



– પ્રશાંત પંડયા
શિવમ સ્કૂલ-ગૌરીદડ,મોરબી રોડ,
રાજકોટ-3 મો.9727559902
જે શિક્ષિત થઇ શકે તે જ વિકસિત થઇ શકે છે.
ધર્મનો વિકાસ પણ જયાં ધર્મસ્તાનો વધુ છે ત્યાં નહીં પરંતુ જયાં શિક્ષણ સ્થાનો વધુ છે ત્યાં જ છે. જે શિક્ષિત થઇ શકે તે જ દિક્ષિત અને વિકસીત થઇ શકે.
દરેક માનવનો જન્મ એક પ્રાણી તરીકે જ જન્મે છે. પરંતુ આ પ્રાણીનું માનવમાં સારા વ્યકિતમાં રૂપાંતર શિક્ષણ જ કરી શકે છે. એટલે તો દરેક બાળક ને શાળામાં શિક્ષણ મેળવવા માટે મોકલવામાં આવે છે. જેથી ભણી ગણીને એક શિક્ષિત માનવ બને. બીજા પ્રાણીઓ જેમ કે કૂતરા તરીકે જ જન્મે અને કૂતરા તરીકે મરે છે.
ગાય, ભેંસ, હાથી વગેરે પ્રાણી શિક્ષણ લઇ શકતો નથી. માટે તે જન્મે છે. પ્રાણી તરીકે અને મરે છે પ્રાણી તરીકે. પણ તેથી જ રીતે તમામ પ્રાણીઓ પર આ બંધન છે. પરંતુ માનવ એક અપાર સંભાવનાઓ લઇને જન્મે છે. શિક્ષણ એટલે માનવમાં રહેલી તમામ સંભાવનાઓનો વિકાસ સમાજ, રાષ્ટ્રનો અને સંસ્કૃતિના ઉત્થાન તેમજ વિકાસ અને વિનાશ નો આધાર તે કેવી શિક્ષણ વ્યવસ્થા ધરાવે છે. તેના પર રહેલો છે. અરે ધર્મનો વિકાસ પણ જયાં ધર્મસ્થાનો વધુ છે. ત્યાં નહીં પરંતુ જયાં શિક્ષણસ્થાનો વધુ છે ત્યાં જ છે.
કોઇ સમાજ સંસ્કૃતિ કે રાષ્ટ્રનું પછાતપણું એ આખરે તો તેમના શિક્ષણનું જ પછાતપણું છે. પતન, ગુલામી,શોષણ વગેરે બીજું કંઇ નથી તે માત્ર શિક્ષણ પ્રત્યેની બેદરકારી નું જ પરિણામ છે. આપણી ભવ્ય સંસ્કૃતિ મહાન હોવા છતાં વિશ્ર્વમાં ડંકો વગાડો પરંતુ વિશ્ર્વવિજેતા ન બની શકી કારણ કે તે તમામ લોકોને શિક્ષણ પુર્ણ ન પાડી શકી, પરંપરા ઊંચ-નીચ, પવિત્રતા જયારથી સાક્ષરતાનું મહત્વ ચૂકી ગઇ છે. ત્યારથી આપણે આપણું મહત્વ, ધર્મ,આધ્યાત્મિકતા વગેરે ગુમાવી દીધું છે.
જે તે સમયે બધાં જ વર્ગનાં લોકો શિક્ષણ મેળવી ન શકયાં અને અમુક વર્ગનાં લોકો એ એ અમુક વર્ગ સુધી જ શિક્ષણની સુવિધા ઊભી કરી શકયાં. એ આ સીમીત શિક્ષણને લીધે આપણી મહાનતાને સીમીત કરી નાખી. આપણી સફળતાને સીમિત કરી નાખી અને અંતે આઝાદી પણ સીમિત કરી નાખી. જયારે હજારો માઇલથી આવી વિદેશીઓ એ આપણા દેશનાં આપણને ગુલામ બનાવે ત્યારે એ વાત નકકી છે કે એ વાત સમજવી રહી કે આપણી શકિતમાં કમી ન હતી. પરંતુ આપણી સમજમાં કમી હતી. આપણી શિક્ષણ વ્યવસ્થા અને લોકો અશિક્ષિત હતા એ આપણી ગુલામીનું કારણ હતું.
આજે 21 મી સદીમાં લોકો શિક્ષણ પ્રત્યે જાગૃત થયા છે. છતાં આપણે આ ક્ષેત્રમાં ઘણું કરવાનું બાકી છે. આજનું શિક્ષણ આપણને ભૂતકાળ સાથે જોડે છે. પરંપરા સાથે જોડે છે. પરંતુ શક્તિશાળી સમૃદ્ધ ભવિષ્ય સાથે જોડતું નથી. તે શું થઇ ગયું તેના પર આધારીત છે. પરંતુ શું અત્યારે થઇ શકે છે. તેના પર ધ્યાન નથી આપતું. અત્યારા સમયમાં શિક્ષણના ફેલાવા છતાં સંશોધનોમાં આપણે કેમ પાછળ છીએ ? કારણ કે આપણે વિદ્યાર્થીઓને જે તે બનવા માગે છે તે નહીં પરંતુ તેને પરંપરાનો હિસ્સો બનાવવા માંગીએ છીએ. આપણે શિક્ષણને આજીવિકાનું સાધન બનાવ્યું છે. માનવ નિર્માણનું નહિં. શિક્ષણ આપનારનું અને લેનારનું લક્ષ્ય માત્ર ધન જ બની જાય તે દેશની માનવતા નિર્ધન બની જાય છે. ધન પાછળ ભાગતી શિક્ષણ વ્યવસ્થા જ્ઞાન અને વિજ્ઞાનનો વિકાસ કરી જ ન શકે. કોઇ વ્યકિત, સમાજ, રાષ્ટ્રને આગળ વધવું હોય તો જ્ઞાન વિજ્ઞાન વગર સંભવ જ નથી. સિક્ષણ એટલે માણસની અંદર રહેલી ચેતના, દયા, પ્રેમ, કરુણા સમજ , સંવેદના અને સંભાવનાઓનો વિકાસ…
એવી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઇએ જે માત્ર વિદ્યાર્થીઓને ડોકટર, વકિલ, મેનેજર, તો બનાવે પણ સાથે સાથે વિદ્યાર્થીઓને માનવ પણ બનાવે એવી શિક્ષણ વ્યવસ્થા જ રાષ્ટ્રને મહાન બનાવી શકે. શિક્ષણમાં જ દરેક વ્યકિતને શ્રેષ્ઠ બનવાની ક્ષમતા રહેલી છે. વ્યકિત, કુટુંબ, સમાજ કે રાષ્ટ્ર શિક્ષણથી જ વિકસી શકે. શિક્ષણ થી જ ટકી શકે. સો ટકા સાક્ષરતા નું લક્ષ્ય પુરું થશે ત્યારે જ રાષ્ટ્ર મહાસત્તા બનાવવાનું શરૂ થશે. જય હિન્દ..