



વાણીમાં અનોન્ય તાકાત અને શકિત રહેલી છે. વાણીમાં શબ્દમાં સુખ, આતની શાંતિ, આત્માનો વિકાસ તેમજ સફળતાનો માર્ગ પણ શબ્દો દ્વારા જ પ્રસ્થાપિત થાય છે.
કહેવત છે કે શબ્દમાં એટલે કે વાણીમાં સામર્થ્ય રહેલું છે. શબ્દ હસતો હસતો પણ કણસે અને એજ શબ્દ એ પથ્થર તથા લોખંડ કરતાં પણ વધારે શખત હોય છે અને તે જ શબ્દ ઘી, માખણ કરતાં પણ અત્યંત નરમ અને પોચા હોય છે. શબ્દમાં અનોન્ય અપાર શકિત રહેલ છે. જયારે મૌન માં તેનાથી પણ વધારે તાકાત રહેલી છે. ઘણીવાર લખતા લખતાં અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્ર્નાર્થચિહ્ન અત્યંત મહત્વનાં હોય છે. જેના અલગ રીતે ઉપયોગ થાય તો અર્થનું અનર્થ થઇ બેસે છે. તેનાથી વધારે જો મહત્વ હોય તો વાત માં મૌનનું વિરામનું રહેલું છે.
સંસ્કૃત માં શ્ર્લોક છે. મૌન સર્વથા સાધનમ.. એટલે કે મૌન એ સાધના માની એક સાધના છે. માનવીએ મૌન રહેવું તે ખુબ અઘરું છે. જયારે મૌન પ્રાપ્ત કરી લઇએ ત્યારે તેનું મહત્વ ઉતમ અને વેધક છે. મૌન ને કારણે આપણા માં રહેલી આંતરિક ઊર્જા નો નવો સંચાર થાય છે. અને તે ગુસ્સો, વેર, દ્વેષ, ક્રોધ જેવી અનેક નકારાત્મક બાબતો નો શરીરમાંથી સાથે સાથે જીવનમાંથી નષ્ટ થાય છે. સહ વિશેષ જયારે આપણે ગુસ્સામાં હોઇએ. ત્યારે મૌન એ અસાધારણ ઇલાજ છે જેના કારણે આપણે આ અસાધારણ પરિસ્થિતિ પારકી શકીએ છીએ. અને તેનો ઉપાય મેળવી શકીએ છીએ. અઘરી પરિસ્થિતિમાં મૌન કેળવવાથી સમયાંતરે આપો આપ એ સુખની પ્રાપ્તિ કરાવે છે. મૌનને કારણે આપણા વિચારો સુદ્રઢ અને સશકત બને છે. આપણા વિચાર વિમર્સ ને અનોન્ય સશકત બનાવે છે. સાથે સાથે આપણાાં રહેલ આત્મવિશ્ર્વાસને ખુબ જ સબળ અને દ્રઢ બનાવે છે.
મૌનનું એક જમા પાસું એ છે કે મૌનને કારણે તમો શ્રેષ્ઠ શ્રોતા બની શકો છો અને કહેવાય છે કે જે શ્રેષ્ઠ શ્રોતા હોય તે જ ઉત્તમ વિચક્ષણ હોય અને તે જ વિદ્વાન હોય છે. અને સામાન્ય રીતે જે શ્રેષ્ઠતા પર હોય તે પોતાની વાણીનો કોઇપણ પ્રકારનો વધારે પડતો ઉપયોગ કરતા નથી તે મૌન હોય છે. સતત ચિંતન મનન કરતા હોય છે. તેના દ્વારા તે કર્મોને ફળીભૂત કરે છે. તે કર્મો દ્વારા જ પોતાનું જ્ઞાન પોતાની શ્રેષ્ઠતા સાબિત કરતા હોય છે. અને સફળતાની ઊંચાઇ પર હોય છે.
ધર્મ પુરાણો અને આપણા પૌરાણિક ઋષિમુનિઓ એ પણ મૌન દ્વારા અનોન્ય અલૌકિક શક્તિ પ્રાપ્ત કરેલી છે. જે સર્વ વિદિત અને
વાસ્તવિકતા છે.
