



– બીના અથર્વ, (જાણીતા મનોચીકિત્સક)
ડિપ્રેશન ખૂબ સામાન્ય ખૂબ જ સામાન્ય શબ્દ છે વારંવાર આપણે જીવનમાં વાપરતા થઇ ગયા છે ડિપ્રેશન અટેલે કે હતાશા આ વારંવાર આવતા શબ્દ અને નજીકથી જાણવું જરૂરી છે. અત્યારના સમયનો ખૂબ જ સામાન્ય માનસિક રોગ છે તે ગમે તે કોમ ગમે તે વર્ગ ગમે તે ઉંમરના લોકોને એટલે કે બાળકોથી લઇને વૃદ્ધો સુધીના લોકોને થઇ શકે છે. પરંતુ અત્યારે આ રોગ યુવાનોમાં અને બાળકોમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ હતાશા ભારતમાં દર 100 માંથી 70 માણસોમાં જોવા મળે છે. અને સ્ત્રીઓમાં દર 10 માંથી 8 લોકો ને હતાશાનો શિકાર છે. આ આંકડા ખૂબ ચોંકાવનારા છે. પણ સર્વે મુજબ આ સાચા આંકડાઓ છે. હતાશાને મોટાભાગની વ્યકિતઓ પોતાના જીવનમાં દુ:ખ નિરાશા કડવા પ્રસંગો સાથે જોડે છે. સામાન્ય માણસો હતાશાને વધારે પડતી ચિંતા ના કારણે થતો રોગ માને છે તો કોઇ લોકો આને નિષ્ફળતાનું બીજ માને છે. પણ હું તમને ખરેખર સાચું જણાવું તો ડિપ્રેશન હળવા અને ટૂંકા પ્રકારનું હોય છે. તેને રિએકિટવ ડિપ્રેસન પણ કહેવાય છે. થોડા થોડા દિવસો માટે આ રહે છે અને પછી શાંત થઇ જાય છે. ડિપ્રેશનનું ગંભીર રૂપ એન્ડોજીનિયસ ડિપ્રેશન છે આ રોગ ને ગંભીર માનવામાં આવે છે માણસના મગજમાં નો નોરએપીનેફ્રીન અને સીરોટોેનીન નામના તત્વ ઓછા થઇ જાય ત્યારે રોગ થાય છે. આમ ડિપ્રેશન એક બાયોલોજીકલ એટલે કે જૈવિક રોગ છે. આ ઉપરાંત ડિપ્રેશનમાં ઘણા અન્ય અંત: સ્ત્રાવો વારસાગત પરિબળો લાંબા સમયના માનસિક રોગો શારીરિક બીમારીઓ કેટલીક દવાઓ સતત તણાવ લડાઇ ઝઘડા વગેરે પણ જોડાયેલા છે. ડિપ્રેશન એ મનની નબળાઇ નથી પરંતુ એક રોગ છે. અંધકાર નથી તેના ચોક્કસ લક્ષણો છે આ લક્ષણો આપણા જીવનમાં ઓછાવતે જોવા મળતા હોય છે. દરેક દર્દીમાં બધા લક્ષણો દેખાય એવું પણ નથી હોતું કયારેક દર્દીમાં માત્ર એક જ લક્ષણ જોવા મળે છે હતાશાના ખૂબ સામાન્ય લક્ષણોમાં ઉંઘ ન આવી તે વહેલા આંખ ખુલ્લી જવી કાયરેક વધુ પડતી ઊંઘ આવવી,ભૂખ ન લાગવી અથવા તો વધુ પડતી ભૂખ લાગવી મનમાં સતત બેચેની, મન ઉદાસ રહેવું, સતત અજંપા જેવું લાગવું, બેચેની લાગવી કંટાળો આવવો , જીવનમાં આનંદ ઉત્સાહ ઓછો થઇ જવો. શારીરિક સંબંધો માણવાની ઇચ્છા ન થવી, હતાશા નિરાશા લાગવી વારંવાર વસ્તુ ભુલાઇ જવી યાદ શકિત ઓછી થઇ જવી, વજન ઘટી જવો, સતત અશકિત લાગવી કોઇની સાથે વાત ન કરવાનું મન થવું. વાત વાતમાં ગુસ્સો આવી જવો, સતત ગુસ્સો રહેવો, નાની વાતે રડવું આવવું, મરી જવાના અને આત્મહત્યાના વિચારો આવવા વગેરે લક્ષણો છે ડિપ્રેશનના એક ખૂબ જ અગત્યનું લક્ષણ માથાનો દુ:ખાવો છે. સામાન્ય રીતે વ્યકિતઓને માથામાં ઝટકા લાગતા હોય છે. લમણામાં ચસ્કા લાગે છે. માથાના આગળના ભાગમાં પણ દુ:ખાવો રહે છે. આંખો દુખે છે. ગરદનમાં દુખાવો અને માથાના પાછળના ભાગમાં દુખાવો આવી ફરિયાદો હોય છે. પરંતુ આ બધા ડિપ્રેશનના લક્ષણો નથી.
