Aastha Magazine
સત્સંગ વગર વિવેક જાગતો નથી
ધાર્મિક-ધર્મયાત્રા

સત્સંગ વગર વિવેક જાગતો નથી

એક પૌરાણિક કથા મુજબ એકવાર દેવર્ષિ નારદ વિષ્ણુભગવાન પાસે ગયા અને તેમને નમનવંદન કરતાં કહ્યું કે હે પ્રભુ ! કૃપા કરીને મને સત્સંગનો મહિમા સંભળાવો. મારે જુદા જુદા લોકોમાં ભ્રમણ કરવાનું હોય છે. એ દરમ્યાન કેટલાય લોકો મને ઇશ્ર્વરની લીલાકથા, સત્સંગનો મહિમા વગેરે વિશે પ્રશ્ર્નો પૂછીને તેમનું સમાધાન જાણવા ઇચ્છે છે. દેવો, ગંધર્વો તથા મનુષ્યોને સત્સંગ વિશે અનેક જિજ્ઞાસાઓ હોય છે. હે પ્રભુ ! હરિકતા તથા સત્સંગનો મહિમા આપના કરતાંવધારે સારી રીતે બીજું કોઇ સમજાવી શકે ? તેથી હે પ્રભુ ! આપના આ ભકત પર કૃપા કરીને મને સત્સંગનો મહિમા સંભળાવો.
દેવર્ષિ નારદની નિર્મળ ભક્તિ તથા લોકક્લાયણની ભાવનાથી તેમણે જે જિજ્ઞાસા વ્યકત કરી તે સાંભળીને વિષ્ણુ ભગવાન ખૂબ પ્રસન્ન થયા. તેમણે કહ્યું કે હે નારદ ! સત્સંગનો મહિમા અપાર છે. તેનું વર્ણન કરી શકાય તેમ નથી. સત્સંગની તો અનુભૂતિ કરી શકાય, વર્ણન નહિં. નારદજીને લાગ્યું કે કદાચ ભગવાન મને સત્સંગનો મહિમા સંભળાવવા ઇચ્છતાનહિં હોય . નારદજીના ચહેરાના ભાવ જોઇને ભગવાન સમજી ગયા. તેમણે કહ્યું કે હે નારદ ! તમે અહીંથી થોડેક દૂર જાઓ. ત્યાં જતાં તમને આમલીનું એક વૃક્ષ જોવા મળશે. તે વૃક્ષ પર અનેક રંગોવાળો એક વિચિત્ર કાચંડો રહે છે. તે તમને સત્સંગનો મહિમા સંભળાવશે. દેવર્ષિ નારદ ખુશ થતા થતા એ તરફ ચાલી નીકળ્યા. થોડીવાર પછી તેઓ એ વૃક્ષ પાસે પહોંચી ગયા. તેમણે એ વૃક્ષની એક ડાળી પર ખરેખર વિવિધ રંગોવાળો એક કાચંડો જોયો.
નારદજી પોતાની યોગવિદ્યા દ્વારા તે કાચંડા સાથે વાત કરવા લાગ્યા. તેમણે તે કાચંડાને પૂછયું કે શું તું મને સત્સંગનો મહિમા જણાવી શકીશ ? પરંતુ નારદજીનો પ્રશ્ર્ન સાંભળતાની સાથે જ તે કાંચડો વૃક્ષ પરથી નીચે પડીને મરી ગયો. તે જોઇને નારદજી અચંબામાં પડી ગયા .તેઓ વિચારવા લાગ્યા કે મારો પ્રશ્ર્ન સાંભળતાં જ કાચંડાએ પોતાનો પ્રાણ કેમ ત્યાગી દીધો ? તેના મૃત્યુ માટે કયાંક હું તો જવાબદાર નથી ને ? કારણ કે મારો પ્રશ્ર્ન સાંભળતાં જ તે નીચે પડતો અને મરી ગયો.
નારદજી ખૂબ દુ:કી થઇને ત્યાંથી પાછા વળી ગયા. વિષ્ણુ ભગવાન પાસે ગયા. તેમણે ભગવાનને આ ઘટના કહી. ભગવાને હસીને કહ્યું કે કોઇ વાંધો નહિં. ફરીથે તમે નગરશેઠને ત્યાં જાઓ. તે શેઠને ઘરે પાંજરામાં એક પોપટ જોવા મળશે. તે પોપટ પણ સત્સંગનો મહિમા જાણે છે. તમે જઇને તેને પૂછો. નારદજી પેલા નગરશેઠને ત્યાં ગયા અને પોતાની યોગવિદ્યાથી પાંજરાાં રહેલા પોપટને એ જ પ્રશ્ર્ન પૂછયો કે સત્સંગનો મહિમા શો છે ? નારદજીનો પ્રશ્ર્ન સાંભળતાં જ પોપટે આંખો બંધ કરી દીધી અને પોતાનો પ્રાણ ત્યાગી દીધો, આથી નારદજીના આશ્ર્ચર્યનો પાર ન રહ્યો.
તેઓ તરત જ ભગવાન પાસે પાછા ફર્યા અને કહ્યું કે પ્રભુ ! આ આપની કેવી લીલા છે ? તે મારી સમજની બહાર છે. શું સત્સંગનું નામ સાંભળતાં જ પ્રાણ ત્યાગી દેવો એ જ સત્સંગનો મહિમા છે ? ભગવાને કહ્યુ કે નારદ એનો મર્મ તમને વહેલી તકે સમજાઇ જશે. આ વખતે તમે ફલાણા નગરના રાજાના દરબારમાં જાઓ અને તેમના નવજાત પુત્રને તમારો પ્રશ્ર્ન પુછો.
