Aastha Magazine
રાજકોટ : ૧૦થી ૬ કરફયુની કડક અમલવારી
રાજકોટ

રાજકોટ : ૧૦ થી ૬ કરફયુની કડક અમલવારી

રાજકોટ પોલીસ કમિશનગર દ્રારા બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામું તા.૧૦ જુલાઈ સુધી અમલમાં રહેશે.કોરોનાની ગંભીરતાને જોતા આ છૂટછાટ વચ્ચે પણ પોલીસ દ્રારા રાત્રિના ૧૦ થી સવારના ૬ દરમિયાન કરયુની કડક અમલવારી કરાવવામાં આવશે.
પોલીસ કમિશનરે બહાર પડેલા જાહેરનામાં મુજબ શહેરમાં હવે માત્ર સ્કુલો,કોચિંગ સેન્ટરો(ઓનલાઈન શિક્ષણ સિવાય) અને સ્વિમીંગપુલ, વોટરપાર્ક, સ્પા જ બધં રહેશે. બાકીની તમામ વ્યાપારીક ગતિવિધિઓ રોજના ૧ર કલાક સુધી ચાલુ રાખી શકાશે.જોકે વેપારીઓને સવારે છ વાગ્યે જયારે કર્ફયુનો સમય પુરો થાય છે. ત્યારથી જ દુકાનો ખોલવાની છુટ અપાઈ નથી. વેપારીઓ સવારે ૯ વાગ્યા પછી જ દુકાનો ખોલી શકશે. રાત્રે દસ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કર્ફયુ અમલમાં રહેશે. રેસ્ટોરન્ટમાં અગાઉ પ૦ ટકાની મહતમ ક્ષમતા સાથે ગ્રાહકોને બેસવા દેવાની છુટ હતી જે હવે ૬૦ ટકા કરવામાં આવી છે. આ ઉપરાંત રેસ્ટોરન્ટ રાત્રીના ૧ર વાગ્યા સુધી હોમ ડીલેવરીની સુવિધા ચાલુ રાખી શકશે. જીમ પણ ૬૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. લ માટે હવે ખુલ્લા અથવા બધં સ્થળોએ મહતમ ૧૦૦ વ્યકિતઓ હાજર રહી શકશે. અંતિમક્રિયા અને દફનવિધિ માટે ર૦ માંથી વધારી ૪૦ વ્યકિતઓની મંજુરી આપવામાં આવી છે.

તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિ, શૈક્ષણિક કાર્યક્રમો ખુલ્લામાં મહતમ ર૦૦ વ્યકિતઓ સાથે અને બધં સ્થળે જગ્યાની ક્ષમતાથી મહતમ પ૦ ટકા પરંતુ ર૦૦ વ્યકિતઓની મર્યાદામાં યોજી શકાશે. આજ રીતે પેસેન્જર વાહનોમાં અગાઉ પ૦ ટકા પેસેન્જરની છુટ સામે આ સંખ્યા હવે ૭પ ટકા કરવામાં આવી છે

Related posts

કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરવા જીતુ વાઘાણી રાજકોટમાં

aasthamagazine

એકલવ્ય વિદ્યામંદિર દ્વારા તમાકુ નિયંત્રણ અંગે વકૃત્વ સ્પર્ધા યોજાઈ

aasthamagazine

Speed News – 04/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

રાજકોટ : હડાળામાં આવેલા ચેકડેમમાં નહાવા પડેલી બે સગી બહેનના ડૂબી જવાથી મોત

aasthamagazine

રાજકોટ : દારૂ પીધેલા માત્ર ૧૭ શખસો જ ઝડપાયા ? !

aasthamagazine

રાજકોટ : બ્રિજનું નિર્માણ કામ ધીમું હોવાના કારણે વાહન ચાલકોએ મુશ્કેલી

aasthamagazine

Leave a Comment