ડિપ્રેશનમાં માણસને ખાલી માથાના દુખાવાની ફરિયાદ રહે છે અને તે પણ થોડા થોડા સમયે સારી થઇ જાય છે. અને પછી ચાલુ થાય છે. પરંતુ તેમને કયારેક કાયમી રાહત મળતી નથી ઘણીવાર લોકોને ડિપ્રેશનમાં કાનમાં અવાજ આવવો, તમરા બોલવા, કાનમાં સિસોટી વાગવી, કબજિયાત થવી, ગભરામણ થવી, છાતીમાં થડકારા ઉપાડવા પરસેવો થવો, હાથ પગમાં ખાલી ચડી જવી શરીર દુખવું આવા લક્ષણો હોય શકે છે. આટલું બધું થતું છતાં લોકો અને નિષ્ફળતા સાથે દુ:ખદ સંબંધો સાથે સાંકળી લે છે. અને ચિંતા પણ માને છે આ ગેરમાન્યતા છે તમે મનોવૈજ્ઞાનિક નજરે જુઓ તો વાસ્તવમાં ડિપ્રેશન રોગ ડાયાબિટીસ જેવો છે એટલે કે તેને ડાયાબિટીસ ના રોગ સાથે સાંકળી શકાય જેમ ડાયાબિટીસ અંત:સ્ત્રાવ ઘટવાથી થાય છે તેમ ડિપ્રેશન પણ અંતસ્ત્રાવો ઘટવાથી જ થાય છે. આ રોગોમાં અંગત જીવન પણ ફાળો આપે છે. નિષ્ફળતા નકારાત્મક પ્રસંગ પૈસા ગુમાવી દેવા નોકરી ન મળવી, લગ્ન જીવન ખરાબ અસાધારણ અનુભવ આમાં ભાગ ભજવે છે. એવું પણ બને છે કે રોગમાં લેવાતી દવાઓ ના કારણે પણ ડિપ્રેશન આવે છે વારંવાર જેને દવા લેવી પડતી હોય તેના કારણે અંત:સ્ત્રાવો પર અસર પડે છે. અને રોગ જન્માવે છે. આપણે ત્યાં મોટાભાગના લોકો આવી તકલીફો ને અવગણે છે. આથી ડિપ્રેસન ભયંકરરૂપ લેતું જાય છે. એટલે કે તેની ભયંકરતા વધી જાય છે અને પરિણામ પર ભયાનક જ આવે છે. જયારે દર્દી પોતાના માનસિક રોગને સ્વીકારતો નથી તો તે ઉપચાર કરવાનું પણ તે નકામું સમજે છે. ઘણીવાર એવું બને છે કે લોકો આડેઘડ દવા લેતા હોય છે. ઊંઘની ગોળી તેના કારણે ડિપ્રેસન કાયમ પાછળ પડી જાય છે. ઘણીવખત એવું બને છે કે લોકો પોતાની હતાશા બાજુ ધ્યાન નથી આપતા આથી તે ગંભીર બની જાય છે અને આ ગંભીરતા પોતાની જાત પર પણ તિરસ્કાર કરાવડો છે અને પરિણામે છેલ્લે એક જ રસ્તો બચે છે તે છે આત્મહત્યા રોગના કારણે ધ્યાન કેન્દ્રિત કરવાની શકિત અને સંચાલન શકિત એકદમ ઘટી જાય છે. પરિણામે અકસ્માત થાય છે હવે તમને સમજાશે કે ભારતમાં રસ્તા પર થતાં અકસ્માતનું કારણ આટલુ ઊંચુ કેમ છે ? વાગે જોવા મળ્યુ છે કે યુવાનો હતાશાની ભુલવા માટે વ્યસનના માર્ગે વળી જાય છે .પરિણામે ડ્રગ્સ કે દારૂના કારણે તેમની હાલત ખરાબ થાય છે.
હવે તમને એટલું તો સ્વીકારી લેવું પડશે કે ડાયાબિટીસ, હાઇ બ્લડપ્રેશર જેવા રોગો આપણે થાય છે તો ડિપ્રેશન પણ થઇ શકે આના માટે કેમિકલ પણ જવાબદાર છે અને આની સારવાર નિષ્ણાંતો પાસેથી લેવી જોઇએ. સારવાર ન લેતા મગજ પર કાબૂ ગુમાવતા ઘણી વખત સોક થેરાપી પણ લેવી પડે છે. અત્યારે ઘણી થેરાપીની ઉમદા સારવાર મળે છે. આથી ચિંતા જેવું કંઇ નથી. અંતમાં એટલું જ કહેવાનું હતાશાને હળવાશથી ન લેતા કેવી તરફ ધ્યાન આપો તેની સારવૌર કરાવો. આ અંધકાર નથી પણ જીવનનો એક તબક્કો છે અને આની સારવાર શકય છે અટેલે કે હતાશા ને ટાળી શકાય છે અને જીવનને આનંદથી જીવી શકાય છે.