



પર્યટકોના ધસારાના કારણે સાસણ અને તાલાલામાં આવેલા રિસોર્ટ પણ હાઉસફૂલ થઈ ગયા છે. ધો.૧૦.૧૨ ના પરિણામ નક્કી થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ થોડા ટેન્શન મુક્ત થતા રિલેક્સ થવા હવે ફ્રવા નિકળવા લાગ્યા છે. લોકો હળવા થવા આનંદ માણવા ફ્ેમિલીમાં સાસણના જંગલના રીસોર્ટમાં આવી રહ્યા છે. દેવળીયા પાર્કમા સિંહ જોવા અને જંગલની પ્રકૃતિનું સૌંદર્ય જોવામાં બાળકોને પણ આ વિસ્તાર વધુ ગમે છે જેથી હાલ સાસણ પંથકના અહીં ફ્ેમિલીમાં આવવામાં પસંદગી એટલે ઉતરેલ છે કે એક તો જંગલ પ્રકૃતિ રીસોર્ટ, દેવળીયા પાર્કના સિંહ જોવાનો લ્હાવો અને સોમનાથ પણ નજીક હોવાથી બાર જ્યોતિલિંગમાં પ્રથમ એવા સોમનાથ દાદાના દર્શનનો લ્હાવો મળી શકે એટલે પ્રથમ ચોઇસ સાસણ કરી છે.
દેવળીયા પાર્ક ખૂલતા સાસણ ધમધમતુ થયુ ઃ દેવળીયા પાર્ક ખુલતા પ્રવાસીઓનો ધસારો વધ્યો છે અને સાસણ ફરી ધમધમતુ થયુ છે. છેલ્લા બે શનિ-રવિથી હોટલ, ફાર્મહાઉસ અને રિસોર્ટ હાઉસફૂલ થઈ ગયા છે. હજુ આગામી સાતમ-આઠમ તહેવારો પર પણ પર્યટકો વધવાની શકયતા તેમણે દર્શાવી હતી. જો કે હજુ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધામા હજુ તેજી આવી નથી.
બે વર્ષથી બંધ ધંધા શરૂ થયા- છેલ્લા બે વર્ષથી લોકડાઉન તથા સરકારના નિયમોના લીધે આ વિસ્તારના હોટેલ રીસોર્ટનો બિઝનેશ સાવ ભાંગી ગયેલ. રીસોર્ટ માલિકોએ જણાવેલ કે બે વર્ષથી અમુક રીસોર્ટ રૂમના તાળા પણ ખુલ્યા ન હતા.મેન્ટેનન્સ ખર્ચ કાઠવો મુશ્કેલ બની ગયો હતો. ઘણા રીસોર્ટ માલિકો તો દેણદાર બની ગયા હતા તો ઘણા વેચીને ચાલ્યા ગયા હતા. આ વિસ્તાર માત્રને માત્ર પર્યટકોના આધારિત ધંધા હોવાથી હોટેલ રીસોર્ટના ધંધામાં છેલ્લા ૨૦ દિવસથી ખૂબ સારી તેજી આવેલ છે.