



દરેક વ્યકિતના મતનું મૂલ્ય એક સમાન છે. તમામના અધિકારો સમાન હોવાના. અનેક વિસ્તાર હશે જયાં રાજનેતાઓ ચૂંટણી વખતે જ દેખાતા હશે એ પહેલાના સમયે કયાં હતાં ? તો કે માત્ર ઘર પરિવારને આગળ કેમ લાવવું એ વિકાસમાં વ્યસત હતાં. આજે કોઇ નેતા જનતાના કામો કરવા કે તેની જરૂરીયાત સમજવા કે ઉપયોગી થવા રાજનીતિમાં નથી આવતા મોટે ભાગે ઘર ભરવા કે ઘરનાને જાણીતાને સરકારી ખુરશીએ બેસાડવા નેતા થવા ચૂંટણીમાં ઉભા રહે છે કે તેના પરિવારના કોઇ કામ કયાંય ના અટકે. આવો ટ્રેંડ ચાલી રહ્યો છે. બધા સમજે છે દરેક કામ ઓળખાણના જોરે થાય છે ને રૂપિયાના જોરે. તો શું હવે આ બે જ બાબત મહત્વની રહી ગઇ છે ? યોગ્યતાનું નીતિ નીયમોનું ટૂંકમાં માણસાઇનું કોઇ મહત્વ નથી રહ્યું ? કોઇપણ કામ હોય લોકોની આજે માનસિકતા થઇ ગઇ છે એટલા પૈસા આપી દેજો થઇ જશે. તો આવી વાત કરનાર વ્યકિત અન્ય કેટલા વ્યકિતઓને આવું કરવા પ્રેરે છે ? જો સમાજના વ્યવહારોમાં આવું ચાલવાનું હોય તો શાને શાળામાં બધાને નૈતિક મૂલ્યો શિખવવાની આવા સમાજ વચ્ચે રહેવાનું અઘરું કરવું ? આજે પ્રશ્ર્ન એ છે કે સૌથી મોટું ગરીબ કોણ ? કેમ કે, જેમને જરૂર છે એમની પાસે બી.પી.એલ. કાર્ડ નથી. જેને જરૂર નથી એને રૂપિયા આપીને પણ લાભો લેવા કઢાવેલ ખરું. જેની પાસે સંપતિ છે એને સંપતિથી એટલો તો લગાવ છે કે ગરીબના ભાગનું પણ લેવા તત્પર છે. જયારે ગરીબનું મન એટલું મોટું છે. તો પણ નથી નહીં કહે જે કંઇ હશે એમાંથી આપશે ખરું. કદાચ જે વ્યકિત સ્થિતિ જીવતો હોય તેમ અન્યોને સમજી શકે. પણ આ અમીર થવા જે સમાજે દોટ મૂકી છે તે દેશને સમાજ માટેનું પોતાનું કર્તવ્ય ભૂલ્યા છે. એક વાત હંમેશા યાદ રાખવી અનાવૃષ્ટિ નુકશાન પહોંચાડે છે તેમ અતિવૃષ્ટિ પણ નુકશાન જ પહોંચાડે છે. આ નિયમ માત્ર ખેતી કે પર્યાવરણને લાગુ નથી પડતો પરંતુ મનુષ્ય જીવનમાં પણ આ એટલું જ સાચું છે. માટે હંમેશા સંતુલન પસંદ કરો. અહીં અનાવૃષ્ટિ એટલે ગરીબીને કારણે કૃપોષિત રહી જતો વર્ગ જેમાં બાળકો પણ સમાવિષ્ટ છે. કહેવાય છે કે પોષણ અભિયાન ચાલે છે બાળકો માટે ને રાજયના આંકડા એવું કહે છે આ અભિયાન છતાં કોઇ ફરક નથી દેખાતો કેમ કે 10 માંકી 4 બાળકો કુપોષિત છે. ને 10 માંથી 8 માં લોહીની ઉણપ તો આ અભિયાન હેઠળ જે કંઇ આપવામાં આવે છે એ બાળકોને મળે છે ખરું ? કે એમાં કોઇ ત્રુટી રહે છે ? પૂરતો પગાર ન મળતા સરકારી ક્ષેત્રના કર્મચારી વિરોધ ખૂબ સારી રીતે કરે છે એટલે જ સારી રીતે જવાબદારી પણ નીભાવજો જેથી તમારા હાથ નીચેથી નીકળતા કોઇ કામમાં ઉણપ ન રહી જાય કેમ કે, ખાનગી ક્ષેત્રે જે કામ કરે છે મોટી નામી કંપની સિવાય તેમને પૂરતા પગાર પણ નથી મળતા અને યોગ્ય પગાર વધારો પણ નથી મળતો અને એક ઉંમર પછી