બાકી વાત રહી તો જયારે આપણા જીવનવ્યવહારમાં કાયમી જેની સાથે રહેતા હોય પરિવાર હોય કે વ્યવાસાયિક સ્થાન હોય જેમની પાસેથી કામ લેવાનું, કામ આપવાનું હોય અને સહકાર ભાવ, પ્રતિભાવ મેળવવા માટે તેની લાગણી સ્નેહ, તેમના માન સન્માનને ઠેસ ન પહોંચે ધીરજ રાખવી. જેવી દરેક બાબતો મૌનને કારણે આપણે સન્માનીય બની શકીએછીએ અને સન્માન આપી શકીએ છીએ.
જયારે તમે ખૂબ ગુસ્સામાં આવો અથવા એકદમ ગંભીર કે દુ:ખમય પરિસ્થિતિમાં પસાર થતાં હોય ત્યારે મૌન ધારણ કરી લેવું તે મૌન રસ દ્વારા તમોને સમયાંતરે મહત્તમ ઊર્જા પ્રાપ્ત થશે. અને તમો તે પરિસ્થિતિમાંથી પસાર થવા માટે મૌન એ શ્રેષ્ઠ માર્ગ છે. અઘરી પરિસ્થિતિમાં મૌન એ શ્રેષ્ઠ વિકલ્પ કે વિચાર કર્યા વગર ના શબ્દો અનેક પ્રકારના મહાયુદ્ધનું નિર્માણ થયેલ છે.
કહેવાય છે કે વાણીમાં જેટલી તાકાત છે તેનાથી વધારે તાકાત મૌનની છે. મૌનમાં જયારે મન શાંત થાય છે ત્યારે અંતરનો અવાજ સંભળાય છે. કહેવાય છે કે ગણિતમાં જેટલું શૂન્યનું સ્થાન અને મહત્વ છે તેવું જ મહત્વનું સ્થાન વાતચીતમાં શાંત રહેવાનું મૂલ્ય છે.
મૌન એ સાધના નો એક ભાગ છે. ફરી ફરીને તમો જ મહાન વિભૂતિઓ ને તેમની ગતિવિધિ પર નજર અંદાજ કરશો તો જાણવા મળશે કે સમયાંતરે તેઓ મૌન ધારણ કરી કંઇક ને કંઇક ઊર્જાશકિત તેઓ પ્રાપ્ત કરતા હતા એટલે ખાસ કે કયારે મૌન રહેવું અને કયારે બોલવું તેનું જ્ઞાન અવશ્ય હોવું જોઇએ.
સ્વાસ્થ્ય લક્ષી લાભ :
ઉચ્ચ વિચાર વિમર્સનું એ એક મૌન પાસું છે. સાથે સાથે મૌનના સ્વાસ્થ્ય લક્ષી પણ અનેક લાભ રહેલ છે. જે યોગની પણ એક ઉત્તમ સાધન છે. મૌનને કારણે આપણું મન અત્યંત શાંત રહે છે. જેનાથી હાઇ પ્રેશર કે લો પ્રેસર વાળાને ઘણો ફાયદો થાય છે. ઉપરાંત મૌનથી મન અને શરીર ખૂબ જ પ્રફુલ્લિત રહે છે. જેના કારણે શરીરમાં રહેલી કોઇપણ છુપી ઉણપ પણ દૂર થઇ જાય છે. તેમજ નાની મોટી બિમારીઓ પણ દૂર રહે છે. સાથે સાથે બિનજરૂરી શકિત વાણી વિલાસને કારણે બગડવાથી રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય છે. અને કહેાય છે કે ઓછુ બોલનાર અને મૌનનો આગ્રહી નિરોગી હોય છે. અને લાંબુ જીવે છે.
બિન જરૂરી તમારા વ્યવસાય ધંધામાં મોટે મોટેથી વાતો કરવાથી કયારેક સંબંધમાં અસર ઉભી થાય છે. સંઘર્ષો ઉત્પન્ન થાય છે. ઓછું બોલનાર વ્યકિત હંમેશા પ્રભાવી હોય છે. અને લોકોમાં ગમતું સ્થાન પ્રાપ્ત કરે છે.
ડો. રાજેશ એચ. ત્રિવેદી
લાયબ્રેરીયન, પીડીયુ મેડિકલ કોલેજ
માં, અમૃત પાર્ક-3
આલાપ ગ્રીન સીટી પાછળ, રૈયા રોડ
રાજકોટ-પ મો. 98980 27514