



જેનું નકકી થઇ ગયું તે લોકોના લગ્ન તો લેવાઇ જશે. પણ એવા મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે કે એકમેકને ગમતું હોય છતાં મંગળદોષથી ચિંતિત થઇને પાક્કું નથી કે મુરતિયો જડતો નથી કે ક્ધયા જડતી નથી. લગ્ન વાંચ્છુક હોવા છતાં હિજરાય છે. જો કે હાલમાં ગુરુ અસ્તનો ચાલી રહ્યો છે તેથી લગ્ન ગાળો ચાલુ થઇ ગયો હોવા છતાં ટૂંકાગાળામાં લગ્ન યોગ નથી. વળી ગુરુ માર્ગી થશે ત્યાં સૂર્ય ધનનો થઇ જતાં કમૂરતા ચાલુ થઇ જશે. તે એક મહીનો ચાલશે. તેથી આ વર્ષે લગ્નોના મૂહર્તો પણ ઘણાં ઓછા છે. ગુરુ અસ્તનો હોય તયરે તેમજ કમૂરતામાં કોઇ લગ્ન અંગેના કાર્યો થતાં નથી. પારિવારિક સુખાકારી માટે વર અને ક્ધયા માટે ગુરુ બળવતર અને ઉદિત થયેલો હોવો અત્યંત જરૂરી છે.
કમૂરતામાં ધાર્મિક કાર્યો થઇ શકે, પણ માંગલિક કાર્યો થઇ શકતાં નથી. જો તમે તમારા પરિવાર કે વર્તુળમા કોઇ વિવાહ યોગ્ય હોય અને મંગળદોષથી પરેશાન હોય તો મંગળદોષ વિશેનો સ્પષ્ટ ખ્યાલ મેળવવો જરૂરી છે. જાણો તમારી કુંડળીમાં છે ખરેખર મંગળ દોષ કે પછી તેનો હાઉ થકી તમે પરેશાની ભોગવી રહ્યાં છો.
જન્મ કુંડળીમાં જે ઉદિત રાશિમાં જન્મ થાય તેને જન્મ લગ્ન કહેવામાં આવે છે. તે બાર રાશિમાંથી કોઇપણ હોઇ શકે. લગ્ન એ કુંડળીમાં પ્રથમ સ્થાન ગણાય છે. જો મંગળ લગ્નથી બારમે, લગ્નમાં, લગ્નથી ચોથે કે આઠમે હોય તો કુંડળીમાં મંગળ છે તેમ કહેવાય પણ આ સ્થાનમાં મંગળ હોવા માત્રથી મંગળ દોષિત થતો નથી. જાણો જયોતિષ શાસ્ત્રોમાં મંગળદોષને લઇને શું છે અપવાદો..
અપવાદ નં. 1 :
જો કુંડળીમાં લગ્નમાં મેષનો, ચોથા સ્થાનમાં કર્કનો, સાતમા સ્થાનમાં તુલાનો, આઠમા સ્થાનમાં વૃશ્ર્વિકનો અને બારમા સ્થાનમાં મીનનો મંગળ હોય તો કુંડળી મંગળદોષ વાળી થતી નથી. આ મંગળ નિર્દોષ મંગળ ગણાય છે.
અપવાદ નં. 2 :
જો કુંડળીમાં કોઇપણ રાશિનો મંગળ આ મંગળદોષ વાળા સ્થાનમાં હોય પણ જો તેના પર ગુરુની શુભ દ્રષ્ટિ હોય તો મંગળદોષ થતો નથી.
અપવાદ નં. 3 :
કુંડળીમાં મંગળ દોષ હોય પણ જો તે મંગળ ચંદ્ર સાથે હોય તો પણ મંગળ દોષ થતો નથી.
અપવાદ નં. 4 :
કુંડળીમાં મંગળ દોષ હોય પણ જો વર કે ક્ધયાની કુંડળીમા તે સ્થાનમાં કોઇ પાપ ગ્રહ જેવા કે સૂર્ય, રાહુ , કેતુ કે શનિ હોય તો પણ મંગળ દોષ થતો નથી.
અપવાદ નં. પ :
કુંડળીમાં મંગળ દોષ હોય પણ જો કુંડળીમા બળવાન ગુરુ પત્ની સ્થાનને શુભ દ્રષ્ટિથી જોતો હોય તો પણ મંગળ દોષ નડતો નથી.
અપવાદ નં. 6 :
કુંડળીમાં મંગળ દોષ હોય પણ શુક્ર બળવાન હોય અને તે ગુરુથી દ્રષ્ટ હોય તો પણ મંગળ દોષ નડતો નથી.
અપવાદ નં. 7 :
કુંડળીમાં મંગળ દોષ હોય પણ મંગળ અસ્તનો હોય તો પણ મંગળ દોષ થતો નથી.
અપવાદ નં. 8 :
કુંડળીમાં મંગળ દોષ જનક સ્થાનમાં હોય (એટલે કે મંગળ દોષ હોય) પણ મંગળ ગુરુ સાથે પડયો હોય તો પણ મંગળ દોષ થતો નથી.
અપવાદ નં. 9 :
કુંડળીમાં મંગળ દોષ હોય પણ સાથે મંગળ રાહુનો સંંબંધ થતો હોય તો પણ મંગળ દોષ થતો નથી.
અપવાદ નં. 10 :
મંગળ દોષ જનક સ્થાનમાં શનિ સાથે યુતિમાં હોય તો પણ મંગળ દોષ નડતો નથી.
અપવાદ નં. 11 :
કુંડળીમાં મંગળ દોષ જનક સ્થિતિ હોય પણ સામે વાળા વર કે ક્ધયાની કુંડળીમાં એ દોષ જનક સ્થાનોમાંથી કોઇમાં શનિ હોય તો પણ મંગળ દોષ નડતો નથી.
અપવાદ નં. 12 :
વર કે ક્ધયાની કુંડળીમાં મંગળ દોષ કારક સ્થિતિમાં હોય પણ સામે પક્ષે દોષજનક સ્થાનોમાંથી કોઇમાં જો કોઇ અન્ય પાપ ગ્રહ હોય તો પણ મંગળ દોષ નડતો નથી.
અપવાદ નં. 13 :
વર કે ક્ધયામાં મંગળ દોષ કારક થતો હોય પણ જો ગણ દોષ ન થતો હોય તો પણ મંગળ દોષ નડતો નથી.
અપવાદ નં. 14 :
કુંડળીમાં મંગળ કોઇ ખાનામાં દોષકારક થતો હોય પણ જો ઉંમર 28 વર્ષ પુરા થઇ ગયા હોય તો પણ મંગળ દોષ નડતો નથી.
અપવાદ નં. 15 :
કુંડળીમાં મંગળ દોષ જનક સ્થિતિમાં હોય પણ કેન્દ્ર કે ત્રિકોણમાં બળવાન, ઉચ્ચનો કે સ્વગૃહી ગુરુ હોય તો પણ મંગળ દોષ નડતો નથી.
ખાસ વાત :
કુંડળીમાં મંગળ દોષ નડે છે તેના કરતાં પણ મંગળનું બીજા સ્થાનમાં હોવું વધું નડતર રૂપ હોય છે. તે વધુ દોષયુકત બને છે. પછી ભલે એ મંગળ દોષિત ન હોય છતાં પણ તેના વરવા પરિણામો ભોગવવા પડે છે.
કુંડળીમાં મંગળ દોષકારક સ્થાન (1,4,7,8,12 માં સ્થાન ) માં હોય તો મંગળ દોષ થાય છે જ તેવું માની લેવું નહિં. કોઇ તજજ્ઞ પંડિતને બતાવીને મંગળદોષ છે કે તે ચકાસી લેવુું જોઇએ. અને જો મંગળ દોષ હોય તો પણ કુંભ વિવાહ કરાવીને મંગળ દોષમાંથી મુકિત કરાવીને વ્યકિતના લગ્ન કરાવી શકાય છે.
તેમાં કોઇ અવજોગ નથી. વ્યકિતને આમ કરવાવવાથી મંગળ દોષનું અશુભ ફળ મળતું નથી.
– જગદિશભાઇ રાજપરા
એ-27 મુદુલ પાર્ક , વિભાગ-3,
ગાયત્રી ડેરી સામે, આશાપુરી જવેલર્સની બાજુમાં
ચાણકયપુરી-ઘાટલોડયા અમદાવાદ-380061
મો.98256 17815