શું ખોઇ બેઠા તે જીવન નથી
Aastha Magazine
શું ખોઇ બેઠા તે જીવન નથી
એક્સકલુઝીવ સોશ્યિલ સ્ટોરી

શું ખોઇ બેઠા તે જીવન નથી પણ શું મેળવો છો તે જીવન

– ડો. પૂર્તિ ત્રિવેદી-રાજકોટ
જીવનના દરેક પગથિયામાં નવો વળાંક આવે છે અને તેમાંથી હાર નહીં માનીને ઉગરેલો માણસ જ જીવનને જીવવાનું સાર્થક કરી શકે છે. ઘણી વાર એવું થાય કે ઇશ્વર તમને તેવી સ્થિતિમાં મૂકે કે તેનો રસ્તો તમને ના ખબર હોય કે એક કપરી પરિસ્થિતિ આવે જેમાંથી જાણે કે એક વમળમાં ફસાઇ ગયા હોય તેવું લાગે. ત્યારે જ એક ઉત્સાહી અને કદી હાર નહીં માનનાર વ્યકિત પોતાના સ્વપ્નાની દુનિયાને સાકર કરી શકે છે.
તેવી જ વાત કરવી છે આજે કામિની ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીના માલિક કલ્પના સરોજની જેમને સફળતાના દરેક પડકારને સ્વીકારીને પોતાની મહેનત, ખંત અને જુસ્સાને મારવા ના દીધો અને માત્ર બે રૂપિયાની કમાણીમાંથી 3000 કરોડનું સામ્રાજય સ્થાપ્યું.
કલ્પના સરોજના પિતા એક હવાલદાર હતા જેમનો પગાર માત્ર 300 રૂપિયા હતો. જેમાંથી તેમની 3 બહેનો, 2 ભાઇ, દાદા, કાકાને બધાનું પુરું કરવાનું આજે એક હોટેલ પર જમવા જઇએ તો પણ તેટલામાં પુરું ના થાય તો સમજી શકાય કે આટલા રૂપિયામાં કોઇનું આખા ઘરનું ગુજરાન કેવી રીતે ચાલતું હશે. 12 વર્ષની ઉંમરમાં જયારે દરેક માતા – પિતા તેમના સંતાનને ભણાવને આગળ નીકડવાના સ્વપ્નો જોતા હોય ત્યારે પરિસ્થિતિથી તદન વિપરીત થયું. તેમને ભણવાનું છોડીને જયારે ઢીંગલા – ઢીંગલીને રમાડતા તેમના વિવાહ છોકરા કરાવે તેમ કલ્પના સરોજના પણ વિવાહ કરાવી દીધા. ભણવાનું, જીવવાનું અને સ્વપનો જોવાની ઉમરમાં કંઇ પણ સમાજ પડે તેની પહેલા તેના ઉપર જવાબદારી થોપી બેસાડવામાં આવી અને નર્ક સામાન જીવન એક બાળકીનું બની ગયું. જેમાંથી તેમના પિતાએ બહાર કાઢી અને પાછા તેને ઘરે લઇને આવ્યા.
આવી પરિસ્થિતિમાં કોઇ પણ ને લાગે કે મરવાનું સારુ છે જીવન કરતા એક વાર મરવાનું ઝેર પી ને પ્રયત્ન કર્યા પછી સમજાયું કે આજે નહિં તો કાલે મરવાનું તો છે જ બધાને તો પછી જીવનમાં કૈક સિદ્ધિ મેળવીને કેમ ના મરવું અને નકકી કર્યું કે હવે હું કાંઇક કરીને દેખાડી દઇશ. કોઇ માણસ કિસ્મતના ભરોસે બેસી રહે છે તો કોઇ તાકાત ના પણ જીવનમાં આગળ તે જ નીકળી શકે છે જે મહેનતના ભરોસે હોય છે.જેને પોતાની જાત ઉપર પોતાના આત્મા આ અને નિર્ણય ઉપર પુરે પુરો ભરોસો હોય છે. પોતાની મહેનત અને અંતર આત્માના આવાજને ઓળખીને નવા-નવા કામમાં જંપલાવતાં ગયા અને એવું મુકામ મેળવ્યું કે એક દિવસ ભારત સરકાર તરફથી ઉદ્યોગ એન્ડ ટ્રેડમાં પદ્મશ્રી મળ્યો.
