Aastha Magazine
ઓસ્ટ્રેલિયા : કોરોના વાયરસના
આંતરરાષ્ટ્રીય

ઓસ્ટ્રેલિયા : કોરોના વાયરસના ડેલ્ટા વેરિયંટની ઝપેટમાં

ભારતમાં કોરોના વાયરસની જીવલેણ બીજી લહેર માટે જવાબદાર વાયરસના ડેલ્ટા વેરિયંટ દુનિયાના અનેક દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયામાં પણ ડેલ્ટા વેરિયંટને લીધે પરિસ્થિતિ ગંભીર બને એ પહેલા જ ચાર મોટા શહેરોમાં લાકડાઉન જાહેર કરી દેવાયું છે. ભારતમાં ડેલ્ટા વેરિયંટે ભારે કહેર વર્તાવ્યો હતો અને આ વેરિયંટ અત્યાર સુધી જોવા મળેલા કોરોના વાયરસના તમામ વેરિયંટથી ઘાતક અને ઝડપી સંક્રમિત કરે છે. ગંભીરતાને પારખતાં ઓસ્ટ્રેલિયાએ તેના ચાર શહેર પર્થ, બ્રિસબેન, સિડની અને ડાર્વિનમાં લોકડાઉન લગાવી દીધું છે. સરકારી આંકડાઓ મુજબ આ શહેરોમાં કુલ એક કરોડ લોકો વસે છે.
વૈજ્ઞાનિકોએ બનાવ્યું એવું ચુંબકીય ડિવાઈસ જે લગાવવાથી મોં નહીં ખુલે, થશે આ ફાયદો

એકવાર કોરોના વાયરસને સંપૂર્ણ રીતે અંકુશમાં લઇ ચૂકેલા ઓસ્ટ્રેલિયામાં સોમવાર સુધી 271 સક્રિય કેસ સામે આવ્યા છે. જેમાં મોટા ભાગના કેસ ન્યૂ સાઉથ વેલ્સમાં છે. ઓસ્ટ્રેલિયાએ શરુઆતમાં મહામારી પર અંકુશ મેળવી લેવા પર ખુશી વ્યક્ત કરી હતી અને તેનુ અર્થતંત્ર પણ પટરી પર આવી ગયું હતું. પરંતુ હાલમાં ઓસ્ટ્રેલિયા ફરી એકવાર કોરોનાની ઝપેટમાં આવતું જોવા મળી રહ્યું છે. અહીં કોરોના રસીકરણ અભિયાન પણ એટલું સક્રિય નથી.
ડિવોર્સ બાદ ભાગ ન આપવો પડે તે માટે પતિએ ફૂંકી માર્યું 5.6 કરોડનું ઘર

પર્થ શહેરમાં નાગરિકોને ઘરમાં રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. અહીં કોરોના વાયરસનો ત્રીજો કેસ સામે આવ્યો છે.
સોનુ શોધતા શોધતા 29,000 વર્ષ પહેલાંનાં વિશાળકાય જીવનાં હાડપિંજર મળ્યાં

વૈશ્વિક સ્તરે કોરોના મહામારી ભારે તબાહી મચાવી ચૂકી છે. કારણ કે અત્યાર સુધી કુલ કેસ વધીને 18.13 કરોડ સુધી પહોંચી ગયા છે જ્યારે કુલ મૃત્યુઆંક પણ વધીને 39.3 લાખ થઇ ગયો છે.

Related posts

Speed News – 28/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

યુવાનાને આતંકવાદી બનાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરવામાં આવે છે

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 15/03/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/04/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/03/2022

aasthamagazine

દુબઇમાં મુખ્યમંત્રીનો રોડ-શૉ: ગુજરાત યુએઈ માટે ભારતનું પ્રવેશ દ્વાર છે

aasthamagazine

Leave a Comment