



રાજકોટ : સી.જે. ગ્રુપ દ્વારા લોધીકો ગ્રામ્ય વિસ્તારની મધ્યમ વર્ગની નવ દીકરીઓને લગ્નમાં યથાશકિત વસ્તુઓ કરીયાવર દાત્તા પરિવારના સહયોગથી આપવામાં આવેલ. આ કાયર્.માં રાજકોટ સી.જે. ગ્રુપના સ્થાપક ચિરાગભાઇ ધામેચા, રાજેન્દ્રભાઇ રાઘેલીયા ના પ્રયત્નથી નવ દીકરીઓને યથાશકિત કરીયાવર આપવામાં આવેલ. તેમજ ક્ધયાઓને આશિર્વાદ આપવા. બ્રહ્માકુમારી સેન્ટરના રશ્મી દીદી તેમજ સરોજ દીદી હાજર રહ્યા હતા. રાજકોટના જીવદયાપ્રેમી દીનેશભાઇ વાડોલીયા નું સન્માન કરવામાં આવેલ. તેમજ સી.જે. ગ્રુપ-લોધીકા ના પ્રદીપભાઇ ધ્રુવ, કિશોરભાઇ ખીમસુરીયા, તેમજ પ્રતીકભાઇ ચૌહાણએ જહેમત ઉઠાવી હતી.