



તમારા વાળ ચમકદાર અને વધુ સુંદર બનશે. વાળ સ્ત્રીનું ઘરેણું ગણાય છે અને દરેક સ્ત્રી સુંદર વાળ ઈચ્છે છે. જોકે આજકાલ સ્ત્રીઓ જ નહિ પરંતુ પુરુષો પણ વાળ ખરવાની ફરિયાદ કરતા હોય છે. અમે એક એવો ઉપચાર બતાવીશું જેનાથી વાળ ખરતા બંધ થશે અને વાળની લંબાઈ પણ વધશે.
તેલમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ
વાળના ગ્રોથ મુજબ પાલકના પાંદડા આ તેલ બનાવવા માટે લેવાના છે. જેમ કે, તમારા વાળ જો મિડિયમ સાઈઝના છે તો ત્રણ થી ચાર પાંદડા લેવાના છે. અને જો વાળની લંબાઈ વધુ છે તો હજુ તેમાં બે-ત્રણ પાંદડા તમે ઉમેરી શકો છો. આ તેલ બનાવવા માટે એક ચમચી મેથીના દાણા, એક ચમચી કલોંજીના બીજ લેવા. વાળની લંબાઈ મુજબ વિટામીન E કેપ્શુલ લેવી. વાળ લાંબા હોય તો બે કેપ્શુલ તમે લઇ શકો છો નહિ તો એક જ લઇ શકાય. વાળના ગ્રોથ મુજબ નારિયેળનું તેલ લો.
મેથી અને કલોંજી ની જો વાત કરીએ તો આ બંને વાળ માટે ખુબ મહત્વનો રોલ અદા કરે છે. મેથી અને કલોંજીથી વાળને પોષણ મળે છે. વાળ ખરતા અટકે છે સાથે જ માથામાં ખોળો થવાની ફરિયાદ પણ દુર થાય છે. વાળની લંબાઈ વધવાની સાથેસાથે વાળ રેશમી બને છે. આ તેલનો ઉપયોગ કરવાથી જે લોકોને ટાલની સમસ્યા છે તેમને નવા વાળ પણ આવે છે. જોકે આ તેલ વિટામિન E ની કેપ્શુલ વગર અધૂરું છે. તેલમાં કેપ્શુલ નાખવાથી વાળ મુલાયમ બને છે અને વાળનો ગ્રોથ પણ વધે છે.
પાલકનો ગુણધર્મ
તમે કલ્પના પણ નહિ કરી હોય કે વાળ માટે પાલક કેટલી હદે ઉપયોગી છે. વાળ માટે જરૂરી વિટામિન પાલકમાંથી મળી રહે છે. તમને જણાવી દઈએ કે પાલક વિટામિન બી, સી અને ઈ થી ભરપુર છે. જે વાળના ગ્રોથ અને વાળને ખરતા અટકાવવા માટે ખુબ મહત્વનો ભાગ ભજવે છે. પાલકની ભાજીમાં કેલ્શિયમ, આર્યન અને પોટેશિયમની માત્રા ખાસ હોય છે. પાલકમાં રહેલા આ બધા ગુણધર્મો વાળને ચેતના પૂરી પાડે છે. વાળ કાળા અને ઘટાદાર બને છે.
કેવી રીતે તેલ બનાવવું
સૌથી પહેલા પાલકને ધોઈને સાફ કરીલો અને તેને બારીક કટ કરી દો. બાદમાં પાલકમાં મેથી દાણા અને કલોંજીના બીજ ઉમેરવા. બીજી તરફ જે નારિયેળનું તેલ છે તેને એક વાસણમાં લઈને ધીમી આંચે ગરમ કરવા મુકો, ત્યાર પછી પાલકના પાંદડા, મેથી દાણા અને કલોંજીના બીજ ત્રણેય એકસાથે નારિયેળના તેલવાળા વાસણમાં ઉમેરી દો. ધીમા તાપે આ બધી સામગ્રીને બરોબર ઉકાળો. બરોબર ઉકાળ્યા બાદ ગેસ બંધ કરી દેવો અને તેલને ઠંડુ પડવા દેવું. ઠંડા પડેલા તેલમાં હવે વિટામિન E ના કેપ્શુલ તોડીને તેના અંદર રહેલું તત્વ તેલમાં નાખી દો.