Aastha Magazine
જમ્મુ એરબેઝ હુમલામાં
દેશ-વિદેશ

જમ્મુ એરબેઝ હુમલામાં ચીન કનેક્શન

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ એરબેઝ હુમલાની તપાસ સત્તાવારી રીતે NIAને સોંપી દીધી છે. તપાસ એજન્સીઓને શંકા છે કે આ હુમલામાં ચીનમાં બનેલા ડ્રોનની મદદ લેવાઈ હતી
જમ્મુ એરબેઝ હુમલાની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો થયો છે. તપાસ એજન્સીઓને શંકા છે કે આ હુમલામાં ચીનમાં બનેલા ડ્રોનની મદદ લેવાઈ હતી. ચીને તાજેતરમાં જ ડ્રોન પાકિસ્તાનને આપ્યાં હતાં અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ આ ડ્રોન આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાને પૂરાં પાડ્યાં હતાં. આ હુમલામાં સેનાની ખાનગી આંતરિક તપાસ પણ ચાલુ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ એરબેઝ હુમલાની તપાસ સત્તાવાર રીતે NIAને સોંપી દીધી છે. NIAની એક ખાસ ટીમે આ મામલે ઘટના સ્થળે પહોંચીને એરફોર્સ સ્ટેશન બહાર લાગેલા સીસીટવી ફૂટેજની તપાસ શરૂ કરી દીધી છે. તપાસ એજન્સીઓને શંકા છે કે આ ઘટના સાથે સંકળાયેલા લોકો એ સમયની આસપાસ એરફોર્સ સ્ટેશનની પાસેથી પસાર થયા હતા. સાથે જ તપાસ એજન્સીઓને આ હુમલામાં ચીની કનેક્શન હોવાની પણ આશંકા છે.
ડ્રોન હુમલા પછી પીએમ મોદીની હાઇ લેવલની બેઠક, શાહ-રાજનાથ સાથે NSA ડોભાલ પણ સામેલ

તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, ચીને થોડાં દિવસો પહેલાં જ પોતાના ત્યાં તૈયાર થયેલા ડ્રોન પાકિસ્તાનને સોંપ્યા હતા. આ પહેલાં આવેલા ગુપ્તચર રિપોર્ટમાં સામે આવ્યું છે કે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ આ ડ્રોન આતંકી સંગઠનને પૂરાં પાડ્યાં હતાં. ઘટના સ્થળેથી મળેલાં કાટમાળની પણ ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, ગુપ્ત અહેવાલો એવા પણ સામે આવ્યાં હતાં કે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા આ ડ્રોનને લઈને તાલિબાનના સંપર્કમાં હતા, કારણ કે તાલિબાને વર્ષ 2020માં અફઘાનિસ્તાનમાં ડ્રોન મારફતે હુમલો કર્યો હતો.
‘ભારતના નિયમોનું પાલન કરો’: ગુગલ-ફેસબુકને પાર્લામેન્ટરી કમિટીનો આદેશ

તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું છે કે, હાલ તો આ મામલે સ્પષ્ટ રીતે ના કહી શકાય કે હુમલામાં વપરાયેલાં ડ્રોન સીમાપારથી આવ્યાં હતાં કે પછી ભારતીય સીમામાં જ રહેલાં લશ્કર-એ-તૈયબાના આતંકીઓએ પોતાના સાથીદારોની મદદથી એ ડ્રોનને ઉડાડ્યું હતું. કારણ કે તપાસ હાલ ચાલી રહી છે કે આવા હુમલાને ભવિષ્યમાં કેવી રીતે રોકી શકાય અને સેનાની તપાસમાં ટેકનીકલ એક્સપર્ટ સહિત પાંચ એજન્સીઓ પણ સામેલ છે, કારણ કે આ હુમલાને ભવિષ્ય માટે મોટી આફત માનવામાં આવી રહી છે.

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 14/03/2022

aasthamagazine

Speed News – 16/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

અતિવૃષ્ટિને કારણે મધ્યપ્રદેશના ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રના 1100 થી વધુ ગામો પ્રભાવિત થયા

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 23/02/2022

aasthamagazine

Speed News – 22/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/03/2022

aasthamagazine

Leave a Comment