા એક અનમોલ રતન છે. એનું કોઇ મૂલ્ય નથી. પરંતુ સાચા મિત્ર ખૂબ જ મુશ્કેલીથી મળે છે. જીવનમાં જો કોઇ એક સાચો મિ6 મળી જાય તો સમજવું કે આપણને આ સંસારમાં અમૂલ્ય ચીજ મળી ગઇ છે. સાચા મિત્રતાની કહાની બે મિત્ર દ્વારા સમજીએ. એક શહેર હતું. એમાં બે જીગરી દોસ્ત રહેતા હતા. એક બીજા હંમેશા સાથે રહેતા હતા. હર મુશ્કેલીમાં એક બીજાની સહાયતા કરતા હતા. બંનેની મિત્રતા ખૂબ જ સારી હતી. પરંતુ એક દિવસ કોઇ એક વાત પર બંનેને ઝઘડો થઇ ગયો. બંને એકબીજા સાથે લડવા લાગ્યા. તેમાંથી એક મિત્ર એ બીજા મિત્રને એક તમાચો માર્યો. એ પછી બંને જતા રહ્યા. થોડા દિવસ પચી જે મિત્રએ તમાચો માર્યો હતો. તેના દુ:ખના દિવસો શરૂ થયા. તેની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની ગઇ હતી. એ વાતની જાણ બીજા મિત્રને થઇ અને જાણ થતા જ પેલો મિત્ર મદદ કરવા માટે દોડી આવ્યો. અને બંને મિત્રએ તેના સંકટના દિવસો દૂર કરી દીધા. જે મિત્રએ તમાચો માર્યો હતો. તેને ખૂબ જ અફસોસ થયો. તેની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. અને દોડીને પેલા મિત્રને ગળે લગાડી દીધો અને માફી માગવા લાગ્યો. પરંતુ પેલા મિત્રએ તો તેને તમાચો માર્યો એ જ દિવસે માફ કરી દીધો હબતો. પછી બંને ફરીથી સાથે થઇ ગયા. એક દિવસ મારી એને દુ:ખ પહોંચાડયું હતું. અને એક પથ્થર પર લખ્યું કે તે મિત્રની મદદ કરી અને મને જીવનનું સૌથી અમૂલ્ય સુખ અપાવ્યું હતું. આ જોઇને પેલા મિત્રએ પૂછયું કે તે એક વાત પથ્થર પર અને એક વાત રેતીમાં કેમ લખી ? તો પેલા મિત્રએ સુંદર જવાબ આપ્યો કે મિત્ર, દુ:ખની વાત રેતી પર લખી કારણ કે એ પાણીના પ્રવાહ સાથે ભૂસાય જશે. અને સુકની વાત પથ્થર પર લખી જેને ખૂબ જ ભયાનક તૂફાન પણ મિટાવી નહીં શકે. ત્યારે પેલા મિત્રની ખુશીનો પાર ના રહ્યો. તેને તેના જીવનની ભૂલ સમજાય ગઇ. મિત્રો આપણે પણ દુ:ખની વાત સમય સાથે ભૂલાવી દેવી જોિએ. અને કોઇએ કરેલી આપણી મદદ હંમશા આપણા દિલ પર અંકિત કરી દેવી જોઇએ. જે કાયરેય પણ ભૂલી ના શકીએ. મિત્રો, જરૂર પડે છે. એક સાચો મિત્ર હંમેશા આપણો માર્ગદર્શક બને છે. જે વાત આપણે કોઇ સાથે ના કરી શકીએ એ આપણા મિત્રને કહીએ છીએ. એ આપણા સુખ અને દુ:ખ નો સાથી બને છે. એ આપણી બધી જ પરિસ્થિતિમાં મદદ કરવા માટે તત્પર હોય છે. જેવી રીતે શુધ્ધ હવા માણસના જીવન માટે અમૃત સમાન હોય છે. તેવી જ રીતે એક સાચો મિત્ર પણ જીવનદાયક હોય છે. એક સાચો મિત્ર એની સમજશકિત થી હર સમયમં મુસબતના સમયમાં આપણી ઢાલ બનીને રક્ષા કરે છે. પ્રાચીન યુગમાં પણ એવા ઘણા કિસ્સાઓ બન્યા છે જે સાચી મિત્રતા દર્શાવે છે. રામ સુગ્રીવ ની મિત્રતા, કૃષ્ણ-સુદામી મિત્રતા એક સાચું સમર્પણ જોવા મળે છે. જયાં ઉચ નીચ નતિ મતિ, મોટા-નાના, ગરીબ-અમીર કે રાજા-રંક જેવી કોઇ માન્યતાને સ્થાન નથી. પરંતુ આજે જેમ જેમ કલિયુગની શરૂઆત થઇ તેમ તેમ લોકોમાં નફરતની ભાવના જન્મવા લાગી જયાં મિત્રની ઓળખાણ બરાબરના લોકોમાં થવા લાગી. પરંતુ સતયુગમાં સાચા મિત્રની અદભૂત ઓળખાણ હતી. કૃષ્ણ અને સુદામાની મિત્રતા અનમોલ હતી. તેની મિત્રતાનો જગ વિખ્યાત છે. તેની મિત્રતા સાંદિપની ઋષિ આશ્રમમાં થઇ હતી. શિક્ષા પ્રાપ્ત કાર્ય પછી કૃષ્ણ દ્વારિકાનો રાજા બની ગયો. અને સુદામા એક ગરીબ બ્રાહ્મણ જ રહ્યા. પરંતુ સંકટ ના સમયમાં કૃષ્ણએ પોતાની મિત્રતાનો ફર્જ નિભાવ્યો અને સુદામાનું બધું જ દુ:ખ દૂર કરી દીધું. વ્યકિત પોતાના સુખ અને દુ:ખ અને બધા જ પ્રકારની વાત જેને કરી શકે તે વ્યકિત તેનો મિત્ર હોય છે. વ્યકિત ના જીવનમાં એના મિત્ર એક હિસ્સો હોય છે. સાચા મિત્ર હંમેશા સર્વશ્રેષ્ઠ માર્ગદર્શનક હોય છે. એ હર કદમ પર આપણું માર્ગદર્શન કરવા તત્પર હોય છે. જયારે પણ આપણે ભાવનાત્મક રૂપથી તૂટી જઇએ છીએ ત્યારે તે આપણું સમર્થન કરવા તૈયાર હોય છે. મિત્ર આપણા જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો હોય છે. એક સાચો મિત્ર આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન પણ કર શકે છે. એક કહેવત છે કે, મિત્ર એવો પરિવાર જે જેને આપણે પસંદ કરીએ છીએ. જેટલો મહત્વપૂર્ણ આપણી જિંદગીમા પરિવાર હોય છે. એટલા જ મહત્વપૂર્ણ દોસ્ત હોય છે. મિત્ર ના કારણે જીવનને પૂરી રીતે જીવવાની દિશા મળે છે. એ આપણા વ્યકિતત્ત્વને સુધારવામાં પણ આપણી મદદ કરે છે. જેની પાસે સાચો મિત્ર હોય છે. તેનો આત્મવિશ્ર્વાસ પણ ગજબનો હોય છે. દોસ્તી શબ્દ નથી. જો ભૂસાઇ જાય. એ ઉંમર નથી જો વીતી જાય, સફર નથી જો નીકળી જાય. એ એક એવો અહેસાસ છે કે એના માટે જો જીવી જઇએ તો જિંદગી પણ ઓછી પડી જાય. સાચા મિત્રનો સંબંધ આંખ અને હાથ જેવો હોય છે. હાથને પીડા થાય તો આંખમાંથી આંસુ વહેવા લાગે છે અને જાયરે આંખ રોવે તયરે હાથ એના આંસુ લૂંછવા લાગે છે. દોસ્તનો ખૂબ જ સારો અર્થ થાય છે કે જે આપણા દોષોને હંમેશા માટે અસ્ત કરી દે છે. તે જ સાચા અર્થમાં સાચો મિત્ર હોય છે.
હું ખૂબ જ ભાગ્યાશાળી છું કે મારા દોસ્ત ખૂબ જ અદભૂત છે. એ મારી તાકાતનો સ્તંભ છે. એ મારા પરિવારના ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સો છે.
સાચો દોસ્ત તો એ છે જે પાણીમાં પડેલા આંસુને પણ ઓળખી કાઢે છે.
– ડો. વૈભવી આર. ભુવા
ગંગાભુવન, સરદાર પટેલ નગર,
આટકોટ રોડ
જસદણ
મો. 7600716468