કાઢી મૂકશે એવો ડર પણ રહે છે. માટે આજે મોટા ભાગના યુવાનો સરકારી નોકરી તરફ વળ્યા છે જેથી તેમનું પાછળનું નિવૃતિ જીવન પણ ઘર બેઠા પગાર સાથે સુરક્ષિત રહે. કેમકે જેટલું નિવૃતિ વેતન તેમને મળે છે એટલો તો ખાનગીમાં ઝડપ ભેર કામ કરનાર યુવાનનો પણ નથી. તો પણ ઘણા અધિકારીઓને આ ખૂટે છે. ને ભ્રષ્ટ છાપ બનાવી બેઠા હોય છે. લોકો ચલાવે છે માટે આવા લોકો ખૂબ ચાલે છે ને કમાય છે તો શું લોકોમાં સત્ય ઉજાગર કરવાની હિંમત નથી રહી ? સહન કરો છો માટે સહન કરવું પડે છે. જયારે હકક ને ફરજ સમજાય જશે. ત્યારે આસપાસનુ ઘણું બદલાય જશે જે લોકો પાસે રહેવા મકાન નથી તેના માટે આવાસ યોજના બહાર પડાય છે પણ એમાં ખરેખર કેટલા સાચી જરૂરીયાત ધરાવનારને મળે છે એ સર્વે એ પણ થવો જોઇએ કેમ કે કાળીબજાર કરનારે આ ક્ષેત્રને પણ નથી છોડતા. પરિણામે અમીર અમીર થતો જાય મકાનો કોઇ રીતે ભાડે ચડાવી સગા રહે છે એવું કહી ને. નબળા વર્ગને આવું સેટ કરતા ફાવતું નથી. માટે આ વર્ગ કાયમ ભાડા જ ભરવામાં શોષિત થાય છે. કોઇપણ દેશે તેનો ઇતિહાસ ન ભૂલવો જોઇએ, જયારે ભૂલે ત્યારથી પતનની શરૂઆત થતી હોય છે. આપણા દેશમાં રાજાઓ પ્રજા ખરેખર સુખી છે કે નહીં એ જાણવા વેશ પલટો કરી નીકળતા જેથી તેને વાસ્તવિકતાનો ખ્યાલ આવે. આજે આ રાજનીતિમાં સતાનો એવો નશો છે કે વાસ્તવિકતા કોઇને જાણવામાં રસ નથી. મત આવી ગયા વાત પતી કોઇ નેતા સતા પર આવય પછી તેની ગાડી કયાંથી નીકળશે નેે કયાંથી નહીં એ પણ કદાચ એ પોતે નકકી નથી કરતા. મોટા ભાગે વિકસીત વિસ્તારોમાંથી જ કઢાય છે કેમ કે, સચ્ચાઇથી દૂર રખાય છે કે રહે છે ? શું આમ આદમીની સ્થિતિ ખરેખર કોઇ સમજશે ખરી ? શેના આધારે જનતા મતદાન કરશે ? પાંચ વર્ષ દરમિયાનના પ્રત્યેક બનાવો ધ્યાને રાખી સાચું ખોટું તમામ ચકાસી મતદાન કરશે ? દરેક તકલીફો ધ્યાને લેશે કે ચૂંટણી નજીક આવતા, આપવામાં આવતાં ફાયદા ? યુવાનોનું કહેવુ એવું છે કે ચૂંટણીમાં અમે મત આપીએ છીએ પાંચ વર્ષ માટે સત્તામાં રહેવા. જયારે અમને કોઇ નોકરી મળે છે, માત્ર કરારના અગિયાર મહિના પૂર્તિ, એ પણ ચૂંટણી વખતે એટલી રોજગારી પૂરી પાડી એ દર્શાવવા. ક્ષણીક રોજગારી લાંબા સમયની બેરોજગારી આનો કોઇ ઉકેલ હવે મળશે ખરો ? કોઇ એક ચાહિતા ચહેરાના નામે અન્ય કોઇ તેના દૂર ઉપયોગથી મત ન મેળવી શકે. તમારે મત જોઇએ છે તો તમે પછી કોઇ પણ પક્ષમાં હોવ પણ કામને વ્યવહાર તમારો જ જોવાશે. દરેક વ્યકિત જોશે મારા ક્ષેત્રમાં કામ કરતો નેતા કેવો ? હવે એ સમય ગયો કદાચ કે કોઇ જાતિ જ્ઞાતિના કોઇ મોટા વ્યકિત કહેને લોકો એ તરફ મત આપવા ચાલી પડે. હવે સમય છે ખરેખર તમારું મન ને અનુભવો શું કહે છે એ રીતે ઇવીએમ નું બટન દબાવાનો. હવે નજર મતદાન પર…
એન્જિ. સ્વાતિ સી.પાવાગઢી