Aastha Magazine
કોરોનાનો ભોગ બનેલાઓને સરકારે વળતર
રાષ્ટ્રીય

કોરોનાનો ભોગ બનેલાઓને સરકારે વળતર તો આપવું જ પડશે. સુપ્રિમકોર્ટ

કોરોનાનો ભોગ બનેલાઓને સરકારે વળતર તો આપવું જ પડશે. જો ચાર લાખ આપી શકાય તેમ ન હોય તો સરકાર ખૂદ જ વળતરની રકમ નક્કી કરીને અદાલતને જણાવે, તે પ્રકારનો આદેશ સુપ્રિમકોર્ટે કેન્દ્રને આપ્યો છે, અને અન્ય કેટલીક સૂચનાઓ પણ આપી છે.

સુપ્રિમ કોર્ટે આજે એક મહત્ત્વપૂર્ણ નિર્ણયની સુનાવણી કરી હતી. જેમાં કોર્ટે આદેશ આપ્યો હતો કે જે-જે લોકોના મોત કોરોના વાયરસથી નિપજ્યા છે. સરકાર તેમના પરિવારોને વળતર આપે. જો કે, આ વળતર કેટલું હોવું જોઈએ એ સરકારે નક્કી કરવાનું રહેશે, કારણ કે સુપ્રિમકોર્ટે પણ માન્યું હતું કે, કોવિડને કારણે જેટલા લોકોના મોત થયા છે તેમને ૪ લાખ રૃપિયાની સહાય કરવી મુશ્કેલ છે. જો કે, સુપ્રિમ કોર્ટે આની સાથે એનડીએમએને કહ્યું હતું કે, એક એવી સિસ્ટમ બનાવવી જોઈએ જેનાથી કેટલું વળતર આપી શકાય, આ અંગે નક્કી કરીને અદાલતને નિયત સમયમાં જાણ કરવા પણ આદેશ અપાયો હતો.

સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે તે કોવિડ સંદર્ભે ડેથ સર્ટિફિકેટ જાહેર કરે, જો સર્ટિફિકેટ પહેલેથી જાહેર કરાયાં હોય તો એમાં સુધારો કરવો જોઈએ. આ નિર્ણયની સુનાવણી કરતા સમયે સુપ્રિમ કોર્ટે એનડીએમએના અધિકારીઓને ઠપકો આપ્યો હતો.

આ કેસમાં ઘણા અરજદારોએ અપીલ કરી હતી કે કોરોના સંક્રમણથી જેટલા લોકોના મોત નિપજ્યા છે, તેમના પરિવારોના સભ્યોને ડિઝાસ્ટર એક્ટ અંતર્ગત ૪ લાખ રૃપિયાની સહાય મળવી જોઈએ. આના સિવાય અરજદારો દ્વારા કોવિડ ડેથ સર્ટિફિકેટ અંગે ઘણા સવાલો પણ કરવામાં આવ્યા હતાં. જે અંગે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર, રાજય સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.

જો કે કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટમાં જે સોગંદનામું અપાયું હતું એમા સરકારે આ અંગે અસમર્થ હોવાની જાણ કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું કે આવું કરવું અશક્ય છે, સરકારનું ધ્યાન અત્યારે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરને વધારે મજબૂત કરવા કેન્દ્રિત છે.

કેન્દ્ર સરકારે વધુમાં જણાવ્યું હતું કે ૪ લાખ રૃપિયાનું વળતર કોઈ અકસ્માત કે ગંભીર પરિસ્થિતિમાં મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારના સભ્યોને આપવામાં આવે છે. મહામારીના સમયે આ પ્રમાણેની સહાય કરવી શકય નથી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા દોઢ વર્ષથી ભારત દેશમાં કોરોના વાયરસનો કહેર વરસી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી આ મહામારીને કારણે લગભગ ૪ લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે અત્યારે કોરોનાની બીજી લહેરનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે, પરંતુ નિષ્ણાતોના મત મુજબ ત્રીજી લહેર વધુ ચિંતાજક પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે.

આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે સૂચના આપી હતી કે, કોરોનાથી થયેલા મૃત્યુ સામે ડેથ સર્ટિફિકેટ જાહેર કરવાની વ્યવસ્થા સરળ હોવી જોઈએ. અધિકારી આ અંગે ગાઈડલાઈન જાહેર કરે, અદાલતે સૂચવ્યું હતું કે નાણા પંચ દ્વારા કરાયેલી દરખાસ્ત મુજબ કેન્દ્ર સરકારે આપત્તિમાં પોતાનો જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવાર માટે વીમા યોજના ઘડવી જોઈએ.

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં 4 મેડિકલ કોલેજોનો શિલાન્યાસ કર્યો

aasthamagazine

પદ્મશ્રીથી સમ્માનિત બંગાળી વણકર બીરેને ભેટમાં આપી આ વિશેષ સાડી

aasthamagazine

ભારતે 100 કરોડ રસીકરણનો ઐતિહાસિક લક્ષ્‍‍ય હાંસલ કર્યો

aasthamagazine

મુંબઇ પોલીસે બે હજારની નકલી નોટો સાથે 7 લોકોની કરી ધરપકડ

aasthamagazine

ચીનમાં પાંચ દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો : તંત્રે લૉકડાઉન લગાવી દીધું

aasthamagazine

પેરાલિમ્પિક્સમાં સિલ્વર જીતનાર ભાવિના પટેલને સરકાર 3 કરોડ આપશે

aasthamagazine

Leave a Comment