નારદજી વિચારવા લાગ્યા કે આ વખતે તો મારી ખેર નથી. સત્સંગનું નામ સાંભળતાં જ જો રાજાનો નવજાત પુત્ર મરી જશે તો મારી આવી જ બનશે. રાજા મને કઠોર દંડ કરશે, પરંતુ ભગવાનનો આદેશ હતો. તેથી નારદજી હિંમત કરીને ત્યાંથી નીકળ્યા અને રાજમહેલ ગયા. ત્યાં તેમનો ખૂબ આદરસત્કાર કરવામાં આવ્યો. રાજાને ત્યાં પહેલા જ પુત્રનો જન્મ થયો હતો, તેથી ત્યાં ઉત્સવ ઊજવવામાં આવી રહ્યો હતો. નારદજીએ કહ્યું એટલે તે રાજકુમારને નારદજી પાસે લઇ જવામાં આવ્યો. આ વખતે નારદજીએ મનમાં વિષ્ણુભગવાનનું સ્મરણ કરીને પારણામાં રહેલા રાજકુમાર સાથે પોતાના યોગબળ દ્વારા વાર્તાલાપ કર્યો અને પૂછયું કે શું તમે મને સત્સંગ નો મહિમા જણાવશો ?
તેમનો પ્રશ્ર્ન સાંભળીને તે બાળક હસી પડયો અને કહ્યું કે ચંદનને તેની સુગંધ અને અમૃતની તેની મીઠાસની ખબર હોતી નથી. એ જ રીતે આપ આપનો મહિમા જાણતા નથી. એટલે જ આપ મને સત્સંગનો મહિમા વિશે પૂછો છો. વાસ્તવમાં આપના ક્ષણમાત્રના સંગથી હું કાચંડાની યોનિમાંથી મુકત થઇ ગયો અને બીજીવાર આપનાં જ દર્શનથી હું પોપટની યોનિમાંથી મુકત થઇને આ રાજાને ત્યાં મનુષ્યના રૂપમાં જન્મયો છું. પ્રભુની કૃપાથી મને આપનું સાનિધ્ય મળતાં મારાં કર્મબંધનો કપાઇ ગયાં, કેટલી બધી યોનિઓ ભોગવ્યા વગર જ હું મનુષ્ય શરીર મેળવીને રાજકુમાર બની શકયો.
નારદજીએ એને આશીર્વાદ આપ્યા અને ફરીથી ભગવાન વિષ્ણુ પાસે જઇને આખી ઘટના કહી સંભળાવી. પ્રભુએ નારદ ને કહ્યું સત્સંગનો મહિમા ખરેખર બહુ મહાન છે. જેવો સંગ હોય એવી જ જીવની ગતિ થાય છે. સારા આચરણમાં પરિણામોજો બુદ્ધિ નિર્મળ થઇ ગઇ હોય તો સત્સંગના પ્રભાવથી શુદ્ધ ભકિત જાગે છે. પચી ભકત ભગવાનમાં લીન થઇ જાય છે. અને પૂર્ણતા પ્રાપ્ત કરે છે.
આ પૌરાણિક કથા ઉપરાંત બીજાં અનેક શાસ્ત્રોમાં સત્સંગનો મહિમા ગાવામાં આવ્યો છે. જુદા જુદા ધર્મોના ગુરુઓ તથા સંતોએ સત્સંગનો મહિમાનું ગાન કર્યું છે.
સત્સંગ તીર્થમાં સ્નાનનું ફળ તરત જ એવું જોવા મળે છે કે કાગડો કોયલ બની જાય છે અને બગલો હંસ બની જાય છે. આવુંં સાંભળીને કોઇને આશ્ર્ચર્ય ન થવું જોઇએ કારણ કે સત્સંગનો મહિમા અપરંપાર છે. સત્સંગ વગર વિવેક જાગતો નથી. અને શ્રીરામજીની કૃપા વગર સત્સંગ સહજમાં મળતો નતી. સત્સંગ આનદ અને કલ્યાણનું મૂળ છે. સત્સંગની સિદ્ધિ જ ફળ છે. જે રીતે પારસના સ્પર્શથી લોખંડ ચમકદાર બની જાય છે.

હર્ષદભાઇ વ્યાસ
બ્લોક નં. 16પ, વિભાગ-2
શ્રીનાથજીનગર, ભરતનગર પાછળ
ભાવનગર, મો. 7567712427

Related posts

ગણેશ મહોત્સવ 10 સપ્ટેમ્બર 2021 થી 21 સપ્ટેમ્બર 2021 સુધી ઉજવવામાં આવશે.

aasthamagazine

કોરોનાનું સંક્રમણ વધતા દ્વારકા, અંબાજી-બહુચરાજીના મંદિરો બંધ કરાયા

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/04/2022

aasthamagazine

રાજકોટ : ગણેશ સ્થાપનની શરતોને આધીન મંજુરી અપાઈ

aasthamagazine

વિશ્વપ્રસિદ્ધ ધામ કેદારનાથમાં યાત્રાને રોકી દેવામાં આવી

aasthamagazine

અંબાજી મંદિર સવારે 6 વાગ્યાથી રાત્રે 1:30 વાગ્યા સુધી ખૂલ્લું રહેશે

aasthamagazine

Leave a Comment