



સી.જે.ગ્રુપ રાજકોટ દ્વારા લોધીકા ગ્રામ્ય વિસ્તારની મધ્યમ વર્ગની ૯ દીકરીઓને લગ્નમાં યથાશક્તિ વસ્તુઓ કરીયાવર દાતા પરીવાર ના સહયોગથી આપવાનું રાજકોટ ગ્રુપે નક્કી કર્યું . લોધીકા ગામ ની આજ રોજ દરેક ૯ કન્યા ઓને કરીયાવર આપવામાં આવેલ.આ શુભ કાર્ય રાજકોટ ના સી.જે.ગ્રુપ ના સ્થાપક ચિરાગભાઈ ધામેચા, રાજેન્દ્રભાઈ રોઘેલીયા ના પ્રયત્ન થી (૯) દીકરી ઓને યથાશક્તિ કરીયાવર દેવામાં આવેલ .તેમજ કન્યા ને આશીર્વાદ આપવા લોધીકા ગામ ના બૃહમા કુમારી સેન્ટર ના રશ્મી દીદી અને સરોજ દીદી એ આપેલ હતા.તેમજ રાજકોટ ના જીવદયાપ્રેમી દીનેશભાઈ વાડોલીયા નું વીશેષ સન્માન કરવામાં આવેલ.તેમજ સી.જે.ગ્રુપ લોધીકા બ્રાન્ચ ના પ્રમુખ પ્રદીપભાઈ ધૃવ , કીશોરભાઈ ખીમસુરીયા ને પ્રતીકભાઈ ચૌહાણ ના માગૅદશૅન નીચે મધ્યમ વર્ગની દીકરી ઓ ગોતવામાં આવેલ હતી.