જાત મહેનત અને સાચી લગનથી માણસ ધારે તે બધું જ થઇ શકે તે શ્રી કલ્પના સરોજ પાસેથી શીખવાનું. જેમને બે સમયનું ખાવાનું, કપડાં અને જયા રહેવા માટે ઘર પણ ના હતું. તેમને સરકાર તરફથી પદ્મશ્રી મળે તેમની સફળતા માટે તો દુનિયામાં કોઇપણ વ્યકિત પણ તે મેળવી જ શકે. જરૂર છે સાહસ, જુસ્સો ખંત અને પોતાનામાં પુરો વિશ્ર્વાસ.
કયારેક આપણે ઉપર વાળા ઉપર હંમેશા ફરિયાદ જ કરતા હોય છીએ કે આ મારી પાસે નથી, તે મારી પાસે નથી અને મારી તો જિંદગી જ ખરાબ છે. ઇશ્ર્વરે મારી સાથે જ અન્યાય કર્યો કારણ કે તે માત્ર કુવા ના દેડકાની જેમ જ વિચારે છે. જેમ કૂવાના દેડકાને સાવ નાની જગ્યા જ તેનું સર્વશ્ર્વ લાગે છે નાના માં નાની જગ્યાથી બહારનું વિચારવું પણ તેમના માટે અશકય છે તેને તેના કરતા હજારો ગણું પાણી દરિયામા છે તેની કલ્પના પણ અઘરી છે. તે જ રીતે શકયતા ઓ અપાર છે. પણ થોડું અલગ રીતે વિચારવાની નવી વાતમાં વિશ્ર્વાસ ની અને એક સ્થિર મનોવિચાર થી બહાર નીકડવાની. અરે પરિસ્થિતીમાંથી બહાર કેમ નીકળવું અને પોતાના માટે વિચારવું તે તો ખુદ ભગવાનને પણ વિચાર્યું હતું.
50 ટકા જિંદગી પુરી થઇ ગઇ છે હવે જે રહી છે તેને પૂરેપૂરી સાર્થક થાય તેવું કૈક કરવું જ રહ્યું. કોઇ સ્કૂલ, કોઇ કોલેજ, કોઇ ડિગ્રી સફળતાની ગેરેંટી નથી આપતી પણ સફળતા તો તેને જ મળે જેમને જીવન માં આગળ વધવા માટે તત્પર છે, તે દિશામાં કામ કરે અને નવું નવું શીખતા રહે. આપણા વડવાઓ નાની રકમમાં પણ ખુશ રહેતા હતા પણ હવે ના ગૂગલના જમાનામાં જો નવું નહિં શીખીએ સ્વિકારીએ તો પાછળ રહી જવાના તે નકકી જ છે. તક તો બધાને મળે જ છે, સરખી જ મળે છે પણ તેનો ઉપયોગ કરવા વાળા જ સફળતાની સીડી ચડે છે.
જીવનમાં બસ પોતે જ નકકી કરવાનું કે ખેલાડી બનવું છે કે રમકડું કારણ કે જો પોતાના માટે નહિ કરીએ તો કોઇના સ્વપના માટે તો કર્મ કરવું જ રહ્યું. એક કીડી પણ પોતાનાથી બે ગણું વજન ઉંચકીને પોતાના લક્ષ્યને મેળવે છે તો આપણે તો તેનાથી હજાર ગણા તાકાતવર, બુદ્ધિમાન અને સક્ષમ છીએ, બસ એક ડૂબકી પોતાની જાતની અંદર લગાવીને ખુદની ક્ષમતાને માપવાની છે અને ત્યારે સમજાશે કે શું ખોઇ બેઠાં તે વિચારવા કરતા ભવિષ્યમાં શું મેળવવું છે તે વિચારમાં ખુશજીવનની અપાર સંભાવના સમાયેલી છે. 8

Related posts

દુનિયાનો છેડો એટલે ઘર

aasthamagazine

મોટા ભાગના લોકો આજે વહેમના સુખમાં જીવે છે

aasthamagazine

360 ડિગ્રી જીવનની સુરક્ષા

aasthamagazine

ઇશ્વરનો આભાર માનતા નથી તો ફરિયાદ પણ કરવાનો અધિકાર નથી

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/04/2022

aasthamagazine

વિકાસમાં વાડ શાને? શિક્ષિત વર્ગ હેરાન શાને ? વિદ્યાર્થીઓને કેટ-કેટલા પ્રશ્નો મૂંજવે છે

aasthamagazine

Leave a Comment